________________
૧૨. શ્રીમદને કમિક આત્મવિકાસ
૫૬૫
પ્રસંગે રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે; અને તે વિશેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે.”૭૫
આ જ ભવન વિષે અને થોડા જ વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. તે સ્મૃતિ હવે વ્યવહારને વિષે કવચિત જ, મંદપણે પ્રવર્તે છે. થોડા જ વખત પહેલાં, એટલે થોડાં વર્ષો પહેલાં વાણી ઘણું બોલી શક્તી, વક્તાપણે કુશળતાથી પ્રવતી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે. થોડાં વર્ષ પહેલાં, છેડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉગ્ર હતી, આજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે, અને પછી પણ જે કંઈ લખાય છે, તે ઈચ્છેલું અથવા એગ્ય વ્યવસ્થાવાળું લખાતું નથી; અર્થાત્ એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વતે છે; અને જે કંઈ કરાય છે તે જોવા જોઈએ તેવા ભાનના સોમાં અંશથી પણ નથી થતું. જેમ તેમ અને જે તે કરાય છે.”૭૫-ગ
વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવ એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવતે એમ કરવામાં સર્વ ઈચછા રેકાણી છે.”
આમ ભરપૂર પ્રવૃત્તિમાં પણ શ્રીમદ્દ લગભગ અસંગદશા પ્રાપ્ત કરી શકયા હતા, તે આપણે ઉપરનાં અવતરણેમાં જોઈ શકીએ છીએ. આ વર્ષમાં તેમના આત્મવિકાસને ત્રીજો તબક્કો પૂર્ણ થાય છે. આ તબક્કા વિષે શ્રીમદ્દે એક કાવ્યમાં લખ્યું છે કે –
ત્યાં આવ્યો રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે,
જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે.”૭૭ વ્યાપારને લગતી અને સાંસારિક જવાબદારીઓ નિસ્પૃહ રહીને અદા કરવાને ભાર તેમણે આ વર્ષોમાં ઉઠાવ્યો હતો. અને જેમ જેમ પ્રવૃત્તિ વધતી ગઈ તેમ તેમ તેમને અસંગતાને રંગ પણ વધવા લાગ્યા. પરિણામે સંસારાર્થ અને પરમાર્થ બંને સાચવવા માટે તેમને પ્રબળ પરિશ્રમ ઉઠાવવા પડ્યો. આથી આ વર્ષોમાં તેમની અંગત પરિસ્થિતિ જણાવતા ઘણુ પત્રો મળે છે, તો બીજી બાજુ સાહિત્યિક રચનાઓ કહી શકીએ તેવી કૃતિઓ ભાગ્યે જ જોવા મળે છે. વળી, તેમણે વેઠેલા મંથનની વિચારણાનું કેટલુંક ટાંચણ તેમની હસ્તધમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે, “વૈશ્ય અને નિર્ચથભાવે વસતાં કિટ કેટ વિચાર થયા કરે છે.”૭૮ પણ તેમાં મિતિ મળતી ન હોવાથી આત્મવિકાસ જાણવા માટે તે ને બહુ ઉપયોગી થતી નથી.
૭૫-૭૫૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક પ૮૩. ૭૬. એજન, આંક ૫૯૨ ૭૭. એજન, હાથને ધ–૧ (૩૨), પૃ. ૮૦૧ ૭૮. એજન, હાથોંધ-૧ (૩૮). ૫. ૮૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org