________________
૫૨૮
શ્રીમદની જીવનસિદ્ધિ
માગે છે? આનંદ, કામદેવ આદિ શ્રાવકે ઘરમાં રહ્યા છતાં વ્રતનિયમવાળા હતા કે નહિ ? શું તેઓને જમીન, મકાનમાં મમત્વભાવ નહિ હ ? શું તેઓને કજીઓ કંકાસ થતો નહિ હતો કે ? જે થતું હોય તે તેઓ શ્રાવકો ખરે કે નહિ? જૈન શાસ્ત્રમાં કે મનુષ્યના વ્યવહારમાં જે પ્રવૃત્તિ ચાલતી હોય છે, તેથી બીજી રીતે બોલવું, તે તેઓની અપૂર્વ વાણી છે કે શું? તેઓ કહે છે કે સદગુરુની અપૂર્વ વાણું હેવી જોઈએ, એટલે તેઓ શાસ્ત્રમાં જેમ કહ્યું તેમ કરે તો તેમાં અપૂર્વતા જણાતી નથી. તેઓ જ્યારે શાસ્ત્રથી કાંઈ જુદું જ બતાવે છે, ત્યારે તેમાં લોકો અધિકતા જુએ છે, સંયોગ જોઈ કોઈ વ્યક્તિ એક વસ્તુ – હકીક્ત પ્રચલિત હોય તેને ફેરફાર કરી બીજા રૂપમાં કરે, ત્યારે લોકોને તે વસ્તુની નૂતનતા લાગે છે, અથવા રસિકતા લાગે છે, પણ તે વસ્તુ સત્ય છે, કે ઈમીટેશન – બનાવટી છે, તે વાર્તાનો ખ્યાલ કરવા સમાજને થોભવું આજે ડું પણ ગમતું નથી. ૩૮
ત્રતનિયમ કરવાની સાથે કજિયે, કંકાસ, હૈયાં છોકરાં કે ઘરમાં મારાપણું ન કરવાનો બોધ આપવામાં શ્રીમદને એવો આશય રહેલે જણાય છે કે જે જીવની આંતરિક કક્ષા ઊંચી ન હોય તે વ્રતનિયમથી જે પરિષહ આવે છે તેને કારણે માણસમાં કષાયભાવ વધી જાય છે. આ કષાયભાવ ન વધે તેને ખ્યાલ રાખવા શ્રીમદે અહીં ગર્ભિત રીતે જણાવ્યું છે. ઉપરાંત વ્રત, નિયમ, જપ, તપ, આદિ રાગ અને દ્વેષ ઘટાડવા માટે કરવાનાં છે, તે તેનાથી ઘર, બાળક આદિમાંથી મારાપણું ઓછું થવું જોઈએ. જે રાગ વધુ હોય તો કેવું આવે જ. અહીં રાગદ્વેષથી બચવાનું પણ સૂચન મુકાયેલું છે. જે ત્રતાદિ કરવાથી કષાયાદિ ભાવ વધે તે વ્રતનું આત્માથે નહિવત્ ફળ મળે છે, પુપાર્જન ઓછું થાય છે, ત્યારે બીજી બાજુ કષાય આદિ ભાવના પરિણામરૂપ મેહનીય, અંતરાય આદિનો મોટો કર્મબંધ પડે છે, તેથી પરિણામે લાભ કરતાં હાનિ વિશેષ થાય છે. આ દષ્ટિથી વિચારતાં શ્રીમદના આ વચનમાં યથાર્થતા રહેલી જણાશે. મારાપણું કરવાથી વ્રતનિયમ જતાં નથી રહેતાં, પણ તેનું જેટલું ફળ મળવું જોઈએ તેટલે બીજા કર્મબંધને લીધે મળતું નથી.
શ્રાવક હોવા છતાં ગ્રહવાસમાં પણ આત્માથી જીવ મારાપણું કરતું નથી. તે સમજે છે કે આ બધી અનિત્ય વસ્તુ છે, એ બધાને પોતે એક વખત ત્યાગ કરવાનો છે. પોતે સર્વથી ભિન્ન છે તેની પ્રતીતિ તેના અંતરમાં સદૈવ પડી હોય છે. તેથી અજ્ઞાનીને અન્ય વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે જેવો મેહ હોય છે તેવો જ્ઞાનીને હેત જ નથી. તેઓ સંસારમાં રહે છે છતાં તેમાં મારાપણું માનતા નથી. અને એ કારણે જ તેઓ જ્ઞાની કહેવાય છે. તેઓના કષાય ઘણા મેળા પડી ગયા હોય છે. આનંદ કે કામદેવ એવા શ્રાવક હતા. તેઓને વ્રતનિયમ હતાં અને જે જે ભૌતિક સુખે હતાં તેને તેઓ કર્મના ફળરૂપે તથા પર માનતા હતા, તેથી તેને વ્રત કે નિયમ દ્વારા ત્યાગતા હતા. તે ચીજોમાં અંતરથી લોભ અને બાહ્યથી ત્યાગ એવી બેવડી સ્થિતિ તેમની ન હતી. જેમને કોધ, માન, માયા અને લોભની અનંતાનુબંધી કષાયની ચોકડીનો ક્ષય કે ઉપશમ થાય તેમને જ આત્મદર્શન થાય. આનંદ અને કામદેવ શ્રાવક જ્ઞાની હતા તેમ તે મુનિશ્રી પોતે જ કહે છે. તે સાબિત કરે છે કે તેમના કષા
૩૮. “શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ”, આવૃત્તિ ૨, ૫. ૧૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org