________________
૧૦. પ્રકોણ ગવરચનાઓ
શ્રીમદ્દ પાસે કરી. તેના ઉત્તરમાં શ્રીમદ્ વિ. સં. ૧૯૫૦ના ફાગણ માસમાં “છ પદને પત્ર” તેમને લખ્યો. તે પત્રમાં સૂત્રાત્મક શિલીમાં “આત્મા” નામક તત્ત્વની યથાર્થ ઓળખાણ આપવામાં આવી છે.
સ્વતંત્ર પ્રકરણગ્રંથ જેવા આ પત્રના આરંભમાં “અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કર્યા છે, અને શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુપાએ આત્માનાં જે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે તેને સમજાવ્યાં છે. આ છ પદ તે ૧. આત્મા છે, ૨. તે નિત્ય છે, ૩. તે ર્તા છે, ૪. તે ભક્તા છે, ૫. મોક્ષ છે અને ૬. મોક્ષને ઉપાય છે, એ. આ પ્રત્યેક પદનું અસ્તિત્વ કયા કારણથી સમજાય છે, તે આ પત્રમાં સૂત્રાત્મક શૈલીમાં શ્રીમદે બતાવ્યું છે - તે પછી આ છ પદને વિચારવાથી જીવ કઈ રીતે સમ્યગ્દર્શન પામી શકે તે એક ફકરામાં સમજાવ્યું છે. તેમાં શ્રીમદ્દે એકેએક શબ્દ એ તાલીને મૂક્યો છે કે તે યથાર્થ સમજવા માટે પ્રત્યેક વાક્ય વિશે ધીરજથી વિચારણા કરવાની જરૂર પડે છે. સઘન અને અસંદિગ્ધ ભાષામાં અને સંક્ષેપમાં તેઓ કેટલું બધું તત્ત્વ સમાવી શકે છે, સમજાવી શકે છે, અને તે પણ દુર્બોધતા લાવ્યા સિવાય, તે અહીં જોવા મળે છે. તેમની પ્રબળ ગદ્યલેખનશક્તિને આ સુંદર નમૂના જુઓ –
શ્રી જ્ઞાની પુરુએ સમ્યફદર્શનનાં મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા ગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા ગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યું છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલા એવો જીવનો અભાવ, મમત્વભાવ, નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જીવ જે પરિણામ કરે, તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યદર્શનને પ્રાપ્ત થાય, સમ્યદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કેઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણ પણું,
અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ–પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંગને વિષે તેને ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાસ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષ સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિકાળમાં પણુ તેમજ થશે.”૩૫ ૩૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૪૯૩, પૃ. ૩૯૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org