________________
૫૩૦
શ્રીમની જીવનસિદ્ધિ પિતાને ગુરુ ગણાવી શકાય તેવો – અર્થ કરે છે. આ બધાં તથા તે ઉપરાંતનાં શ્રીમદ્દનાં બીજા વચન વિશેને મુનિ હર્ષચંદ્રજીનો અભિપ્રાય વાંચીએ ત્યારે સહેજે એવી પ્રતીતિ થાય છે કે મુનિશ્રીનાં વચને તટસ્થ દૃષ્ટિથી નહીં પણ દ્વેષથી પ્રેરાયેલાં અને પૂર્વગ્રહ સહિતનાં હોવાથી અંગત આક્ષેપ કરનારાં છે.
“ઉપદેશછાયા”માં ઘણું ઘણું વિષયો વિશે ટૂંકાણમાં સ્પષ્ટતાથી સમજાવેલું છે. તેમાં શ્રીમદના જ્ઞાનનો તથા અનુભવનો ઘણો લાભ વાચકવર્ગને મળી શકે તેમ છે. કેટલાક શબ્દોના સાચા અર્થ, કેટલીક શંકાઓનું સમાધાન, ઘણા પ્રશ્નોના ઉત્તર વગેરે એમાં મળે છે. અને વચ્ચે વચ્ચે આવતાં કથારૂપ દૃષ્ટાંતોથી વાચનને રસ જળવાઈ રહે છે, તેમજ સિદ્ધાંતે સમજવા સહેલા થઈ પડે છે.
ઉપદેશછાયા ”માં રજૂ થયેલા વિચારો શ્રીમદની અન્ય લખાણમાં પણ જોવા મળે છે. તેમના પત્રો, “આત્મસિદ્ધિ”, “મોક્ષમાળા” વગેરે કૃતિઓમાં તે મળી આવે છે. એ બધું સાહિત્ય વ્યવસ્થિત છે, પણ આ વચને તો સત્સંગ વખતે પ્રાસંગિક રીતે નીકળેલાં એટલે એ પ્રમાણમાં ઓછાં વ્યવસ્થિત છે. તેમ છતાં આ વાંચતી વખતે કઈ વસ્તુ કે પ્રસંગ અપૂર્ણ રહી ગયેલ હોય તેવી છાપ પડતી નથી; પણ વિષય ઝડપથી ફરે છે તે જોઈ શકાય છે. તેમના આ જ્ઞાનનો લાભ તેમના અન્ય સાહિત્યમાંથી પણ લઈ શકાય છે. એ દષ્ટિએ “ઉપદેશછાયા”ની કિંમત આજે ઓછી લાગે એ બનવાજોગ છે, પણ આ નેધ અંબાલાલભાઈ માટે તે ખૂબ જ ઉપયોગી નીવડી હશે, કારણ કે તે સમયે શ્રીમદનું સાહિત્ય ઉપલબ્ધ ન હતું, વળી, તેમના સમાગમ વખતે પોતે જ એ વચને ઉતાર્યા હોય એટલે તેમને સમજણ પણ વિશેષ પડે, ને શ્રીમદ સત્સંગ ન હોય ત્યારે એના વાચન-મનનથી તે ખેટ પણ કેટલેક અંશે પૂરી થાય, એ સમજી શકાય છે.
શ્રીમદના સમાગમમાં આવતી વ્યક્તિઓને કઈ કઈ જાતના પ્રશ્ન ઊઠતા હતા, અને શ્રીમદ્દ તેનું સમાધાન કઈ રીતે કરતા હતા, તે પણ આપણે “ઉપદેશછાયા" આદિ દ્વારા જાણી શકીએ છીએ.
* વ્યાખ્યાનસાર – ૧
ઉપદેશનેધ” અને “ઉપદેશછાયા”ની માફક “વ્યાખ્યાન સા૨-૧” એ પણ શ્રીમદે આપેલા ઉપદેશની નોંધ જ છે. વિ. સં. ૧૯૫૪ પપમાં માહ માસથી ચિત્ર માસ સુધીના અરસામાં શ્રીમદ મોરબી રહ્યા હતા, તે વખતે તેમણે કરેલાં વ્યાખ્યાનોની નોંધ કઈ શ્રોતાએ કરી લીધેલી, તે નેંધ “વ્યાખ્યાનમાર-૧” નીચે “શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથમાં પ્રગટ થઈ છે.
અહીં શ્રીમદના ઉપદેશના સંગ્રાહકે ૨૨૨ ફકરાએ પાડ્યા છે. તેમાં મુખ્યત્વે તત્ત્વવિચારણા વિશેને જ ઉપદેશ સંગ્રહાય છે. આત્મા, ધર્મ, સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, ગુણસ્થાનક, કષાય, કર્મ બંધ, નિર્જરા, મોક્ષ, ક્રિયા આદિ અનેક તાત્ત્વિક બાબતો પરના શ્રીમદના વિચારો અહીં રજૂ થયેલા છે. એમાં મુમુક્ષુઓ સમક્ષ આપેલા ઉપદેશને સાર હેવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org