________________
૧૩. શ્રીમદ્દ અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ
શ્રીમદના આ લખાણ ઉપરથી જોઈ શકાય છે કે શ્રીમદે શબ્દાંતર અને વાક્યાંતર કરવા જેવી છૂટ પણ મનસુખભાઈને આપી હતી.
શ્રીમદ્દના અંતકાળ સમયને એક પ્રસંગ પણ જાણવા જેવું છે, જે શ્રી મનસુખભાઈ એ પોતાનાં સંસમરણમાં નવ્યા છે. શ્રીમદ્દના અવસાનના થોડા દિવસ પહેલાં મનસુખભાઈ શ્રીમદને જોવા રાજકેટ ગયા હતા. ત્યાં અમુક દિવસ સુધી તેમને રાજકેટમાં રોકાવા માટે શ્રીમદ્ શ્રી પુંજાભાઈને કહ્યું હતું. પણ પુંજાભાઈ મનસુખભાઈને એ કહેવાનું ભૂલી ગયા. દરમ્યાન તેમને મોરબી જવાને વિકલ્પ આવ્યા. એ વિકલ્પ તેમણ ધારશીભાઈને જણાવ્યા, જે ધારશીભાઈને યેગ્ય લાગ્યું. તેથી તેઓ શ્રીમદ પાસે બંને માટે રજા લેવા ગયા – ચૈત્ર વદ ૪ની સવારે. શ્રીમદે તેમને ત્રણ વખત પૂછ્યું કે, “કેમ ઉતાવળ છે?” છતાં ધારશીભાઈએ રજા માગી, ત્યારે “જેવી ઇરછા' કહી શ્રીમદ્દે ધારશીભાઈ ને રજા આપી. મનસુખભાઈ માટે તે તેને પૂછતાં જ ભૂલી ગયા, અને બહાર આવી તેમને કહ્યું કે, “ગાડીનો વખત થઈ ગયે છે માટે જલદી ચાલા.” મનસુખભાઈએ પૂછ્યું, “મારે માટે આજ્ઞા લીધી છે?” ઉતાવળમાં ધારશીભાઈ એ હા કહી કહ્યું કે આપણે ગાડીમાં વાત કરીશું. ગાડીમાં બેઠા પછી ધારશીભાઈ એ બધી વાત કરી. તે વખતે મનસુખભાઈ એ કહેલું; “ આપણું બંનેની ભૂલ થઈ છે. આપને ત્રણ વાર “ઉતાવળ છે?” એમ કહ્યું, છતાં આપ સમજ્યા નહિ,. અને મારા માટે તે આજ્ઞા જ માગી નથી.” ધારશીભાઈએ કહ્યું, “હશે, હવે ચાલે, ફરી વાત.”૧૮ પણ વળતે જ દિવસે, વદ પના રજત શ્રીમદ્દ દેહવિલય થયો!
પિતાના અંતકાળ સમયે મનસુખભાઈ હાજર હોય તો સારું તેવા શ્રીમના ભાવ ઉપરના પ્રસંગમાં જોવા મળે છે.
શ્રીમદને પ્રભાવ પણ મનસુખભાઈ ઉપર ઘણે પડ્યા હતા. તેમને શ્રમમાં રાની પુરૂષની શ્રદ્ધા હતી. પરંતુ તેઓ બંને વચ્ચેનો સંબંધ બે જ વર્ષ સુધી ચાલુ રહ્યું હતું. વળી, મનસુખભાઈની વય પણ તે વખતે નાની હતી, તેથી આત્મિક દૃષ્ટિએ મનસુખભાઈની કક્ષા શ્રી અંબાલાલભાઈ, સેભાગભાઈ આદિ જેટલી ઉચ્ચ થઈ નહોતી. તેમ છતાં સરળતા. કરુણા વગેરે ગુણે તેમનામાં વિકસિત થયા હતા.
શ્રીમદના અવસાન પછી તેમના સાહિત્યના સંશોધનનું કામ પણ મનસુખભાઈએ પરિશ્રમપૂર્વક કર્યું હતું. વખતે તે સાહિત્યના વાંચનથી તેમના પ્રતિની માનવૃત્તિમાં વધારે થયો હતો. અને તેમાંથી તેમને શ્રીમદ્દનું જીવનચરિત્ર લખવાની વૃત્તિ પણ થઈ હતી, અને તે માટે તેમણે મુદ્દાઓ ભેગા કરવા પણ ચાલુ કર્યા હતા. પરંતુ તે બધું પૂર્ણ થાય તે પહેલાં તે મનસુખભાઈનું અવસાન થયું, અને તે કાર્ય અપૂર્ણ રહ્યું! પરંતુ જે જે સદાઓ એકઠા થયા હતા, મનસુખભાઈ શ્રીમના પ્રત્યક્ષ સમાગમને જે અનુભવ તથા તેમનો જે પરિચય થયેા હતો, તેના નિરૂપણની નોંધ “શ્રીમદ રાજચંદ્રની જીવનરેખા” માં પ્રગટ થયેલ છે. આ ઉપરાંત મનસુખભાઈને શ્રીમદ પત્યને અહોભાવ તેમણે લખેલ “મેક્ષમાળા ના ઉપોદઘાતમાં તથા તેમણે શ્રીમદ્ રાજયંતી નિમિત્તે આપેલા વ્યાખ્યાનમાં પણ જોઈ શકાય છે.
૧૮. શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા”, પૃ. ૧૬૩-૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org