________________
શ્રીમદની જીવનસિદ્ધિ
શ્રી મહીપતરામ રૂપરામ જૈનધર્મને લેકોની અગતિ કરાવનાર ગણાવતા હતા, તેમની પાસે એક પ્રસંગે વાર્તાલાપ દ્વારા શ્રીમદે જૈનધર્મને લોકોની ઉન્નતિ કરાવનાર કબૂલ કરાવ્યો હતો, તે સમયનો રસિક વાર્તાલાપ પણ મનસુખભાઈની નોંધમાં છે.૧૬ તેમાંથી તેઓ બંનેની સરળતા તથા સત્ય જલદી સ્વીકારી લેવાન ગુણ તરત નજરે તરી આવે છે.
સારી વસ્તુ સર્વ ઠેકાણેથી ગહણ કરવાના ગુણ તથા મતમતાંતરમાં ન પડવાની શ્રીમદની રીતિ કબીર, નરસિંહ આદિના પદોમાંથી તેમણે આપેલાં અવતરણ પરથી જોઈ શકાય છે. તેઓ માત્ર જૈનધર્મન જ ગ્રહીને એકાંતવાદી બન્યા હોત તો તેઓ સર્વનું સારું સ્વીકારી શકત નહિ. તેઓ જાતિવેશના ભેદમાં માનતા ન હતા. તેમનાં વાણી, વર્તન સર્વ એકરૂપ હતાં. તેમની આ નીતિને પરિણામે તેઓ પ્રતિમાને પણ માનતા, પ્રતિમાની પૂજા કરતા, અને બીજાને તેમ કરવા ભલામણ પણ કરતા.૧૭ એ બધું આ પગે અહી જાણ શકીએ છીએ.
શ્રી ત્રિભુવનભાઈ એ મન:પર્યવજ્ઞાન, પાંચ ઇન્દ્રિયોના વિષયને ત્યાગ, વ્રત, મોહકષાય તથા મોક્ષમાર્ગની આસ્થા અને શ્રદ્ધા વિશેના વિચારો ઉતારી લીધા છે. જેમ જેમ મતિજ્ઞાનની નિર્મળતા વધતી જાય તેમ તેમ આત્માનું સંયમપણું આવે છે. અને તેથી મન:પર્યવજ્ઞાન પ્રગટે છે, તેમાં પારકાના મનના ભાવ જાણું શકાય છે. પાંચ ઇંદ્રિયના વિષયેને સતત મેળા પાડવા પ્રયત્ન કરતા રહેવા અહીં ભલામણ કરાઈ છે, કારણ કે તેમ કરવામાં ન આવે તે ચોગ્ય સમયે કષાયનો ત્યાગ થઈ શકતું નથી. અને એ ન થાય તે આત્મામાં સંયમપણું આવી શકતું નથી. કષાયને ત્યાગ કરવા વ્રત ઉપયોગી છે. પણ તે જ્ઞાનીની આજ્ઞાએ કરવાં, નહિતર તેમાં મેળ પડી જવાય છે. વ્રતને ભંગ થાય છે, તેવી સમજણ અહીં અપાયેલી છે. આ પછી મેહકષાયના સંબંધમાં કોધ, માન, માયા અને લાભ એ ક્રમ કઈ અપેક્ષાથી રખાયો છે તે તેમણે સમજાવ્યું છે. અને તે પછી જ્ઞાનીઓએ બતાવેલા. મોક્ષમાર્ગમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવા ભલામણ તેમણે કરી છે. આમ શ્રી ત્રિભોવનભાઈની નોંધમાંથી શ્રીમનાં કેટલાંક મંતવ્યો જાણવા મળે છે.
ઉપદેશનાંધ”ના ૩૨મા વિભાગમાં “સૂયગડાંગસૂત્ર”ના ૮મા અધ્યયનની બે ગાથાના અર્થ વિશે કોઈને શંકા થતાં, તે વિશેનું સમાધાન આપેલું છે. કઈ અપેક્ષાથી કર્યો અર્થ લેવાનો છે તેની સાચી સમજણ અહીં મળે છે.
તે પછી માણસે નિત્યક્રમ તરીકે શું શું કરવું જોઈએ તેની યાદી આપેલી છે. તેમાં સવારે અને રાત્રે એમ બે વખત થયેલા દોષોની ક્ષમા માગવી, અર્થાત્ પ્રતિક્રમણ કરવું, ૪ ઘડી સુધી સશાસ્ત્રનું અધ્યયન કરવું કે પુરુષના સમાગમમાં રહેવું, એક ઘડી “ પરમગર” અને “સર્વજ્ઞદેવ”ની પાંચ પાંચ માળા ઉપરાંત પુરુષેનાં વચનનું રટણ કરવું, સાત વ્યસનોનો ત્યાગ કર, રાત્રિભેજનો ત્યાગ કરવો, રસનેન્દ્રિય પર કાબૂ રાખવો, પરિગ્રહનું નિયમન કરવું, બ્રહ્મચર્ય પાળવું વગેરે નિયમે બતાવ્યા છે. તેમાંથી જેટલે અંશે પાળી શકાય તેટલે અંશે લાભ થાય. અહીં શ્રાવકને યોગ્ય આચારો જણાવાયા છે, સાધુ માટે તેથી પણ કડક નિયમે જૈન ધર્મમાં દર્શાવાયા છે.
૧૬-૧૭. “શ્રીમદ્ રાજચં”, અગાસ આવૃત્તિ ૧, . ૬૬ ૪ થી ૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org