________________
૫૦૨
શ્રીમની જીવનસિદ્ધિ
તે
આ એક જ ફકરામાં સમ્યગ્દર્શન એટલે શું, તે કેાને પ્રાપ્ત થાય, કચારે થાય, થાય ત્યારે શું થાય, તે પછી શું થાય વગેરે વિશે તેમણે જણાવી દીધું છે. તેથી જ તેા આ લખાણ તેમની સઘન શૈલીના એક ઉત્તમ નમૂના બની રહે છે.
તે પછી સત્પુરુષના ગુણ્ણા એવી જ સઘન શૈલીમાં જણાવી, તેમને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર કર્યા છે, અને એ દ્વારા સત્પુરુષનું માહાત્મ્ય, તેમના ઉપકાર આદિ પ્રત્યક્ષ કરાવી દીધાં છે. આ સત્પુરુષ જન્મ, જરા, મરણના નાશ કરે તેવા ઉપદેશના દાતા છે, સમ્યગ્દર્શનને આપે તેવાં છ પદને પ્રકાશિત કરનારા છે, માત્ર પરમા હેતુએ જ મા દર્શન કરનારા અને કાઈમાં પણ પ્રીતિ કે માન ધરાવનાર નથી, એવા વિવિધ ગુણા શ્રીમદ્દે બતાવ્યા છે. તેવુ' એક વચન જુએ
:
“જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થ કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મમાધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું' છે, તે ભક્તિ અને તે સત્પુરુષોને ફરી ફ્રી ત્રિકાળ નમસ્કાર હા !’૩૬
અહીં શ્રીમદ્દે સદ્ગુરુનું તથા તેમણે પ્રણીત કરેલી ભક્તિનું માહાત્મ્ય અને તેનુ ફળ એકસાથે જણાવી દીધાં છે. આ આખા પત્ર પર ઊંડાણથી વિચાર કરવામાં આવે તે સમજાશે કે એમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય તેવી વિચારણા મૂકી છે. આમ આત્માનાં છ પદ, મેાક્ષમાર્ગ, સદ્ગુરુનું માહાત્મ્ય બતાવી આ પત્ર તેમણે પૂર્ણ કર્યા છે. જે કાઈ મુમુક્ષુ વાંચે તેને પરમા માર્ગમાં સહાયરૂપ થાય એવા આ પત્ર છે. આ પત્રની શ્રી લલ્લુજી મહારાજ પર કેવી અસર થઈ હતી, તે વિશે તેમણે જણાવ્યુ હતું કે —
“ એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતા દૂર કરાવનાર છે, ન ઊભા રહેવા દીધા હુ'ઢીયામાં, ન રાખ્યા તામાં, ન વેઢાંતમાં પેસવા દીધા. ફાઈ પણ મતમતાંતરમાં ન પ્રવેશ કરાવતાં માત્ર, એક આત્મા ઉપર ઊભા રાખ્યા. એ ચમત્કારી પત્ર છે. જીવની યાગ્યતા હાય તો સમ્યકૃત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવા એ અદ્ભુત પત્ર છે. ’૩૭
આનંદઘનજીની સ્તવનાવલિ ” - વિવેચન૩૮
<<
શ્રીમદ્ રાજચ`દ્રની પહેલાં ખસા વર્ષે થઈ ગયેલા યાગીશ્રી આનદધનજીએ ચાવીસ તીથ કરની સ્તુતિ કરતાં ૨૪ કાવ્યા લખ્યાં છે, જે “ આનંદચેાવીશી ” કે “ આનંદઘનજીની સ્તવનાવલિ”ના નામે જાણીતાં છે. પ્રત્યેક સ્તવનમાં એક એક તીથંકરના ગુણાનુવાદ છે.
૩૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૪૯૩, પૃ. ૩૯૫.
66
૩૭, શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ', આવૃત્તિ, ૪, પૃ. ૧૫૧. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, પૃ. ૫૭, આંક ૭૫૩,
૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org