________________
શ્રીમદના જીવનસિદ્ધિ આ બધું હોવા છતાં શ્રીમદ અને મનસુખભાઈ વચ્ચે તત્વવિચારણાને લગતે પત્રવ્યવહાર ભાગ્યે જ જોવા મળે છે. જે આઠદશ પત્રો શ્રીમદ મનસુખભાઈ પર લખ્યા હતા, તેમાં બહુ ટકાણ છે, અને ભાગ્યે જ બેચાર મુદ્દાઓની વિચારણું જોવા મળે છે. ત્રણેક પત્રો તે
મોક્ષમાળા”ના પ્રકાશન અંગે જ લખાયેલા છે. તે પરથી લાગે છે કે શ્રીમદ્દના રંગથી મનસુખભાઈ, શ્રીમના અવસાન પછી જ વિશેષપણે રંગાયા હશે. આમ શ્રીમદે તેમની હયાતીમાં તેમના આચરણ દ્વારા અને હયાતી બાઢ તેમના સાહિત્ય દ્વારા મનસુખભાઈ પર પ્રભાવ પાડ્યો હતો, એમ જોઈ શકાય છે.
શ્રીમદ્દ અને ગાંધીજી
મહાત્મા ગાંધીજીને જન્મ વિ. સં. ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના રોજ પોરબંદરમાં થયેલ હતું. તેઓ શ્રીમથી લગભગ પોણાબે વર્ષે નાના હતા. તેમના પિતામહ, પિતાશ્રી અને મોટાભાઈ ત્રણે પોરબંદરમાં અનુક્રમે દીવાન થયેલા અને પાછલી વયમાં તેમના પિતાશ્રી રાજકેટ સ્ટેટના દીવાન હતા. ગાંધીજી તેમના પિતાના સૌથી નાના પુત્ર હોવાથી તેમનું બાળપણ સામાન્ય રીતે રાજકોટમાં જ વીતેલું, અને એમને અભ્યાસ પણ ત્યાં જ થયેલ. શ્રીમદને બાલ્યકાળ મુખ્યત્વે વવાણિયામાં જ પસાર થયેલો, અને તેમણે શાળાને અભ્યાસ તે બહુ ડી મુદતમાં છોડી દીધેલો, તેથી વવાણિયા બહાર રહેવાને તેમને નાની વયમાં ઝાઝો પ્રસંગ પડેલો નહિ.
વિ. સં. ૧૯૪૩માં ગાંધીજી મૅટ્રિક પાસ થયા તે પછી કાયદાના અભ્યાસ માટે એમને વિલાયત મેલવામાં આવ્યા. ત્યાં જતાં પહેલાં તેમનાં માતુશ્રીએ તેમને પરસ્ત્રી, દારૂ અને માંસાહાર એ ત્રણના ત્યાગની પ્રતિજ્ઞા એક જન મુનિ પાસે લેવડાવી હતી, જે તેમણે પૂરેપૂરી પાળી હતી.
વિ. સં. ૧૯૪૦ આસપાસ શ્રીમદ્દની અવધાની તરીકેની ખ્યાતી થવા લાગી હતી. વિ. સં. ૧૯૪૩થી તેઓ વેપારાર્થે મુંબઈ આવ્યા. ત્યાં તેમણે અવધાનના અનેક પ્રયોગો કર્યા અને વિશેષ ખ્યાતિ પ્રાપ્ત કરી. આ સમય સુધીમાં શ્રીમદ્દ તથા ગાંધીજીને મેળાપ થયો ન હતો. તેઓની સૌપ્રથમ મુલાકાત વિ. સં. ૧૯૭૪માં ગાંધીજી વિલાયતથી હિંદ પાછા ફર્યા તે જ દિવસે મુંબઈમાં થઈ.
ગાંધીજીને વિલાયતમાં શ્રી રેવાશંકર જગજીવનના ભાઈ ડી. પ્રાણજીવનદાસ મહેતા સાથે ગાઢ પરિચય થયો હતો. તેથી વિ. સ. ૧૯૪૭ના જેઠ માસમાં ગાંધીજી અભ્યાસ પૂર્ણ કરી હિંદ આવ્યા ત્યારે શ્રી પ્રાણજીવનદાસ મહેતાએ તેમને પોતાને ઘેર ઉતારો આપ્યો હતે. તે જ દિવસે ગાંધીજીને તેમનાં માતુશ્રીના અવસાનના ખબર આપવામાં આવ્યા. વિલાયતમાં એકલા રહેતા ગાંધીજી એ સમાચાર જીરવી નહિ શકે એમ ગણી તેમના મોટાભાઈએ એ ખબર તેમનાથી છુપાવ્યા હતા. માતાના અવસાનને ઘા ગાંધીજી ખમી ગયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org