________________
૧૦. મકાણું બધ-શ્વનાઓ
પ૦૬ વચનથી જણાય છેઃ “એકેન્દ્રિય જીવમાં વનસ્પતિમાં જીવવા સુપ્રસિદ્ધ પ્રસિદ્ધ છે, છતાં તેનાં પ્રમાણે આ ગ્રંથમાં અનુક્રમે આવશે. ૫૦
એ જ પ્રમાણે “શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથમાં અંક ૭૬૦, ૭૬૪, ૭૬પ વગેરે નીચે કઈ ગ્રંથ વિશેન શ્રીમલિખિત અતિ સંક્ષિપ્ત મુદ્દાઓ પ્રગટ થયા છે, તે જોતાં પણ
મોક્ષમાર્ગ”નું સ્વરૂપ, નવ તત્વ, છ દ્રવ્ય આદિનું નિરૂપણ કરતા વિશાળ ગ્રંથ લખવાની તમની યોજના હોય તેમ જણાય છે. આમ આપણે જોઈએ તો કોઈ મહાન ગ્રંથ લખવાના પ્રયાસરૂપ મુદ્દા, પ્રારંભિક લખાણ વગેરે ૧૫૩ની સાલમાં ગદ્યમાં લખાયેલ જોઈએ છીએ, પણ તે બધા પ્રયાસે અપૂર્ણ જ રહેલા છે; તે પછી કઈ એ ગ્રંથ રચાયે કે પ્રગટ થઈ શક્યો નથી. તેમ થવામાં તેમની ઉદાસીનતા, બાહ્યપ્રવૃત્તિ વગેરે કારણભૂત બન્યાં હશે તેવું અનુમાન થઈ શકે.
સુવચનો
વિ. સં. ૧૯૪૫ પછી શ્રીમદે માત્ર સુવચને જ લખ્યાં હોય તેવા ત્રણ આંક શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં જોવા મળે છે. ૨૦૦ આંક શ્રી મણિલાલ સેભાગભાઈ ઉપર લખાયેલ છે, ૪૬ ૬ આંક શ્રી લલ્લુજી મહારાજ ઉપર લખાયે છે અને ૬૦૯ આંક કોને લખાય છે તે જાણી શકાતું નથી.
આત્મા દુઃખ શા માટે થાય છે ત્યાંથી શરૂ કરી તે દુઃખમુક્ત કઈ રીતે થાય તે વિશેની કમસર વિચારણુ શ્રીમદ્દ વિ. સં. ૧૯૪૭ના માહ સુદમાં કરી છે, જે આંક ૨૦૦ નીચે પ્રગટ થયેલ છે. તેમાં ૧૪ વચનોને સમાવેશ થાય છે. જીવ પોતાને ભૂલી ગયા છે તેથી, અજ્ઞાનથી, તે દુઃખી છે. એ અજ્ઞાન ટળે તે સુખ થાય. જ્ઞાનીની ઉપાસના કરી, તેની આજ્ઞાએ વર્તે તે તેનું અજ્ઞાન ટળે. જ્ઞાનીને કોઈ પોતાની ભક્તિ કરે તેવી ઈચ્છા હોતી નથી, પણ જીવને પોતાનું અજ્ઞાન ટાળવાને, સ્વછંદ મટાડવાને, “જ્ઞાનીની ભક્તિ અને તેની આજ્ઞાએ વર્તન” એ જ એક સટ ઉપાય છે. તેમાં પણ પ્રત્યક્ષ જ્ઞાનીનો તે ઘણું ઉપકાર છે, તેની આજ્ઞા જીવ યથાયોગ્ય પાળે તે અંતરમુદ્રમાં તે તે કેવળજ્ઞાન પ્રગટાવી શકે એટલી બધી સમર્થતા જીવમાં તથા જ્ઞાનીની આજ્ઞાનું પાલનમાં રહેલી છે. આમ જ્ઞાનમાર્ગની શ્રેણી શ્રીમદ્ આ વચનાવલીમાં ક્રમબદ્ધ રીતે રજૂ કરી છે. એમાં કાં સચોટ વાક્યો છે, અને શ્રીમદ્દે થોડામાં ઘણું જણાવી દીધું છે. વીસ વર્ષની ઉમર પહેલાં શ્રીમદે લખેલાં સુવચનને મળતાં આ વચન છે. પણ આ વચનોની વિશેષતા એ છે કે બધાં વચને સ્વતંત્ર રીતે વાંચતાં સમજી શકાય એવાં હોવાની સાથોસાથ એ વચના વરને કમિક સંબંધ પણ સ્પષ્ટતાથી જોઈ શકાય છે; ઉદાહરણ તરીકે:
“જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ સંભવતી નથી.”
૫૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૫૮૩. આંક ૭૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org