________________
પ્રકરણ ૧૩
શ્રીમના અન્ય વ્યક્તિએ પર પડેલેા પ્રભાવ
શ્રીમનું જીવન એ એમ ત્યાગીનું જીવન હતુ. ખાળવયથી જ તેમનામાં વૈરાગ્યવૃત્તિ ખીલવા લાગી હતી, અને સમયના વહેવા સાથે તેની વૃદ્ધિ થતી ગઈ હતી. ર૪મે વર્ષે શુદ્ધ સમકિત પ્રકાશ્યા પછી તેમના એ વૈરાગ્ય વિશેષ ઘેરા બનતા ગયા હતા. તે પહેલાં તે રમણુરાક્તિ, અવધાનક્તિ, કવિત્વશકિત, જ્યાતિષની શક્તિ વગેરે શક્તિઓને લીધે ઠીક ઠીક ખ્યાતિ પામી ચૂકયા હતા. આ ઉપરાંત કરુણાભાવ, સર્વનું ભલું કરવાની વૃત્તિ, સની સાથે મૈત્રીભાવ, ઇત્યાદિ આંતરિક ગુણા પણ તેમનામાં સારા પ્રમાણમાં ખીલ્યા હતા. અને તે સની સાથે સરળ, મિષ્ટ વાણીને લીધે શ્રીમદ્ના એક જ વખત પરિચયમાં આવનાર વ્યક્તિ પણ તેમની પ્રરાસક બની જતી. તેમની સાથે વિવાદ કરવાની ઇચ્છાથી આવનાર અનેક વ્યક્તિઓ, તેમની સાથેના વાર્તાલાપ પછીથી તેમની પ્રશં`સક બનીને જતી તેવા પણ ઘણા દાખલાઓ નાંધાયેલા જોવા મળે છે. અને આવી વ્યક્તિએ શ્રીમના જ્ઞાનથી ઘણી પ્રભાવિત થઈ જતી.
આ તા કાઈ કાઈ વખત શ્રીમના સમાગમમાં આવનાર વ્યક્તિઓની વાત થઈ. પરંતુ કેટલીક વ્યકિતએ તો તેમના સમાગમમાં અનેક વખત આવી હતી. તેમના આંતરિક ગુણાથી આકર્ષાયેલી એવી વ્યક્તિઓનુ એક એવુ વર્તુળ રચાયું હતું કે જે શ્રીમા નિર'તરના સહવાસ ઇચ્છતું. તેએમાંના ઘણા તા શ્રીમમય જ બની ગયા હતા, અને શ્રીમદના માર્ગદર્શન અનુસાર જ વર્તાવાની ચીવટ રાખતા, તથા તેમાં જ પેાતાનું કલ્યાણુ પણ માનતા. શ્રીમને તેઓ જ્ઞાની ગુરુ તરીકેનું માન આપતા, અને તેમની આજ્ઞાનુસાર થવાથી કેટલાકે તે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું" હતું, અને બીજાઓએ પણ યથાયેાગ્ય મુરુજીદશા પ્રાપ્ત કરી હતી.
ખીજી બાજુ શ્રીમની આંતરિક શ્રેણી નિગ્રંથમાગ માં હતી, અને બાહ્ય શ્રેણી ગૃહસ્થની હતી, તેથી તેઓ બને ત્યાં સુધી ગુપ્ત જ રહેવાની અને આંતિરક શ્રેણીથી ન ઓળખાવાની ઈચ્છા રાખતા હતા, કારણ કે તેમના પૂરા પરિચયમાં ન આવનારાએ તેમના બાહ્ય ગૃહસ્થવેશ જોઈ વિકલ્પમાં પડી કમખાધ કરે તે ઇંન હતું. આથી જેમને જેમને શ્રીમદ્ની સાચે સ્વરૂપે આળખ થઈ હતી, તે સર્વને તેઓ પોતાના વિશે કયાંય ન જણાવવા વારવાર ભલામણુ કરતા. આથી તેમને યથાર્થી ઓળખનારાઓનુ` વર્તુળ તેમની હયાતીમાં નાનું જ હતું. આ વર્તુળ નાનું હાવાનુ` બીજું કારણ એ પણ હતું કે શ્રીમદ્રે પેાતાની તત્ત્વજ્ઞાનસભર કૃતિઓને પ્રસિદ્ધિ આપી ન હતી, કે જે દ્વારા લેાકેા તેમને જાણી શકે. આમ શ્રીમદ્ લેાકસમૂહથી ઈરાદાપૂર્વક દૂર રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org