________________
૫૫૬
શ્રીમની જીવનસિદ્ધિ સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભકિત રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતું નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. ૩૯
અને આવા વૈરાગ્યને લીધે તેમના અહમ કેટલો ગળી ગયો હતે તે તેમના “તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી.”૪૦ એ એક વચનથી સમજી શકાય તેમ છે. આમ તેમના ચિત્તમાંથી કáવભાવ ઘણે અંશે ચાલ્યો ગયો હતો. આથી જ હરિઇચ્છાથી જીવવાની અને પછાથી ચાલવાની ભાવના તેઓ આરાધી શક્યા હતા.
આમ વિ. સં. ૧૯૪૭નું વર્ષ શ્રીમદ્દના જીવનમાં ઘણું જ અગત્યનું હતું. તે વર્ષમાં, અનાદિકાળના તેમના જીવનમાં નહેતે બન્યું તે અપૂર્વ પ્રસંગ બન્યો હતો. કેટલાયે ભવની સાધના પછી તેમને વિ. સં. ૧૯૪૭માં શુદ્ધ સમકિત પ્રકાણ્યું હતું, અર્થાત્ અનુભવસ્વરૂપ આત્માનું જ્ઞાન થયું હતું. જેનદર્શન અનુસાર આત્મિક વિકાસ શ્રેણીમાં સ્વસંવેદનરૂપ અનુભવ એ ચોથું ગુણસ્થાન છે, અને ત્યાગ પછી મોક્ષ કંઈ દૂર નથી. આત્મદર્શન થયા પછી તે ટકી રહે તે, વધુમાં વધુ પંદર ભવમાં આત્માની મુક્તિ નિશ્ચિત થઈ જાય છે, એમ શાસ્ત્રો કહે છે. એ રીતે શ્રીમદ્દની ભવસંખ્યા નિશ્ચિત થઈ ગઈ હતી. વળી, તેના કેટલાક આનુષંગિક ગુણે પણ તેમનામાં આવ્યા હતા. તેઓ સંસારમાં બેઠા હતા, છતાં સાવ નિઃસ્પૃહ તરીકે વતી શકે તેવો વિરાગ્ય ધરાવતા હતા. સંગ છેડવાની વૃત્તિ ઘણી તીવ્ર બની ગઈ હતી. કેઈ પણ કાર્ય કરવાની કતૃત્વબુદ્ધિને લેપ થવા માંડ્યો હતો. અને સ્વાત્મમાં જ મગ્ન રહેવાની વૃત્તિએ જોર પકડયું હતું. અને એ પરિસ્થિતિમાં “પ્રભુ પ્રત્યે દીનત્વ,
યમ નિયમ”, “જિનવર કહે છે જ્ઞાન તેને”, “જડ ભાવે જડ પરિણમે ” આદિ તત્ત્વસભર અને અનુભવમૂલક કાવ્યોની તેમના દ્વારા રચના થઈ.
આ જાતની પરિસ્થિતિ જો ચાલુ રહી હોત તો તેમની બાધ તેમ જ આંતર બને પ્રકારની દશા કઈ ઓર જ હોત તેમાં શંકા નથી. પણ વિ. સં. ૧૯૪૮થી તેમનાં કર્મોએ નવું સ્વરૂપ લીધું. જેમ જેમ તેઓ સંસારના બંધનથી છૂટવાના પ્રયત્ન કરતા ગયા, તેમ તેમ તેઓને વધુ ને વધુ ઉપાધિઓ આવતી ગઈ અને તે એટલે સુધી કે ક્યારેક તે તેમને આત્માર્થ છૂટી જવાને ડર પણ લાગી જતો. આવી પરિસ્થિતિ લગભગ વિ. સં. ૧૫ર સુધી ચાલી. પણ તેઓ આવેલાં સઘળાં સંકટને સામને સફળતાપૂર્વક કરીને પાર ઊતર્યા, અને કર્મોને પરાજય આપ્યો. તેમની કર્મો સામેની આ લડત તે તેમના આત્મવિકાસને ત્રીજો તબક્કો. આ તબક્કામાં તેઓ બાહ્ય ગૃહસ્થાશ્રેણી અને આંતરિક નિગ્રંથશ્રેણીનાં હેન્દ્રમાં એવા તે અટવાઈ ગયા હતા કે તેમને પરમાર્થમાર્ગ પ્રકાશવાની ઇચ્છા સાવ ગૌણ કરી નાખવી પડી હતી, એટલું જ નહિ પરિચિત વર્તુળાથી બને ત્યાં સુધી ગુપ્ત રહેવાના તેઓ કામી બન્યા હતા. કારણ કે, નહિતર લોકોને ભ્રાંતિના હેતુ થાય તેવું હતું. પરિણામે તત્ત્વજ્ઞાનને લગતી કે તેમના જ્ઞાનને અનુભવ આપતી કૃતિઓ આ સમય દરમ્યાન ભાગ્યે જ રચાઈ છે.
૩૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૨૧૭. ૪૦. એજન, આંક ૨૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org