________________
૫૪૬
શ્રીમદની જીવનસિદ્ધિ છે. લગભગ પાંચ મિનિટ થાય છે, કે દેખાવ દે છે. મારી દ્રષ્ટિમાં તે વારંવાર જોવામાં આવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણ નથી... પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે.
અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે.” આ બધા અનુભવોને કારણે અન્ય જગ્યાએ લક્ષ જવાને બદલે તેમનું લક્ષ સત્સંગ પ્રતિ જ વધારે રહેતું થયું હતું. અને તે મેળવવા તેઓ પુરુષાથી હતા. આ અરસામાં તેઓ પ્રતિમાને માનતા થયા હતા. એટલે કે “જિનપ્રતિમા ”નું પૂજન કરવું તે પણ મોક્ષમાર્ગ પામવા માટે એક સારું અવલંબન છે તેવો તેનો મત થયો હતો. આ સમય પહેલાં તેઓ જિનમાર્ગને સ્વીકારતા હતા, પણ તેમને પ્રતિમાપૂજનમાં શ્રદ્ધા ન હતી. પણ કેટલાક ગ્રંથનાં વાચન અને અનુભવોથી તેમને “પ્રતિમાની સ્થાપના તો શ્રી મહાવીર પ્રભુના સમયથી ચાલી આવે છે” તેવી શ્રદ્ધા થઈ. તેમના એ વિચારોનો ફેલાવો થતાં સ્થાનકવાસી સંપ્રદાયના લોકે તેમની વિરુદ્ધ થયા. તેમને સમજાવવા માટે શ્રીમદે પ્રતિમાની સિદ્ધિ કરતે એક લઘુ ગ્રંથ લખ્યો, પણ કેટલાંક કારણોસર તે પ્રસિદ્ધ ન કર્યો. સત્ય અપનાવ્યા પછી, તેને માટે વર્તતા વિરોધ પ્રતિ શ્રીમદ્દ ઉદાસીન હતા, તે વિશે તેમણે શ્રી જેઠાભાઈ પર લખેલા પત્રો સારે પ્રકાશ પાડે છે. તેમના કષાયભાવ કેટલા મેળા પડ્યા હતા તે, તથા આત્મા પામવાની જિજ્ઞાસા કેટલી તીવ્ર હતી તે તેમનાં વિ. સં. ૧૯૪૪ના આ વદ બીજના એક પત્રમાં લખાયેલાં વચને વાંચતાં જણાશે. તેમાં લખ્યું છે કે –
જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી, કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંતભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું. અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તે પછી જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જેવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જે બંધન રહિત થતું હોય, સમાધિમય દશા પામતે હોય તે તેમ કરી લેવું.
મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજે, તેઓને માટે કંઈ શેક-હર્ષ કરશો નહીં.
આ તમારા માનેલા “મુરબ્બી” માટે કઈ પણ પ્રકારે હર્ષ-શોક કરશો નહિ, તેની ઈચ્છા માત્ર સંક૯૫-વિક૯૫થી રહિત થવાની જ છે, તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બેલાય, તે ભણી હવે જવા ઈચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા સઉપગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે.
પૂર્વકર્મના આધારે તેનું સધળું વિચરવું છે, એમ સમજી પરમ સંતોષ રાખજો,
જ્યાં ત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે; ૮. “શ્રીમદ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ, આંક ૩૨
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org