________________
શ્રી સની સિદ્ધિ પાળતા હતા. તે એટલે સુધી કે રેલગાડીમાં મુસાફરી કરતી વખતે ટિકિટ જેવી વસ્તુ પણ પોતાની પાસે રાખતા નહિ. ઘરમાં રહીને પાંચ મહાવ્રતનું પાલન ચાલુ કર્યું. અને મુનિ થવાની ફરી એક વખત તેમણે પોતાની માતા પાસે આજ્ઞા માગી. તેમણે થોડા કાળ પછી એ આજ્ઞા આપવા જણાવ્યું. દરમ્યાન તેઓ જુદે જુદે ક્ષેત્રે આત્મજ્ઞાનમાં મગ્ન રહેવા લાગ્યા. આ સમય દરમ્યાન તેઓ સંપૂર્ણ ઉદયાધીનપણે પ્રવર્તતા હતા, એથી એ વર્ષમાં લખાયેલા માત્ર ચાલીસેક જેટલા જ પત્રો મળે છે, અને તેમાં પણ ભાગ્યે જ કોઈ પત્ર આઠદશ લીટીથી લાંબો છે. તેમાં ગ્રંથ વિશેના અભિપ્રાયો, મોક્ષમાર્ગ વિશેને નિર્દેશ આદિ પરમાર્થ માર્ગ વિશેની વિચારણું જોવા મળે છે. આમ તેમણે ધારેલી અસંગદશા પ્રાપ્ત કરી, અને મુનિ થવા માટે માતા રજા આપે તેની રાહ જોવા લાગ્યા.
અને એ જ જાતનું તેમનું જીવન વિ. સં. ૧૫દમાં પણ ચાલુ રહ્યું. તે વર્ષમાં પણ ભાગ્યે જ ચાલીસ જેટલા પત્ર લખાયેલા મળે છે. પણ તે બધામાં તેમની આત્મિક ઉચ્ચ દશાને આપણને ખ્યાલ આવે છે. પરિગ્રહાદિથી તેઓએ નિવૃત્તિ સ્વીકારી લીધી હતી, તેથી ઘણેખરે સમય અંબાલાલભાઈ, સાત મુનિઓ આદિ સાથેના સત્સંગમાં પસાર થયો હતો. મુનિઓને તો તેમના તરફથી સૂત્રગ્રંથની સમજણ પણ અપાઈ હતી. આ અરસામાં તેમનું જ્ઞાન કેટલે અંશે ખીલ્યું હતું તે બતાવતું એક વચન શ્રી લલ્લુજી મહારાજને તેમણે લખ્યું હતું કે –
“એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપગ ફરી વળે છે.”૮૩ કેટલું જ્ઞાન હોય ત્યારે આ પરિસ્થિતિ આવે!
તેઓ સર્વસંગપરિત્યાગી બનીને તેમના અગાધ જ્ઞાનને લાભ લોકોને આપે તે પહેલાં તો એક વિદન ઊભું થયું ? વિ. સં. ૧૫૬થી તેમની દેહતંદુરસ્તી ઘણી ખરાબ થઈ ગઈ અને ત્યાગી થવાય તેવી દશા રહી નહિ. દિવસે દિવસે માંદગી વધતી ગઈ, શરીર ઘસાતું ગયું, અને છેવટે તો માત્ર ૪૫ રતલ જેટલા વજનની તેમની કાયા થઈ ગઈ તે પણ તેમની ચિત્તપ્રસન્નતા કે અંતરાનંદમાં લેશ પણ ફેર પડયો ન હતે. | વિ. સં. ૧૫૭માં સારવાર અર્થે તેમને મુંબઈ, વઢવાણ, અમદાવાદ, રાજકોટ વગેરે સ્થળોએ રાખવામાં આવ્યા હતા, પણ કઈ જગ્યાએ સુધારો થયો નહીં. દેહની એટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં તેમને તે વિશે લેશ પણ દરકાર ન હતી. દેહને તે તેઓ પિંજર માનતા હતા, અને માત્ર આત્મામાં જ આનંદ માનતા હતા. એ આત્માનંદ લેવા માટે તેમને કોઈ વિદન કરી શકે તેમ નહોતા. સૂત્રગ્રંથો આદિનું તેમનું વાચન, મનન, ધ્યાન વગેરે તે ચાલુ જ હતાં. અને તેનાથી મળતા આનદની છાયા તેમના મુખ પર નિરંતર છવાયેલી રહેતી. તેઓ વીતરાગી બન્યા હતા. વિ. સં. ૧૯૫૭માં તેઓ અમદાવાદ આવ્યા તે વખતે મુનિએ પણ ચોમાસું પૂરું કરી ત્યાં આવ્યા હતા. તે વખતે
૮૩. “શ્રીમદ્ રાજચંદ”, અંગાસ આવૃત્તિ, આક ૯૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org