________________
૧૨. શ્રી મદને કામિક આત્મવિકાસ
૫૬૧ વૈરાગ્ય આવતાં તે અધૂરો જ મૂકી દેતા; વળી, બીજે સમયે લખવા પ્રવૃત્ત થતા. આમ આ ઉપાધિએ તેમણે ઘણા મૂંઝવણમાં મૂક્યા હતા. જુઓ –
ઉપાધિના એગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની કવચિત્ અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વતી શકાતું નથી.”૬૦
મન, વચનને તથા કાયાને વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્યા કરે છે, અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી.”
એક એક કાગળ લખતાં દશદશ, પાંચ પાંચ વખત બબ્બે-ચરચાર લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. ક્રિયા વિષે રૂચિ નહીં, તેમ પ્રારબ્ધબળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં લેવાથી તમને તેમ જ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાનચર્ચા લખી શકાતી નથી.” ૬૨
આવા ઉપાધિગમાં અન્ય સામાન્ય જીવનું તે વયે જ પરવશ બની જાય, પણ શ્રીમદે તો તેમાંથી પણ માગ કર્યો હતો અને પોતાનું આત્મબળ વધાર્યું હતું. વિ. સં. ૧૯૪૯માં તેઓ તેનાથી થાકતા હોય તેવો અનુભવ થતો હતો, તેવી વૃત્તિ અહીં જોવા મળતી નથી. ગમે તે સંજોગોને હિંમતપૂર્વક સામનો કરી લેવાને તેમને નિર્ણય થઈ ગયો હતું. અને તેથી જ તેઓ “આમસમાધિમાં લેશ પણ ન્યૂનતા આવવા દીધા વિના, તેની સ્થિરતામાં વધારે કરી શક્યા હતા. જુઓ, તેમનાં નીચેનાં વચને –
અત્રેના ઉપાધિપ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી આત્માને વિષે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વતે છે.”૬૩
અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વતે છે. ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે, તે પણ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે, તે પ્રારબ્ધની નિવૃત્તિ થતાં સુધી તે વ્યવહારને પ્રતિબંધ રહે ઘટે છે, માટે સમચિત્ત થઈ સ્થિતિ રહે છે.”
આમ હોવાથી દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઇચ્છા વર્ધમાન થયા કરે છે. ”૬ ૫
અને એ આંતરિક સ્થિરતા વિશેષ મેળવી હોવાથી તેમને સર્વસંગત્યાગી થવાને અભિલાષ પણ ફરીથી આ વર્ષથી ખીલવા લાગ્યો હતો. ત્યાગી થવાની ભાવનાને – માર્ગ
૬૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક, ૪૭૮ ૬૧. એજન, આંક, ૫૦૪ ૬૨. એજન, આંક, પર૦ ૬૩. એજન, આંક, ૪૮૪ ૬૪. એજન, અંક, ૫૦૦ પ. એજન, આંક, પરપ
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org