________________
૫૫૪
શ્રીમદની છવનસિદ્ધિ “એક બાજુથી પરમાર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઈછા છે, અને એક બાજુથી અલખ “લે' માં સમાઈ જવું એમ રહે છે. અલખ “લે' માં આત્માએ કરી સમાવેશ થયો છે, ચગે કરીને કરે એ એક રટણ છે.”૨ ૭
“છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે.”૨૮
તે માર્ગ જે તમારી ગ્યતા હશે તે આપવાની સમર્થતાવાળો પુરુષ બીજે તમારે શોધ નહિ પડે.”૨૯
આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે. અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે, અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે.”૩૦
“પણ સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જે અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તે છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. ૩૧
શ્રીમદ વિ. સં. ૧૯૪૭માં લખેલાં આ વચને પરથી આપણે જાણી શકીએ છીએ કે તેમને જ્ઞાનપ્રાપ્તિ અવશ્ય થઈ હતી તેમાં તેમને સુખ, આનંદા શાંતિ આદિ આત્માના ઉત્કૃષ્ટ ગુણોને આંશિક અનુભવ થયે હતો. અને પરિણામે વૈરાગ્યમાં વધારે થયો હતો. તેને લીધે અસંગદશા અને સત્સંગ પ્રાપ્ત કરવાની એમની અભિલાષા તીવ્ર બની હતી. અસંગદશા મેળવવા માટેની તીવ્રતા આ વર્ષથી શરૂ થયેલી જોઈ શકાય છે. બાહ્ય ત્યાગી ન થઈ શકયા તેપણ આંતરિક અસંગદશાનું મહત્ત્વ તેમને જ્ઞાન થયા પછી વિશેષ લક્ષમાં આવ્યું હતું. તેથી એ દશા મેળવવાને અભિલાષ તેમણે ઘણી જગ્યાએ વ્યક્ત કર્યો હતે. જેમ કે -
અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે સત્સંગની અવ ખામી છે, અને વિકટ વાસમાં નિવાસ છે પરમાનંદ છે, પણ અસત્સંગ છે.''૩૨
“અત્ર પરમાનંદવૃત્તિ છે પણ હજુ અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તતું નથી, અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઈચ્છીએ. ૩૩ ૨૭. “શ્રીમદ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક ૧૭૬. ૨૮. એજન, આંક ૧૮૭. ૨૯ એજન, આંક ૧૭૩. ૩૦. એજન, આંક ૧૯૪. ૩૧. એજન, આંક ૧૯૭. ૩ર. એજન, આંક ૨૦૧. ૩૩. એજન, આંક ૨૦૪, ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org