________________
૧૩. શ્રીમદને અન્ય વ્યકિતઓ પર પડેલે પ્રભાવ
૫૮૩ તે જ દિવસે શ્રીમદ્દ ડે. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં ગયા હતા. તે વખતે તેમની ગાંધીજી સાથે ઓળખાણ થઈ. ગાંધીજીને શ્રીમદની ઓળખાણ ડો. પ્રાણજીવનદાસના મોટા ભાઈ પોપટભાઈના જમાઈ તથા કવિ અને અવધાની તરીકે કરાવવામાં આવી. શ્રીમદ્દની શક્તિને થડે પરિચય ગાંધીજીને તે વખતે થયો, અને છેડી વાતચીતમાં જ ગાંધીજી શ્રીમદ્દ પ્રતિ આકર્ષાયા. પહેલી જ મુલાકાતમાં શ્રીમદ્દની પોતાના પર કેવી છાપ પડી હતી તેનું સુંદર વર્ણન કરતાં ગાંધીજીએ “શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છે કે –
દાક્તરે રાયચંદભાઈને કવિ કહીને ઓળખાવ્યા, અને મને કહ્યું, “કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.”
કેઈએ સૂચના કરી કે, મારે કેટલાક શબ્દો તેમને સંભળાવવા ને તેઓ તે શબ્દો ગમે તે ભાષાના હશે તે પણ જે ક્રમમાં હું બેલ્યો હઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે.”
મને આ સાંભળીને આશ્ચર્ય થયું. હું તો જુવાનિ, વિલાયતથી આવેલો, મારા ભાષાજ્ઞાનને પણ ડાળ, મને વિલાયતનો પવન ત્યારે કંઈ ઓછો ન હતે. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા.”
મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ મેં લખી કાઢયા – કેમ કે મને કમ ક્યાં યાદ રહેવાને હવે ? અને પછી તે શબ્દો હું વાંચી ગયે. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયો, ચક્તિ થયે અને કવિની સ્મરણશક્તિ વિશે મારો ઊંચો અભિપ્રાય બંધાયે; વિલાયતને પવન હળ પાડવા સારુ આ અનુભવ સરસ થયો ગણાય.”
કવિને અંગ્રેજી જ્ઞાન મુદ્દલ ન હતું. તેમની ઉંમર તે વખતે પચીસથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થોડે જ અભ્યાસ કરેલો. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસના તરફથી માન. આથી હું મહાયે.”
સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી, જ્ઞાન પણ નિશાળની બહાર જે ઈચ્છા થાય – જિજ્ઞાસા હોય – તો મળે, અને માન પામવાને સારુ વિલાયત કે કયાંયે જવું નથી પડતું, પણ ગુણને માન જોઈએ તે મળી રહે છે, એ પદાર્થપાઠ મને મુંબઈ ઊતરતાં જ મળે.”
“ કવિની સાથેનો આ પરિચય બહુ આગળ ચાલ્યા. સ્મરણશક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જે તે સંસ્કારી ન હોય, તો તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારો હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાન મેળાપ શોભે અને જગતને
ભાવે. કવિ સંસ્કારી અને જ્ઞાની હતા.૧૯ ૧૯. શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” પૃ. ૪૪. આ જ પ્રસંગ ગાંધીજીએ પોતાની
આત્મકથા”ના બીજા ભાગના પહેલા પ્રકરણમાં પણ આલેખ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org