________________
૧૨. શ્રી મદને કામિક આત્મવિકાસ નહતી કે તેમને તેમના પત્રોમાં વ્યક્ત થાય છે તેવું દુઃખ વેઠવું પડે. પણ તેમની સાચી ઉપાધિ એ જ હતી કે તેમની નિવૃત્તિ લેવાની ઈચ્છા જેમ જેમ વધતી જતી હતી, તેમ તેમ નિવૃત્તિ તેમનાથી દૂર ભાગતી હતી. આ ઈચ્છા વિરુદ્ધ સંસારમાં કરવું પડતું પ્રવર્તન તે જ તેમની સૌથી મોટી ઉપાધિ હતી. આ ઉપાધિને વ્યક્ત કરતાં ઘણું વચને આ વર્ષના પત્રોમાં જોવા મળે છે. તત્ત્વબોધને લગતા પત્રોમાં પણ વચ્ચે વચ્ચે તેમને ઉપાધિરોગ આવી જાય છે, કારણ કે ઉપાધિને લીધે લખવાનું બની શકતું નથી, અન્ય પારમાર્થિક પ્રવૃત્તિઓ થઈ શકતી નથી, તેવા ઉલ્લેખ તેમાં આવેલા છે. વિ. સં. ૧૯૪૯ના આરંભમાં જ તેમણે ભાગભાઈને લખ્યું હતું કે –
“ઉપાધિને દવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે.પ૦ આ ઉપરાંત જુઓ તેમનાં અન્ય વચનો –
“પરમાર્થનું દુઃખ મટયા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે, અને તે દુઃખ પિતાની ઈચ્છાદિના કારણનું નથી. ''પ૧
કાળ સંબંધી તીર્થકરવાણી સત્ય કરવાને અર્થે “આવો” ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપે દવા યોગ્ય છે.”૫૨
ઉપાધિન જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિને જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને ભીડે છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય.”૫૩
જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે, તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી છે, વેદવાયોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ, તથાપિ અવ્યાબાધ સ્થિતિ વિશે જેવું ને તેવું સ્વારશ્ય છે.”૫૪
ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં અત્રે આવવું થયું ત્યારથી ઉત્તરોત્તર ઉપાધિયોગ વિશેષાકાર થતો આવ્યો છે. ૫૫
આમ વારંવાર જેનો ઉલ્લેખ કરવો પડે તેટલે પ્રબળ ઉપાધિયોગ વેઠતા હોવા છતાં, ત્યાગી થવાનો અભિલાષ બાજુએ મૂકવો પડ્યો હોવા છતાં, શ્રીમદ્ આત્માની સમતા ઘણી જાળવી રાખતા હતા. દહનું પણ મમત્વ તેમને છૂટી ગયું હતું. દેહને ઉપગ તેમને માત્ર આત્માથે જ જણાતું હતું. તેથી એક પત્રમાં તેમણે લખ્યું હતું કે –
૫૦-૫૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૪૨૫. પર. એજન, અાંક ૪૩૩. ૫૩. એજન, આંક ૪૩૯. ૫૪. એજન, આંક ૪૪૯. ૫૫. એજન, આંક ૪૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org