________________
શ્રીમની જીવનસિદ્ધિ જ્ઞાનની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી ભક્તિમાં જોડાય.૫૧ . એ વચનની સાથે સંબંધ ધરાવે છે, અને તે વચન પણ તે પછીનાં વચન સાથે સંબંધ ધરાવે છે. આમ પ્રત્યેક વચનને સાંધતા તાર આ વચનાવલીમાં જોઈ શકાય છે. ' વિ. સં. ૧૯૪હ્ના ભાદરવા માસમાં શ્રીમદે શ્રી લલ્લુજી મહારાજને વિચારવા અર્થ કેટલાંક વચને એક પત્રમાં લખી મોકલ્યાં હતાં.૫૨ તેમાં ધર્મમાં શ્રદ્ધા કરવી, ધર્મ આપનારને ઉપકાર ગણવ, એ ધર્મ આપનાર જ્ઞાની છે કે નહિ તેની પૂરી ખાતરી કરવી, પ્રત્યક્ષ ગુરુને કે ઉપકાર છે વગેરે સામાન્ય રીતે ઉપયોગી થાય તેવાં વચનો લખ્યાં હતાં. પણ આ વચને વાંચતાં એટલી ખાતરી તે થાય જ છે કે, આ બધાં વચને અનુભવમૂલક છે; જેમ કે –
જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જે કરવું બાકી રાખ્યું છે.”
જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયે હોય તે સત્સંગમાં સાંભળેલ શિક્ષાબંધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષ તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાને પ્રસંગ બીજા જીને આવે નહિ.૫૨
આ ઉપરાંત આંક ૬૦૯ નીચે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં કઈ મુમુક્ષને મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવતાં કેટલાંક વચન લખાયેલાં ઉપલબ્ધ થાય છે. તેમાં મોક્ષ એટલે શું? તે કઈ રીતે મળે? તે મેળવવા માટે સત્સંગની જરૂર, સત્સગનું માહાભ્ય, જીવમાં કેવા કેવા દો. પ્રર્વતે છે વગેરે વિશેની વિચારણા અહીં આપી છે. આ બધાં વચને વિશે શ્રીમદ્ અંતમાં લખ્યું છે કે –
* સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મમક્ષ પોતાના આત્માને વિશે નિરંતર પરિણમી કરવા ગ્ય છે; જે પિતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.”૫૩
આ બધા ઉપરાંત તેમના પત્રોમાં તેમ જ તેમની અન્ય કૃતિઓમાં ઠેકઠેકાણે સવચનો મળે છે. પણ તે બધાંને અહીં સમાવેશ કર્યો નથી.
તેમણે હખેલાં આ બધાં વચનની વિશેષતા એ છે કે તે બધાં વચને સૂત્રાત્મક શૈલીમાં નહિ, પણ ઉપદેશાત્મક શૈલીમાં લખાયેલાં છે; જ્યારે વીસ વર્ષની વય પહેલાં તેમણે રચેલાં નીતિવચનો સૂત્રાત્મક છે. આ વચનનું બીજુ લક્ષણ એ જોવામાં આવે છે કે તે બધાં
૫૧. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ આવૃત્તિ, પૃ. ૨૬૨, આંક ૨૦૦ પર. એજન, પૃ. ૩૮૨, આંક ૪૬ ૬. ૫૩. એજન, પૃ. ૪૭૦, આંક ૬૦૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org