________________
પ૨૬
શ્રીમહની જીવનસિદ્ધિ ઓળખાણ થતી નથી, એથી જે સદગુરુની ઓળખાણ થાય તો તે કેવળી તથા સદંવ બંનેની ઓળખાણ કરાવે. આ અપેક્ષાએ જોઈએ તો સદગુરુમાં જ કેવળી અને સદૈવ તવ આવી જાય છે. કબીરજીના એક દુહો છે જે આ જ ભાવ વ્યક્ત કરે છે.૩૫ આ રીતે વિચારતાં મુનિશ્રીએ કહ્યું તે કેવળી કે સદેવનો અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન શ્રીમદ્દે કર્યો હોય એમ લાગતું નથી. શ્રીમદ્દ પોતે જાહેરમાં આવવા ઈચ્છતા હતા, તેમને ખ્યાતિ પણ જોઈતી ન હતી, તે તે તેમણે વીસ વર્ષની વયે જાહેર ક્ષેત્રને ત્યાગ કર્યો હતે તે જ બતાવે છે. આવી જ જાતના, ટીકાત્મક ઉદગારો મુનિએ “ઉપદેશછાયા ”નાં વચન જેવાં કે, “નિગ્રંથ ગુરુ એટલે પિસારહિત ગુરુ નહિ, પણ જેની ગંથિ છેદાઈ છે એવા ગુરુ. સદગુરુની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગંથિ છેઠવાના ઉપાય છે.”૩૬ વગેરે વિશે કાઢયાં છે, જે બિનપાયાદાર અને મતાગહી લાગે છે.
આ પછી ભાદરવા સુદ છઠના રોજ રાળજમાં અપાયેલા બોધ પાંચમા વિભાગમાં વાંચવા મળે છે. તેમાં શ્રીમદે વછંદ, અહંકાર, લોકલાજ, કુળધર્મ વગેરે કારણથી નહિ પણ સમતાભાવ કેળવવા માટે તપશ્ચર્યા કરવાની ભલામણ કરી છે. જ્ઞાનીની અંજ્ઞા પાળવી, જ્ઞાનીને યથાર્થ ઓળખવા, બાહ્ય વસ્તુને રાગ ઘટાડવા, વૃત્તિઓ સંક્ષેપવી, આંતરક્રિયા તરફ વળવું, જૈનધર્મની ઉત્તમતા વગેરે વિશે સામાન્ય માણસે આગળ વધવા શું કરવું જોઈએ તે લક્ષ રાખીને આ ઉપદેશ અપાય છે. આથી એવું અનુમાન થઈ શકે કે તે વખત તેમને શ્રોતાવર્ગ આધ્યાત્મિક રીતે બહુ આગળ વધેલા નહિ હોય.
છઠ્ઠા વિભાગમાં મિથ્યાત્વનો ત્યાગ કઈ રીતે થાય, રાત્રિભેજનના ગેરફાયદા, જ્ઞાનીનું વર્તન, ઈન્દ્રિયસંયમ, મુનિના આચાર, સંસારત્યાગનું મહત્ત્વ વગેરે વિશેની સમજણ; મુમુક્ષ તરફથી થયેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર, તથા સત્સંગના રંગની વિશેષતા માટે મીરાંબાઈનું દૃષ્ટાંત, પંચમકાળના ગુરુનાં લક્ષણ દર્શાવતું દષ્ટાંત વગેરેને સમાવેશ થયે છે. આ તથા અન્ય વિભાગો વાંચતાં એ ખ્યાલ આવે છે કે અન્ય મુમુક્ષુઓ સાથે શ્રીમદ્ વાર્તાલાપ કરતા હોય તે વખતે સામાન્ય વાતચીત કરતા હોય તે જ રીતે દૃષ્ટાંતે, બેધવચન વગેરે તેમના મુખમાંથી અનાયાસે નીકળતાં હશે, કારણ કે વ્યાખ્યાન કે ઉપદેશ આપવાને કઈ ચોકકસ સમય તેમણે રાખ્યા ન હતા, એટલું જ નહિ એવા ઉદેશથી તેઓ બેલતા હોય તે વિષયવિચારણું કમબદ્ધ આવે, એવું અહીં નથી, તેથી એમ જણાય છે કે જેમ જેમ પ્રસંગ ઊભે થયો હશે તેમ તેમ શ્રીમદ્દના મુખમાંથી વચના નીકળતાં હશે.
આ જ પ્રમાણે સાતમા વિભાગમાં પણ તેઓએ સંકલ્પવિકલ્પ મૂકવા, માયાથી બચવું, ત્યાગ ઉપર લક્ષ રાખવું, નિષ્કામ ભક્તિ કરવી, મતમતાંતરથી દૂર રહેવું વગેરે ૩૫. કબીરછનો દો બહુ પ્રચલિત છે : “ગુરુ ગોવિંદ દેને ખડે, કાંક લાગું પાય ?
બલિહારી ગુરુ આપકી, છન ગેવિંદ દીયા દીખાઈ. ” ૩૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, પૃ. ૬૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org