________________
૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી ને
૫૧૫
ઉપદેશનોંધ 1
શ્રીમદ્દના પરિચયમાં આવનાર શ્રી મનસુખભાઈ કીરતચંદ, શ્રી ત્રિભોવનભાઈ, અંબાલાલભાઈ વગેરેએ પિતાને શ્રીમદ્દ તરફથી સાંભળવા મળેલાં વચને નોંધી લીધાં હતાં, જે પાછળથી “ઉપદેશનેધ” તરીકે પ્રગટ થયેલ છે.
વર્ષના અમુક મહિના શ્રીમદ્ મુંબઈની બહાર આણંદ, વડવા, ખંભાત, કાવિઠા, મોરબી વવાણિયા, વઢવાણ, નડિયાદ, સાયલા, ખેડા વગેરે સ્થળોએ નિવૃત્તિ અથે રહેતા. તે વખતે તેઓ તેમના સમાગમ માટે આવનાર વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરતા કે બોધ આપતા. આમાંથી આવી વ્યક્તિઓએ પોતાની સ્મૃતિના આધારે ઉતારી લીધેલ બાધ તે ઉપદેશનાંધ” તરીકે સચવાયેલ છે.
ઉપદેશનાંધ”ના ૪૧ વિભાગ કરવામાં આવ્યા છે. તેમાં જુદી જુદી વ્યક્તિઓને થયેલા શ્રીમદના પરિચય અંગેની તથા ઉપદેશની નૈધ જોવા મળે છે. વળી, સમયની દષ્ટિએ જોઈએ તો તે વિ. સં. ૧૯૫૦થી ૧૯૫૭ સુધીનો સાત વર્ષ જેટલો લાંબે ગાળો છે. એટલે કે શ્રીમદ્દનાં અંતિમ વર્ષોમાં અપાયેલ આ બધ છે.
અનેક વિષયો પરત્વેના શ્રીમદના વિચારે આમાં વ્યક્ત થયા છે. તેમાં તત્કાલીન પ્રસંગે વિશેનાં, ગ્રંથ વિશેનાં, વ્યક્તિ વિશેનાં, પદ્ય, સ્તવને કે લોકેની સમજણ આપતાં દષ્ટાંત આપતાં, એમ વિવિધ વિષયો પરનાં તેમનાં વચનનો સમાવેશ થયેલ છે. કેટલીક વખત કબીર, નરસિંહ, અખાજી આદિની પદ્યપક્તિઓ પણ તેમાં ટાંકેલી જોવા મળે છે.
શ્રી મનસુખભાઈ એ કરેલી નોંધમાં વિવિધતા પણ છે. તેમાં તેમની અંગત બાબતો, તત્કાલીન પ્રસંગો, ગ્રંથ વિશેના અભિપ્રાયો વગેરેને સમાવેશ થાય છે. શ્રીમદે તેમના મનનું સમાધાન કરવા માટે કહેલાં વચને પણ અહીં જોવા મળે છે, જેમ કે “વિશેષ થઈ શકે તે સારું. જ્ઞાનીઓને પણ સદાચરણ પ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી.” “તિથિ પાળવી. ”૩ વગેરે. ૧. પહેલા ૨૪ ભાગ મનસુખભાઇની નંધમાંથી, ૨૭થી ૩૧ આંકના વિભાગ ત્રિભોવનભાઈની નોંધમાંથી, ૩૨થી ૩૭ને આંક ખંભાતના જુદા જુદા મુમુક્ષુઓની નોંધમાંથી, ૩૯ – ૪૦
કે મોરબીના મમક્ષ ની ધમાંથી, ૪૧મે આંક અંબાલાલભાઈની ધમાંથી ઉતારેલ છે. અને ૩૮મા અંકમાં ખેડાના એક વેદાંતી વકીલ સાથે પ્રસંગ છે.. ૨. શ્રી મનસુખભાઈએ કરેલી શ્રીમદ્દના ઉપદેશની નોંધ “ શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા” માં
4 શ્રીમદનો સાક્ષાત સમાગમ ” એ શીર્ષક નીચે પ્રગટ થઈ છે. તેમાં તે તેને આશરે સમય આપાયેલો છે. અમને ઘણેખરે ભાગ “ શ્રીમદ્ રાજચંદ્ર ” ગ્રંથમાં
લેવામાં આવ્યા છે. આ ગ્રંથમાં લેવાયેલી પ્રત્યેક નેંધ વિશે નિશ્ચિત તિથિ આપેલી છે, ૩. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org