________________
૧૦. મકાણુ ગદ્ય-રચનાઓ
વચના મુખ્યત્વે માક્ષમાર્ગનું નિરૂપણ કરે છે, વ્યવહારનીતિ આદિનું કે બીજા સિદ્ધાંતાનું તેમાં નિરૂપણુ નથી. શ્રીમદ્ વીસ વર્ષની વય પહેલાં લખેલાં વચના માટે ભાગે પેાતાને સાધીને લખેલાં છે, અને વળી નીતિ, વ્યવહાર, ધર્મ વગેરે અનેક વિષયને તથા સ્ત્રી, પુરુષ, મુનિ, ગૃહસ્થ, કુમારી, વિધવા, બ્રહ્મચારી આદિ ભિન્ન ભિન્ન અવસ્થાને અનુલક્ષીને લખાયેલાં છે તેવું કંઈ આ વચનામાં નથી. આ વચના કોઈ પણ વિવેકી આત્માને મોક્ષમાર્ગ મેળવવા માટે ઉપયેગી થાય તેવાં છે; જાતિ કે વેશના ભેદને લીધે તેનું ઉપયાગીપણું ટળે તેમ નથી.
આપણે જોઈ શકીશું કે શ્રીમદ્ને વીસ વર્ષની વય પછી ગદ્ય લખાણુ ઘણુ કર્યું. હાવા છતાં સુસ‘કલિત, પૂર્ણ અને સાહિત્યિક મૂલ્યવત્તાવાળું ગદ્ય લખાણ બહુ જ અલ્પ મળે છે. પત્રો તો તેમણે ઘણા લખ્યા છે, પણ તે બધા આત્માર્થે લખાયેલા છે. ડાયરી આદિ પણ વિચારાના ટાંચણરૂપે છે, અને અન્ય ગ્રંથા, લેખા કે અનુવાદો લખવા તેમણે ચાલુ કર્યા હતા, તેમાંથી એક પણ પૂર્ણ થઈ શકેલ નથી. તેમ છતાં જે કંઈ લખાણ મળે છે તે કેવળ ગદ્યશૈલીની દૃષ્ટિએ તપાસીએ તેપણુ જણાશે કે તેમનુ ગદ્ય સરળ, સબળ, વિશદ, પ્રાસાદિક અને ભાવવાહી છે. અની દુર્ગંધતા આવતી હાય, વિચારાની ક્લિતા જણાતી હાય, તેવુ' કયારેય બનતું નથી. ઊલટાનુ· સરળ, સચાટ, ચિત્તને વિચાર કરતું કરી મૂકે તેવી પ્રેરકશક્તિવાળું તેમનું ગદ્ય છે. તેમની વાણી સમથ, વેગવ'તી, મિષ્ટ-મધુર અને કર્ણપ્રિય હતી, તેમ તેમના સમાગમમાં આવનાર દરેક જણાવે છે. એ જ રીતે તેમનુ” ગદ્ય પણ સમર્થ, વેગવંતુ, મિષ્ટ-મધુર અને હૃદયપ્રિય છે એમ તેના વાચક જરૂર કહી શકે. આ બધા સાથે લાઘવના ગુણ પણ તેમાં જોવા મળે છે. તેમને જે કહેવાનુ છે તે તે માટે ભાગે સક્ષેપમાં છતાં વિશદતાથી જણાવી દે છે. એટલે કે તેમના ગદ્યલખાણમાં ખાટા વિસ્તાર સધાયે હાય તેવુ' જણાતુ' નથી. એક-એ ઉદાહરણ જોઈ એ
--:
“ જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતાર્માણરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારાતા પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તે તે મનુષ્યપણાના એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જો દહામાં જ તે મનુષ્યપણું વ્યતીત થયુ તા તા એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિસ‘દહ દેખાય છે.૫૪
૫૧૧
૫ ચમકાળને નામે જૈન ગ્રંથૈા આ કાળને ઓળખે છે; અને કળિકાળને નામે પુરાણ ગ્રંથા એળખે છે, એમ આ કાળને કઠિન કાળ કહ્યો છે. તેના હેતુ જીવને ૬ સત્સંગ અને સત્શાસ્ત્ર ’ ને! દ્વેગ થવા આ કાળમાં દુર્લભ છે, અને તેટલા જ માટે આ કાળને એવું ઉપનામ આપ્યુ છે.’૫૫
આવાં અનેક ઉદાહરણામાં શ્રીમના ગદ્યના લાઘવ અને વિશદતાના ગુણ નજરે પડે છે. પણ તેમના લખાણમાં ઘણી વખત પુનરુચ્ચારણ-દોષ પણ જોવા મળે છે. તેમણે જે
"C
૫૪. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ આંક ૭૨૫, પૃ. ૫૬૧.
૫૫, એજ, પૃ. ૨૭૫. આંક ૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org