________________
પ્રકરણ ૧૧. શ્રીમદ્દના ઉપદેશની લેવાયેલી નોંધે
શ્રીમદ રાજચંદ્રનું લગભગ બધું જ સાહિત્ય – લખાણ મુદ્રિત થયેલું છે. અને થોડાક ધર્મેતર વિષયોની ગદ્યરચનાઓ સિવાયનું બધું જ સાહિત્ય “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં સંગ્રહીત કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રીમના સાહિત્માં તેમણે પ્રસંગોપાત્ત આપેલા સદુપદેશની નેધ કેટલાક મુમુક્ષુએ ઉતારી લીધેલી, તેના આધારે “ઉપદેશનેધ”,
ઉપદેશછાયા” અને “વ્યાખ્યાન સાર-૧ અને ૨” નામના વિભાગે પણ આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે, તે વિશે આપણે અહીં જોઈશું.
આ ચારે વિભાગમાંનું લખાણ મૂળ શ્રીમદના હસ્તાક્ષરનું નથી, પરંતુ તેમના સમાગમમાં આવનાર મુમુક્ષુઓએ શ્રીમદ્દ તરફથી થયેલા બંધને પિતાની સ્મૃતિના આધારે ઉતારી લીધેલ, તેની નૈધે છે. સ્મૃતિના આધારે ઉતારી લેવાયેલાં આ લખાણની ભાષા શ્રીમનાં લખાણની ભાષા સાથે સરખાવતાં તેમાં ખાસ કંઈ ફેર જોવા મળતો નથી. લગભગ શ્રીમદ્દની જ કહી શકાય એવી આ ભાષા છે શ્રીમદ્દના અંતેવાસી કેટલાક મુમુક્ષુઓને શ્રીમદ્ તરફ એટલે બધે પૂજ્યભાવ હતો અને તેમનાં વચનોમાં એટલી બધી શ્રદ્ધા હતી કે શ્રીમદ જે કંઈ બોલતા તે તેઓ ખૂબ ચીવટપૂર્વક અક્ષરશઃ પોતાની સ્મૃતિમાં ધારણ કરી લેતા અને તરત જ ભાષામાં તે ઉતારી લેતા. ક્યારેક આવી ઉતારી લીધેલી નોંધ તેઓ શ્રીમદ્દને બતાવી પણ જેતા, અને શ્રીમદ તેમાં કયારેક આવશ્યક સુધારા પણ કરી આપતા. આમ આ બધાં લખાણમાં વિચારો શ્રીમના જ છે એટલું જ નહિ, બીજાને હાથે સ્મૃતિના આધારે ઉતારાઈ લેવાયેલાં તે વચનની ભાષા પણ લગભગ શ્રીમદ્દની જ છે એમ કહી શકાય.
શ્રીમદ્દનાં વચનોની આવી રીતે લેવાયેલી ધમાં વહેલામાં વહેલી નેંધ આપણને વિ. સં. ૧૯૫૦ની મળે છે. અને આવી નોંધ મેડામાં મેડી વિ. સં. ૧૯૫૭ સુધીની એટલે કે શ્રીમદના અંતસમય સુધીની મળે છે. આમ આ નોંધનો ગાળે ૭ વર્ષ જેટલું લાંબા થવા જાય છે પરંતુ તે વચને વાંચતાં શ્રીમદ્દના વિચારમાં કોઈ જાતનું પરિર્વતન થયું હેય તેમ જોવા મળતું નથી, તેમણે જે વિચારો પહેલાં પ્રદર્શિત કર્યા હતા તે છેવટ સુધી કાયમ જ રહ્યા હતા. આ બીના શ્રીમદ્દના વિચારોની પરિપકવતા તથા કોઈ પણ અભિપ્રાય પૂરેપૂરે વિચાર કર્યા પછી, બરાબર લીખીને જ વ્યક્ત કરવાની તેમની પદ્ધતિને ખ્યાલ આપે છે.
આ નેમાં અંગત બાબતે, ગ્રંથ વિશેની બાબતે, પ્રશ્નોત્તરી, કેટલાક સિદ્ધાંતની વાતે, વગેરેનો સમાવેશ થતો હોવાથી તેમાં વિષયવૈવિધ્ય પણ સારા પ્રમાણમાં રહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org