________________
શ્રીમની જીવનસિદ્ધિ સમ્યગ્દર્શન થયા પછી શું નથી, અને શું છે તેનું નિર્ણયપૂર્વકનું આલેખન આ વચનમાં જોઈ શકાય છે. અનુભૂતિ વિને આ વચને શું નીકળી શકે ખરાં? આ વચન બતાવે છે કે તેમને સમકિત પ્રગટયું હતું.
આ શ્રદ્ધાનરૂપ સમકિતના પરિણામમાં જે ગુણે ખીલવા જોઈએ તે પણ તેમના જીવનમાં ખીલેલા જોઈ શકાય છે. તેનું સૌથી પહેલું લક્ષણ છે સંસાર તરફની અરુચિ. આ અરુચિ થવાની શરૂઆત શ્રીમને લગભગ વિ. સં. ૧૯૪૧થી થઈ હતી. પણ વિ. સં. ૧૯૪૬માં તે તેમને નિર્ણય થઈ જાય છે કે –
કુટુંબરૂપી કાજળની કેટડના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશે તે પણ એકાંતથી જેટલે સંસારક્ષય થવાનો છે, તેને સામો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે, મેહને રહેવાનો અનાદિકાળને પર્વત છે.”૧૯
અને સંસાર આટલે અકારે લાગતું હોવા છતાં તેમને તેમાં રહેવું પડયું હતું, તે જ તેમને માટે વિષમ પરિસ્થિતિ હતી. સંસારથી છૂટવાને વિચાર પણ તેમણે કર્યો હતો, પણ કાળના અનિષ્ટપણાની બળવત્તરતા આગળ તે વિચારને તેમને મહાખેદની સાથે ગૌણ કરવો પડયો હતો. જુઓ –
જે વિવેકને મહાદની સાથે ગણ કરવો પડયો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરૂપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે.૨૦
આમ આંતરિક નિગ્રંથમાર્ગ ભણું જતી શ્રેણીને તેઓ બાહ્યથી પ્રધાનતા આપી નહોતા શકતા. તેનાથી થતા દુઃખને સમભાવે વેઠી લેવાની દઢતા, સહનશીલતા તેમણે મેળવી લીધી હતી, તે આપણે ઉપરના પત્રથી જાણી શકીએ છીએ.
આમ વિ. સં. ૧૯૪૬ માં સંસાર તરફથી અરુચિને લીધે થતો ખેદ શ્રીમદ સમભાવે વેદી લેવા તત્પર બને છે તે આપણે જોઈ શકીએ છીએ. તેમ કરવામાં તેનો વિચાર એવો હતું કે જે કર્મો પછીથી ભોગવતાં લાંબા કાળ માગે તેને થોડા કાળમાં તીવ્રપણે ભોગવી લેવાં. જેથી કર્મનિવૃત્તિ જલદી થાય. આ પરિસ્થિતિમાં તેઓ પોતાને બોધ આપતા હોય તેવાં વચને પણ જોવા મળે છે, જેમાં તેઓ પોતાને રાગદ્વેષ છેડવાનો, અંતરમાં જ સુખને શોધવાને ઉપદેશ કરે છે.૨ ૧
બીજી બાજુ તેઓ શ્રી રેવાશંકર જગજીવન સાથે ઝવેરાતના ધંધામાં ભાગીદાર તરીકે જોડાય છે. અને એ રીતે સાંસારિક ઉપાધિને વધારો થાય છે. તે ઉપાધિ ગ્રહણ કરવાને હેતુ શ્રીમદે પિતાની રોજનીશીમાં આ પ્રમાણે લખ્યો છે –
૧૯. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક ૧૦૩ ૨૦. એજન, આંક ૧૧૩ ૨૧. એજન, ૫. ૨૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org