________________
૧૦. પ્રકીર્ણ ગદ્ય-રચનાઓ
પ૦૫
સમયસાર નાટકની ગાથાની સમજણ ૪૧
શ્રી બનારસીદાસજીના “સમયસાર નાટક”ના કર્તાકર્મક્રિયા દ્વારમાંથી એક કડી શ્રીમદે શ્રી ભાગભાઈને વિ. સં. ૧૯૪૮ના પોષ વદમાં લખી હતી, અને તે પછીના પત્રમાં તેને વિસ્તારથી સમજાવી હતી. તેમાં જડ અને ચિંતન જુદાં છે, તેઓ એકબીજાનું રૂપ પામી શકતાં નથી, એક જ તત્વ બે તત્વની ક્રિયા કરી શકે નહિ વગેરે વિસ્તારથી શ્રીમદે સમજાવ્યું છે.
- કોઈ પણ વસ્તુ સારી રીતે સમજાવવાની શ્રીમદની શક્તિને આપણને અહી પણ પરિચય થાય છે. તેઓ એક વસ્તુ જુદા જુદા દષ્ટિકોણથી તથા દષ્ટાંતથી ઘણું સ્પષ્ટ કરી આપે છે, જેમ કે “એક પરિનામકે ન કરત દરવ કેઈ” એ પંક્તિ સમજાવતાં શ્રીમદે લખ્યું છે કે –
વસ્તુ પિતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે, અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતનપરિણામ તે કઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં, અને જડનું જડત્વ પરિણામ તે કઈ દિવસ ચેતન પરિણામે પરિણમે નહીં, એવી વસ્તુની મર્યાદા છે. અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તે અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં, અર્થાત્ જીવ અને જડ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં, અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતન પરિણામે પરિણમે અને જડ અચેતન પરિણમે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે; માટે જિન કહે છે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. ”૪૨
અહીં શ્રીમદે એક પંક્તિને માટે દશ પંક્તિ લખીને સારી રીતે ભાવાર્થ સમજાવ્યો છે, તે પરથી પોતે કેટલી સ્પષ્ટતાથી સમજતા હશે, તથા તેમની ગ્રહણશક્તિ ને તેમનું જ્ઞાન કેટલાં ઊંડાં હશે તેને આપણને ખ્યાલ આવે છે.
આ ઉપરાંત બનારસીદાસજીકૃત “સમયસાર નાટક”ની ઉસ્થાનિકાની નીચેની બે પંક્તિઓને વિસ્તારથી સમજાવતે એક પત્ર ૪૩ શ્રીમદ્ ભાગભાઈ ઉપર લખ્યું હતું –
“ સમતા રમતા ઊરધતા, જ્ઞાયકતા સુખ ભાસ;
વેદકતા ચિતન્યતા એ સબ જીવ વિલાસ.” ૪૧. કર. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૩૧૧. ૩૧૨, આંક ૩૧૬. ૩૧૭. ૪૩. એજન, પૃ. ૩૬૭, આંક ૪૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org