________________
શ્રીમદની છલતસિદ્ધિ લખ્યાં છે તે બહુ મનનોગ્ય છે. અને તેમની આંતરિક સ્થિતિ જાણવામાં પણ તેટલાં જ ઉપયોગી છે –
“જ્ઞાની પુરુષગ્ન આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહિ, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હેય, એમ છતાં પણ તેથી નિવવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એ સંભવ રહે તેવો ઉદય પણ જેટલે બન્યો તેટલે સમપરિણામે વેદ્યો છેકે તે દવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કઈ રીતે થાય તે સારું એમ સૂઝયાં કર્યું છે, પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તે અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણું જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તે પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીને જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. ”૭૩
વિ. સં. ૧૯૪૮ આસપાસથી શરૂ થયેલો પ્રબળ ઉપાધિ. તેમણે સમપણે ત્રણ ત્રણ વર્ષ સુધી વેદ્ય તેને ઉલ્લેખ ઉપરના અવતરણમાં જોઈ શકાય છે. સાથે સાથે માર્ગ ઉપદેશવા માટે જોઈતી જ્ઞાનદશા તેમણે પ્રાપ્ત કરી લીધી હતી, તે પણ અહીં જાણી શકાય છે. તેમાં માત્ર ત્યાગની ખામી છે, એથી એ પ્રાપ્ત કરવાની અભિલાષા વધી હોય તે સ્વાભાવિક છે. તેમ છતાં પોતાની જ્ઞાનદશા વિશે બીજાને પ્રશંસાપૂર્વક કહેવા તરફ તેમને અરુચિ હતી; તેમણે લખ્યું હતું કે –
“અમારું કહિપત માહાભ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે.”૭૪
વિ. સં. ૧૫૧ના વર્ષમાં પોતાની આત્મદશા કેવી વર્તતી હતી તે વિશે એક પત્ર તેમણે ભાગભાઈને લખ્યો હતો. તે ઉપરાંત ઠેકઠેકાણે એ વિશેના ઉલ્લેખ પણ આવે છે તે પરથી આપણે જાણી શકીએ છીએ કે તેમને અસંગપણની વિશેષતા થઈ હતી. તેમણે કરેલું પિતાની અસંગતાનું વર્ણન તેમના જ શબ્દમાં જોઈએ –
“એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વતે છે, અને તેવું અવ્યવસ્થિતપણું લેકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લેકવ્યવહાર ભજ ગમતું નથી, અને તજો બનતો નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેચવામાં આવ્યા કરે છે.”
ખાવાને વિષે, પીવાને વિષે, બલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજા વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી, અને તે ૭૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૫૬૦ ૭૪. એજન, આંક ૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org