________________
૧૦. પ્રકીર્ણ ગળ-રચનાઓ
૫૦૩ પહેલા સ્તવનમાં આદિ તીર્થકર ઋષભદેવની, બીજામાં શ્રી અજિતનાથની, ત્રીજામાં શ્રી સંભવનાથની એ પ્રમાણે ચોવીસ સ્તવનમાં શ્રી મહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી છે. આ ચોવીસે સ્તવન ઊંડાં જ્ઞાનગર્ભિત છે, તેથી તે આખી સ્તવનાવલિ શ્રીમદને ખૂબ જ પ્રિય હતી. અને તેમાં રહેલાં રહો અન્ય મુમુક્ષુઓને સમજાય એ હેતુથી તેની વિસ્તારથી સમજણ આપવાની વિચારણું શ્રીમને ઊગી હશે, તે અનુસાર તેમણે તે વિશે લખવાની શરૂઆત વિ. સં. ૧૯૫૩માં કરી હતી.
શ્રીમદ્ આરંભમાં જીવનું છદ્મસ્થ સ્વરૂપ બતાવી, શુદ્ધ સ્વરૂપ પામનાર સિકની ઉપાસના કર્તવ્યરૂપે બતાવેલ છે. તેના અનુસંધાનમાં “સિદ્ધ”નું સ્વરૂપ, તે પદને મહિમા અને તીર્થકરનો ઉપકાર વગેરે જણાવેલ છે. તે પછી શ્રી આનંદઘનજીએ ચોવીશી રચી તેને હેતુ બતાવતાં લખ્યું છે કે, “સિદ્ધ ભગવાન કેવળ અમૂર્ત પદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અહત ભગવાનનું સ્વરૂપ મૂળદૃષ્ટિથી ચિંતવવું તે તેવું જ દુર્ગમ્ય છે, પણ સગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અહત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલો વિશેષ ઉપકાર જાણે શ્રી આનંદઘનજીએ આ ચોવીશી વીશ તીર્થકરની તવનારૂપે રચી છે.”૩૯
આમ અહ“તપ્રભુના ઉપકારના કારણે આ સ્તવનાવલિ શ્રી આનંદઘનજીએ રચી છે તેમ શ્રીમદ્ દર્શાવ્યું છે, અને અહંતપ્રભુને ઉપકાર વિશેષ છે તે જણાવવા “સિદ્ધપ્રાભૂત”ની એક ગાથાની સાખ પણ આપી છે, પણ તે પછીથી આ પ્રાસ્તવિક ભાગ અધૂરો રહેલો જણાય છે. તેનું છેલ્લું અપૂર્ણ રહેલું વાકય આ પ્રમ
છે, “જ્યાં અહ°તા
વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં..” અહીંથી વાકચ અધૂરું રહેલ છે.
આ પ્રાસ્તવિક લખાણ પછીથી પહેલા તીર્થકર શ્રી ઋષભદેવનું સ્તવન વીતરાગ સ્તવના” એ શીર્ષક નીચે સમજાવવામાં આવ્યું છે. શ્રી આનંદઘનજીનું આખું સ્તવન અહીં સમજાવાયેલું છે, પણ તેમાં બીજી કડીની સમજૂતી જોવા મળતી નથી. પોતાની શ્રદ્ધા નામની સખીને આનંદઘનજીની ચૈિતન્યવૃત્તિ કહે છે કે..” એમ જણાવી આખું સ્તવન બે સખીઓના સંવાદરૂપે જણાવ્યું છે. તેમાં “ચતન્યવૃત્તિ વક્તા છે અને “શ્રદ્ધા” શ્રોતા છે. પરસ્પર વાર્તાલાપ થતો નથી. આનંદઘનજીએ જેવી યોજના મૂળમાં રાખી છે તેવી જ યોજના શ્રીમદે પણ સ્વીકારી છે. અને પ્રત્યેક કડી માટે તેમણે ૧૫ થી ૨૦ પંક્તિની સમજૂતી આપેલી જોઈ શકાય છે. ઋષભદેવ પ્રભુ એ જ સાચા પતિ છે, અને તેને પતિ માનવાથી શું ફળ મળે છે, તથા તેને પતિ ન માનતાં સંસારના અન્ય જીવોને પતિ માનનાર વ્યક્તિઓ કેવા કેવા પ્રયત્નો કરે છે, તેનું બયાન આ સ્તવનમાં કરવામાં આવ્યું છે. ઋષભદેવને પતિ માનીને, કપટરહિતતાથી પૂજવાથી “ચિત્તની પ્રસન્નતાનું ફળ મળે છે તે અંતભાગમાં સમજાવાયું છે. આ સંસારના રૂપમાં કે આત્માથે સમાયેલો છે, તે શ્રીમદે સરળ ભાષામાં સ્કુટ કરી બતાવ્યો છે, અને પહેલા સ્તવનનું રહસ્ય વાચક સમક્ષ પ્રગટ કર્યું છે. પણ આ સ્તવનની છ કડીઓમાંથી બીજી કડી –
૩૯. “શ્રીમદ્ રાજચંદ્ર", અગાસ આવૃત્તિ, પૃ. ૫૭૦. ૫૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org