________________
૧૩. શ્રીમદ અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ
૫૭૯ હિતે ત્યાં સુધીમાં તેમને શ્રીમદનો સમાગમ મોરબી, મુંબઈ વગેરે સ્થળે ત્રણચાર વખત થયો હતો, પણ તેઓ શ્રીમદને જ્ઞાની તરીકે ઓળખી શક્યા ન હતા. શ્રીમની એવી ઓળખાણ તેમને વિ. સં. ૧૯૫૫માં થઈ. તે વર્ષના ચૈત્ર માસમાં મનસુખભાઈને શ્રીમને મળવાની ઈચ્છા થઈ પણ હાલમાં તેઓ કોઈને મળતા નથી, તથા પત્રવ્યવહાર કરતા નથી, તેવા સમાચાર સાંભળીને તે ઈચ્છા દબાઈ ગઈ. તે પછી થોડા દિવસ વીત્યા, અને શ્રીમદ વવાણિયાથી મોરબી આવ્યા. શ્રીમદે કઈ પણ પ્રસંગ વિના, પોતાના આવ્યાનો સંદેશે. મનસુખભાઈને પહોંચાડ્યો. મનસુખભાઈ શ્રીમદ્દને મળવા ગયા. તે વખતે તેમને મનમાં વિકલ્પ થયા કરતા હતા કે શ્રીમદ્દ સાથે મારાથી બોલાશે કે કેમ? કેવી રીતે વાત કરાશે ? વગેરે. પણ ત્યાં પહોંચ્યા ત્યારે શ્રીમદ્દ જ તેમને સામેથી બોલાવી તેમને સંકેચ દૂર કર્યો. તેમની સાથેની વાતથી મનસુખભાઈને ખૂબ સંતેષ તથા આનંદ થયો; અને સાથે સાથે એમને એ વાતને ખેદ પણ થયો કે “આવા ઉત્તમ પુરુષની હાજરીમાં હું આવો વિષયકષાયથી ભરપૂર કેમ?” બીજે દિવસે તે ખેદ સાથે મનસુખભાઈ શ્રીમદ્રને મળવા ગયા ત્યારે તેમના કંઈ કહ્યા વિના શ્રીમદે સૌપ્રથમ શબ્દો ઉચ્ચાર્યા તે આ હતા; “મનસુખ, વિશેષ થઈ શકે તે સારું, જ્ઞાનીઓને સદાચરણ પણ પ્રિય છે, ખેદ કર્તવ્ય નથી.” આમ વિ. સં. ૧૫૫ના ચિત્ર માસમાં મનસુખભાઈને કેટલાક એવા અનુભવ થયા કે જે પરથી તેમને શ્રીમદ જ્ઞાની હોવાની ખાતરી થઈ.૧૦
આ પછી શ્રીમદ્દનાં “મેક્ષમાળા” આદિ પુસ્તકો મનસુખભાઈના વાંચવામાં આવ્યાં. સાથે સાથે તેમની સાથે પરિચય પણ વધતો ગયે; અને તે બધાને પરિણામે મનસુખભાઈને શ્રીમદ્દ પ્રત્યેને પૂજ્યભાવ વધતો ગયે હતે. શ્રીમદ્દના પરિચયમાં પોતાને થયેલો તેમની શક્તિઓને અનુભવ તેમણે “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા”માં જણાવ્યો છે.
શ્રીમદ વિ. સં. ૧૯૫૬ની સાલમાં પડેલા દુકાળની આગાહી કરી હતી, તે વિશે આપણે શ્રી મનસુખભાઈની ધમાંથી જ જાણી શકીએ છીએ. વિ. સં. ૧૯૫૫ના ચૈત્ર સુદ આઠમે બપોરના ચાર થયા, તે વખતે મનસુખભાઈ શ્રીમદ્દ પાસે બેઠા હતા ત્યારે પૂર્વ દિશામાં આકાશમાં કાળું શ્યામવર્ણ વાદળું જોઈને શ્રીમદ્દે કહ્યું કે, “ત્રતુને સનિપાત થયો છે.” એ વરસનું ચોમાસું કેરું ગયું, અને ભયંકર છપ્પનિયો દુકાળ પડ્યો.૧૧
વળી “સંગીતકલાધર” જેવા સંગીતને લગતા ગ્રંથનું વાચન પણ શ્રીમદ્ કરતા. હતા, તે આપણે મનસુખભાઈની ધમાંથી જ જાણી શકીએ છીએ. એક વખત સેનેરી કિનારવાળું, સુશોભિત પૂંઠાવાળું, સ્વચ્છ મુદ્રણ અને કાગળવાળું સુંદર પુસ્તક જોઈને મનસુખભાઈ એ શ્રીમદને તે વિશે પૂછ્યું. શ્રીમદ્ તે વિશે ઉત્તર આપ્યો કે -
એ “સંગીતકલાધર' છે. ભાવનગર રાજ્યના કેઈ આશ્રિતે તે બનાવેલ છે. સંગીતકલાને ઠીક ખ્યાલ આપે છે. પણ એ કલા જે આત્માથે કે ભક્તિ નિમિત્તે ન હોય તે કપિત છે. કાવ્યકળા આદિ બીજી કળાઓ માટે પણ સમજવાનું છે. આત્માર્થ કે ભક્તિપ્રોજનરૂપ એ ન હોય તે કલ્પિત છે. ૧૨ ૧૦. આ બધા પ્રસંગે મનસુખભાઈએ “શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખ ”માં નોંધ્યા છે. ૧૧. એજન, પૃ. ૧૪૩-૪૪, ૧૨. એજન, ૫. ૧૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org