________________
પર
શ્રી મદ્દન અષનસિદ્ધિ પ્રકાશવાની ભાવનાને – ઉલ્લેખ આ વર્ષના પત્રોમાં વિશેષ જોવા મળે છે. અને એ અભિલાષ ટૂંક સમયમાં પૂરો નહિ થાય તે અંગે પણ તેમને રહેતું હતું, અને તે વિશે ખેદ પણ રહેતે હતો. વળી, વ્યાવહારિક કામોમાં ભાગ લેવાનું કે સલાહ આપવાનું પણ તેમણે બંધ કર્યું હતું. વિ. સં. ૧૯૫૦ના ભાદરવા વદ ૧૨ ના રોજ ભાગભાઈને લખ્યું હતું કે –
વ્યાવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે.” આમ તેમણે જેમ બને તેમ વ્યાવહારિક સંબંધમાં પ્રવર્તવાનું ઓછું કરી નાખ્યું હતું.
ચિત્તની વિશેષ નિર્મળતા તથા સ્વસ્થતાને કારણે તત્ત્વજ્ઞાનને લગતા પત્રો વિશેષ લખાયેલા જોવા મળે છે. શ્રી લલ્લુજી મહારાજ આદિને જૈનદર્શન અનુસાર, સમજણ આપતા પત્ર પણ ઠીક ઠીક લખાયા છે. કેટલાક પત્રોમાં તેમણે જૈન તથા વેદાંત દર્શનની સરખામણી કરેલી પણ જોવા મળે છે, જેમાં જૈનદર્શન શા કારણથી વધુ યોગ્ય છે તે પણ તેમણે સમજાવેલું છે. જૈનદર્શનના સિદ્ધાંતે સમજાવતાં પણ ઘણું પત્રો લખાયેલા છે, જે બધામાં “છ પદ”ન. પત્ર સર્વોત્તમ છે. તેમાં આત્માનાં છ પદની સમજણ તેમણે આપી છે. - આમ આ વર્ષમાં તેમણે વિશેષ આત્મબળ મેળવ્યું જણાય છે. આ ઉપરાંત વીતરાગમાર્ગ પ્રતિનું વલણ પણ વિશેષ જોવા મળે છે. અને ક્ષાયિક ચારિત્રી થવાની, અશરીરિ થવાની આકાંક્ષા પણ પ્રબળ બનતી જણાય છે.
આ બધી વસ્તુની વિશેષતા વિ. સં. ૧૫૧ની સાલમાં આવે છે, અને તેમની નિવૃત્તિની ઈછા પ્રબળ બને છે. આ વર્ષથી વ્યાપારથી નિવૃત્ત થઈ, સઘળો ભાર તથા પૈસે તેઓએ તેમના ભાઈ શ્રી મનસુખભાઈને સેંપવાનો નિર્ણય કર્યો હતો. તે પાર પાડવા તેઓ તેમના ભાગીદારોને કહે છે. પણ શ્રીમદ્દની વ્યાપાર આદિની કુશળતાને કારણે તેઓ તેમને પેઢીના સલાહકાર તરીકે ચાલુ રહેવા વિનવે છે, જે શ્રીમદ માન્ય કરે છે, પણ તેમનું વ્યાપારાદિમાં ચિત્ત ઘણું ઊઠી ગયું હતું. અને તેનાથી નિવૃત્ત થવાને માર્ગ જ તેઓ શોધ્યા કરતા હતા. તે વિશેનાં શ્રીમદ્દન વિ. સં. ૧૫૧ માં લખાયેલાં નીચેનાં વચને જુઓ -
આડતને વ્યવસાય ઉત્પન્ન થયો તેમાં કંઈક ઈચ્છાબળ અને કંઈક ઉદયબળ હતું. પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તે મુખ્ય ઉદયબળ હતું. બાકી વ્યવસાયને હાલ ઉદય જણાતું નથી. અને વ્યવસાયની ઈરછા થવી તે તે અસંભવ જેવી છે. ૭
હાલ વ્યવસાય વિશેષ છે, ઓછો કરવાને અભિપ્રાય ચિત્તમાંથી ખસતે નથી અને વધારે થયા કરે છે. '૬૮ દ૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક, પર૭ ૬૭. એજન, આંક, પ૪૦ ૬૮. એજન, આંક, પ૪પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org