________________
૫૦૪
શ્રીમની જીવનસિદ્ધિ “પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કેઈ;
પ્રીત સગાઈ રે નિરૂપાધક કરી રે, પાધિક ધન ખાય.” આનું વિવેચન કે સમજૂતી અપાયેલ નથી. શ્રીમદના લક્ષ બહાર આ કરી રહી ગઈ હશે કે તે લખાણ લુપ્ત થયું હશે તે સમજી શકાતું નથી.
પહેલા સ્તવન પછી તેમણે બીજા શ્રી અજિતનાથ સ્વામીના સ્તવનનું રહસ્ય બતાવવાનું ચાલુ કરેલ છે. બીજા સ્તવનમાં કઈ વસ્તુનું નિરૂપણ છે તે બતાવતાં શ્રીમદે લખ્યું છે કે –
પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવા રૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણ પણે લીન થાય તે જ આનંદઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઇરછા કરતાં છતાં આનંદઘન બીજા તીર્થકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણ પણાની ઈચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિદન દીઠાં તે સંક્ષેપે ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે, અને પોતાનું પુરુષત્વ મંદ દેખી ખેખિન્ન થાય છે એમ જણાવી પુરુષત્વ જાગ્રત રહે એવી ભાવના ચિંતવે છે. ”૪૦
આ બીજા પદની બે કડીની સમજણ આપ્યા પછી, આ આખી સ્તવનાવલિ વિશેની સમજણ અપૂર્ણ રહેલી છે. બીજા સ્તવનની માત્ર બે કડી સમજાવી છે, તેમાં શ્રી અજિતનાથ ભગવાનના નામનો અર્થ વિસ્તારથી સમજાવ્યું છે, અને ક્ષમાર્ગ પામવા માટે કેવા દિવ્ય નેત્રની જરૂરિયાત છે તે બીજી કડીમાં દર્શાવ્યું છે.
આ સમજૂતીની ભાષા ઘણું સરળ છે, અને સાથે સાથે તેમાં તે પદનું રહસ્ય પણ તેમણે બતાવ્યું છે. આ સમજૂતીમાં નમ્ર, ભાવવાહી ભાષા, પિતાનું અ૫ત્વ, પ્રભુની મહાનતા આદિ સારી રીતે ફુટ થયેલાં છે, જે મૂળ સ્તવનમાં પણ પ્રગટ છે. આટલું અધૂરું લખાણ વાંચતાં પણ શ્રીમદ્ વસ્તુને કેટલી સરળ અને સચોટ રીતે સમજાવી શકે છે તેને આપણને ખ્યાલ આવે છે.
આ ઉપરાંત શ્રીમદે લખેલા પત્રમાં “આનંદઘનવીશી”માંથી અનેક અવતરણે લેવાયેલાં જોવા મળે છે. “મુનિસુવ્રતજિન સ્તવન”, “મલિનાથ જિન સ્તવન”, “અનંતજિનસ્તવન”, “સંભવનાથજિન સ્તવન”, “નમિનાથ જિન સ્તવન”, “અજિતનાથજિન સ્તવન”, “વાસુપૂજિન રતવન”, “શ્રેયાંસનાથ જિન સ્તવન” આદિ સ્તવનેમાંથી કેટલીક પંક્તિઓ વાચન-મનન અર્થે શ્રીમદે મુમુક્ષુઓને કેટલાક પત્રોમાં લખી જણાવી છે. ક્યારેક તે પંક્તિઓની ટૂંકામાં સમજણ પણ આપેલી છે. એ સર્વ શ્રીમદને આનંદઘનચોવીશી” કેટલી પ્રિય હતી તે બતાવે છે. એટલે શ્રીમદ્ પાસેથી તેની પૂરી સમજૂતી આપણને મળી હેત તે એક યોગ્ય અધિકારી વ્યક્તિને હાથે લખાયેલ બહુમૂલ્ય ગ્રંથ પ્રાપ્ત કરવાને આપણે સદ્દભાગી બનત.
૪૦, “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૫૭૫. એક ૫૩.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org