________________
૧૦. શ્રીમદના ઉપદેશની લેવાયેલી ને
લગભગ આ જ જાતની નોંધ આપણને ૩૬ મા વિભાગમાં જોવા મળે છે. તે પણ શ્રીમદ્દના ઉપદેશમાંથી જ કોઈ મુમુક્ષુએ તારવેલી છે. અને તેની શરૂઆતમાં સંન્યાસી, ગોસાંઈ અને વ્યક્તિ વિશે સુંદર વ્યાખ્યા આપેલી છે; જુઓ –
“સર્વ વાસનાનો ક્ષય કરે તે સંન્યાસી, ઈન્દ્રિયોને કાબૂમાં રાખે તે ગોસાઈ સંસારને પાર પામે તે યતિ (જાતિ).૧૮
૩૪ મા વિભાગમાં સત્ય વિશે લઘુલેખ અપાયો છે. તેમાં સત્ય એટલે શું? સત્યના પ્રકાર, તે પ્રકારની યથાર્થતા સમજાવતાં દૃષ્ટાંત, કષાયો મેહનીયના અંગભૂત છે, તેના ક્ષયથી જ જ્ઞાનાવરણાદિનો ક્ષય થાય છે, અને તે પછી જ પરમાર્થ સત્ય બોલી શકાય છે. કષાયોને ક્ષય કરવાના ઉપાય, સાચે મુનિ કોણ? વગેરે બાબતોની સમજણ અહીં અપાયેલી છે. તેમાં સત્યના પરમાર્થ અને વ્યવહાર એમ બે પ્રકાર બતાવ્યા છે. વ્યવહારસત્યના પણ બે વિભાગ કર્યા છેઃ સર્વથા પ્રકારે અને દેશથી. એ બધાનાં દૃષ્ટાંત પણ અહીં અપાયાં છે. અને અંતભાગમાં ગૃહસ્થ દેશથી સત્ય વચન બોલવું જોઈએ તે કયા પ્રકારે તે વિશે લખ્યું છે કે –
કન્યા લીક, મનુષ્ય સંબંધી અસત્ય, ગોવાલીક, પશુસંબંધી અસત્ય; ભૌમાલીક, ભૂમિસંબંધી અસત્ય, ખોટી સાક્ષી, અને થાપણમૃષા એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થળ પ્રકાર છે. આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યફ સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાને નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા ગ્ય છે.”૧૯
છ દર્શનમાં જૈનધર્મ શા માટે ઉત્તમ છે અને તેમ હોવા છતાં લોકે અન્ય દર્શન પ્રત્યે શા માટે આકર્ષાય છે, તે દર્શાવવા તેમણે વદનું દષ્ટાંત આપ્યું છે. જુદી જુદી કક્ષાના છ વૈદો છે, તેમાંથી એકની ચિકિત્સા કરવાની શક્તિ અદ્દભુત છે, સાથે સાથે ઔષધે પણ એવાં જ અસરકારક છે, તેથી તેની પાસે જનાર રેગી એકદમ તંદુરસ્ત થઈને આવે છે. પણ તેની ફી ભારે છે. બીજા વૈદો પાસે થોડીઘણી ચિકિત્સાશક્તિ અને અમુક પ્રમાણમાં સારાં ઔષધે છે. તેથી તેની પાસે જનાર રેગી સંપૂર્ણ તંદુરસ્ત ન થતાં જેટલા પ્રમાણમાં ઔષધે સારાં તેટલા પ્રમાણમાં નીરોગી બને છે. પણ આ વૈદની ફી પહેલાના પ્રમાણમાં ઘણું ઓછી છે તેથી લોકો એના તરફ વધુ આકર્ષાય છે. એવું જ ષડ્રદર્શનની બાબતમાં છે. વીતરાગદર્શન એ સંપૂર્ણ દર્શન છે, પણ તેમાં પાળવાના નિયમ ઘણું કડક છે, તેથી લોકોને આકરું લાગે છે – જેમ કડવું ઔષધ પીવું આકરું લાગે તેમ. તેથી તેઓ સંપૂર્ણ નીરોગી થવાનો લોભ છેડી દે છે. બીજા દશનોમાં અમુક સાચું અને અમુક કલ્પિત આવે છે, પણ ત્યાંના નિયમોની શિથિલતાને લીધે અમુક લોકોને સારું લાગે છે. આ બધું સુંદર રીતે સમજાવાયેલ છે. ૨૦
૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬ ૭૮ ૧૯. એજન', 'પૃ. ૭૭. ૨૦. એજન, પૃ. ૬૭૭-૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org