________________
પર
શ્રીમની સિદ્ધિ
અને અકામ. સકામ નિર્જરાથી કર્મ છૂટે છે, અને આત્મા પ્રગટ થાય છે, ને નવાં ક બંધાતાં નથી. અકામ નિર્જરામાં જૂનાં કર્મ છ્ત છે, પણ સાથે સાથે રાગદ્વેષ થતાં હાવાને લીધે નવાં કર્મ બંધાતાં જાય છે. આમ ઉદય પ્રમાણે નિર્જરા થતી હોવાને લીધે તેવી નિર્જરાને ઔયિક નિર્જરા પણ કહેવાય છે. આવી ઔયિક નિર્જરા જીવે અનંત વાર કરી છે, પણ તેથી તેનું પારમાર્થિક કલ્યાણુ થયુ... નથી; સકામ નિર્જરા કરે ત્યારે જ કલ્યાણ થાય.
સકામ નિર્જરા સકિત આવે પછી જ થાય છે. તે પહેલાં તા ઔયિક ભાવે જ નિર્જરા થયા કરતી હોય છે, અને તેથી કેાઈ પણ કમ પ્રકૃતિના ક્ષય થયા હોતા નથી, એટલે કે જીવને અન"તાનુબંધી કર્મ હોય છે. આ અન તાનુબંધી કર્મ એટલે શુ? તે વિશે “ વ્યાખ્યાનસાર – ૧’માં આ પ્રમાણે જણાવ્યું છે કેઃ
સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેની અકયતા તે મેાક્ષ. તે સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દન અને સમ્યક્ ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સ’સારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મના અમ ધના હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અખંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હાય તેથી વિમુક્ત થવું જ અનંત સસારથી અત્યતપણે મુક્ત થવું છે, અર્થાત્ મેાક્ષ છે. મેાક્ષથી વિપરીત એવા જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમ જ. વીતરાગના માગે અને તેમની આજ્ઞાએ ચાલનારનુ કલ્યાણ થાય છે. આવેશ જે ઘણા જીવાને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ તે જ અનંતાનુબંધી
કષાય છે.’૩૯
66
આમ અનંતાનુબંધી કષાય વિશે સમજાવવા સાથે તેમાં એ પણ સમજાવ્યું છે કે ક્રોધ, માન, માયા, લેભ આદિ કષાય પણ અનંત સંસાર વધારનાર છે. એ રીતે જોતાં અનંત સ*સાર ભાગવ્યા વિના જીવની નિવૃત્તિ ન થાય. પણ આપણે જાણીએ છીએ તેવા જીવા ઘણી વખત તે જ ભવમાં મેાક્ષ પામ્યાના પણ દાખલા છે. તેથી એમ જણાય છે કે ઉગ્ર તપશ્ચર્યા . આદિથી એ કર્મની નિવૃત્તિ થાય છે, માટે સાચા અર્થમાં તે ક અનંતાનુબંધી નથી. પણ વીતરાગભાવ પ્રતિના ક્રોધાદિ ભાવ તે જ અનંતાનુબંધી કર્યું છે.
આ અનંતાનુબંધી કષાયના નાશ થાય ત્યારે જ સમકિત આવે છે. તે આવે એટલે કર્મની પ્રકૃતિએના એક પછી એક ક્ષય થવા માંડે છે, એ તેના મહિમા છે. અને તે ક્ષય એટલી ઝડપથી થાય છે કે સમિતી જીવને વધુમાં વધુ ૧૫ ભવે મેક્ષ થાય છે; અને જો તેને વમી નાખવામાં આવે તાપણ તે જીવના વધુમાં વધુ અપુદ્ગલપરાવર્તનના સમયમાં મેક્ષ થાય છે. સમકિતનું આટલું બધું સામર્થ્ય હોવાને લીધે તે જેમ બને તેમ જલદી પ્રાપ્ત કરવાની શ્રીમદ્દે ભલામણ કરી છે.
૩૯. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, પૃ. ૭૩૮,
ઃઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org