________________
પપ
શ્રીમની જીવનસિદ્ધિ અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંઢપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. ”૪૭
શ્રીમનાં આ વચનાથી જાણી શકાય છે કે તેમણે જ્ઞાન પ્રગટયા પછી પિતાને વરેલી સિદ્ધિઓને લેશ પણ ઉપયોગ કર્યો ન હતે. લોકો તે માટે કહેતા હોય છતાં આત્માર્થને કારણે તેને ઉપયોગ ન કરવામાં કેવી પ્રબળ નિશ્ચયશકિત જોઈએ તે તે સર્વવિદિત છે. શ્રીમદ્દ એ શક્તિ મેળવી હતી. આવું નિશ્ચયબળ તેમનામાં ત્રીજા તબક્કાથી પ્રગટ થયેલું જોઈ શકાય છે.
તેમનું મન સંસારમાંથી ઊઠી ગયું હતું. તેમનું ચિત્ત કુટુંબ, ધન, પુત્ર, આદિથી મુક્ત અને કેધ, માન, માયા, લોભ આદિથી અપ્રતિબંધ જેવું થઈ ગયું હતું. એ ચિત્તમાં સત્સંગની તથા અસંગતાની ઈચ્છા પ્રબળ બનતી જતી હતી. આમ સંસારની વચ્ચે અસંગભાવને લીધે તેમને જાતજાતની મુશકેલીઓ નડતી હતી. ચિત્ત ઉદાસ હોય એટલે વ્યવહારમાં યથાયોગ્ય પ્રવર્તન કરી શકે નહિ, અને તે જાતનું પ્રવર્તન ન થાય તે સંબંધમાં આવનારનું ચિત્ત દુભાય. તેમ કરવાની તેમની ઈચ્છા નહોતી, એટલે સર્વને શાંતિ ઊપજે તેવું વર્તન કરવા જતાં પોતાના ચિત્તમાં ઉપાધિ દવાને પ્રસંગ શ્રીમદને આવતા હતા, જે તેઓ બને તેટલી શાંતિથી વેદતા હતા. કોઈ પણ પ્રત્યે કઈ પણ પ્રકારનો અ૮૫ પણ દોષ કરવો ઉચિત નથી તેવો ઉત્કૃષ્ટપણે નિર્ધાર તેમણે આ વર્ષમાં કરી લીધે હતું, અને તે પ્રમાણે વર્તતાં તેમણે મનને ઘણું વશ કરી લીધું હતું. તેમને વર્તતા વૈરાગ્યને ફુટ કરતાં તેમનાં નીચેનાં વચન જુઓ –
જે ઉપેક્ષા કરીએ તે ગૃહસ્થપણે પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વતે છે.”૪૮ “કેઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભેગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વોનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ.”૪૯
આ રાગ હોવાથી તેઓ પૂર્વ કર્મના ઉદયને લઈને સંસારમાં રહીને તે ઉદાસીન પણે વેદતા હતા, તે અહીં જણાય છે. પણ તેમાં સત્સંગની ખામી તેમને વારંવાર જણાઈ આવતી હતી. અને તે માટે પણ ઉપાધિ વદતા હતા. આમ શ્રીમની બાહ્ય તેમ જ આંતર શ્રેણીએ પોતાનો ભિન્ન ભિન્ન પ્રભાવ તેમના પર પાડવા ચાલુ કર્યો હતો, તે વિ. સં. ૧૯૪ભાં જોર પકડે છે.
વિ. સં. ૧૯૪૯માં વ્યાપાર તથા સંસારની પ્રવૃત્તિ વધી હતી, તેથી એ વર્ષમાં લખાયેલા પત્ર વાંચીએ છીએ તો, ઉપાધિયોગના બળવાનપણાનો ઉલ્લેખ વારંવાર મળે છે. તેમાં તેમનો આત્મા લેશિત થતો હતો તેવું દેખાતું નથી, પણ ધારી નિવૃત્તિ મળતી નહોતી તેને ખેદ જણાય છે. વ્યાવહારિક રીતે જોઈએ તે તેમની મુશકેલીઓ એવી કઠિન
૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૩૨૨ ૪૮. એજન, આંક ૪૧૪, ૪૯. એજન, આંક ૪૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org