________________
૫૬૮
પ્રીમની જીવનસિદ્ધિ છે કે એ જેવું એક જોખમવાળું પદ નથી, અને પિતાની તે કાર્યની યથાયોગ્યતા
જ્યાં સુધી ન વતે ત્યાં સુધી તેની ઈચ્છા માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે...કહેવાને હેતુ એ છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજરવભાવે ઉદયમાં આવે તે કરવી એવી માત્ર કપના છે. તેને ખરેખરે આગ્રહ નથી. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણુ જીવને વૃત્તિ થાય એ અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મેટું છે, તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જતાં તે સંભવ હવેની દશામાં છે જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તે તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દઢ ક૯૫ના હોય તે પણ, માર્ગ ઉપદેશ નહિ, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનું વિચારી રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશ અથવા સ્થાપ હોય તે મારી દશા યથાયોગ્ય છે. પણ જિનેક્ત ધર્મ સ્થાપવો હોય તે હજુ તેટલી યોગ્યતા નથી, તો પણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.”૮૧
શ્રીમદે લખેલા પત્રમાંથી લીધેલા ઉપરના દીર્ઘ અવતરણ પરથી તેમની સમગ્ર પરિસ્થિતિ આપણને સમજાઈ જાય છે. તેઓ કેટલે અંશે નીરાગી બન્યા હતા, વીતરાગમાર્ગ પ્રકાશવાની તેમની કેવી મહેચ્છા હતી, તે માટે તેમનામાં કેવી યોગ્યતા હતી એ વગેરે વિશેનું પૃથક્કરણ તેમણે આ પત્રમાં આપ્યું છે, અને એથી એમને આત્મવિકાસ જાણવા માટે આપણને એ ખૂબ ઉપયોગી છે. પરમાર્થમાગ પ્રકાશવા માટે સર્વસંગત્યાગી બનવાની તેમની ઈચ્છા હતી, તે માટે તેમણે પ્રયતને પણ શરૂ કર્યા હતા. અને છતાં તેમ કરવા પાછળ તેમને કોઈ માન-ભાવ નહેાતે, તે તેમની આત્મિક ઉચ્ચ દશા બતાવે છે. આ વર્ષના અંતભાગમાં “ આત્મસિદ્ધિ” અને “મૂળમાર્ગ રહસ્ય” જેવી કૃતિઓની રચના કરી હતી, તે પણ તેમના જ્ઞાનની ઉરચદશાને સબળ પુરાવો છે. જે ઉપર જઈ તેવી અદ્દભુત દશા તેમની ન હોત તે સરળ ભાષામાં, ટૂંકાણમાં આવી તત્વસભર રચનાએ તેઓ આપી શક્યા ન હતા.
_વિ. સં. ૧૫૩માં તેમની પત્રધારાને પ્રવાહ ઘણે ઘટી જાય છે. પરંતુ કેટલીક સાહિત્યિક કૃતિઓના સર્જન તરફ તેમનું વલણ વિશેષ રહે છે. પત્રો ઓછા લખાયા છે, પણ જે લખાયા છે તે મુખ્યત્વે જૈનદર્શનની તત્ત્વવિચારણને લગતા જ પડ્યો છે. અને કતિઓના સર્જનમાં પણ જૈનદર્શનને મહત્તવ અપાતું જોઈ શકાય છે. જે મોક્ષમાર્ગ પ્રકાશવાની તેમણે ઇરછા સેવી હતી, તેની વિચારણા જુદી જુદી રીતે કરીને ટપકાવી લીધેલી, અને તેમાંથી “જનમાર્ગ વિવેક”, “મેક્ષસિદ્ધિાંત”, “ દ્રવ્યપ્રકાશ”, “આનંદઘનવીશી”નું વિવેચન, “પંચાસ્તિકાય” નો અનુવાદ વગેરે કૃતિઓની પૂર્ણ કે અપૂર્ણ સ્વરૂપમાં આપણને પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત “પંથે પરમપદ બેધ્યે” અને “અપૂર્વ અવસર” જેવી કૃતિની રચના પણ આ વર્ષમાં થયેલી જણાય છે.
૮૧. “ શ્રીમદ રાજચંદ ”, અગાસ આવૃત્તિ, આંક ૭૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org