________________
૮. શ્રીમદની તવવિચારણા - પત્રમાં છે. તેનાથી લેકસમાગમ વધે, પ્રીતિ-અપ્રીતિનાં કારણે વધે અને સંયમમાં ઢીલાશ આવે. વળી, તેનાથી, વિના કારણ પરિગ્રહ પણ વધે, તેથી પત્રાદિને નિષેધ છે. પણ તેમાં અપવાદ છે.
કઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમને સમાગમ થવો મુશકેલ હોય અને પત્ર-સમાચાર સિવાય બીજો ઉપાય ન હોય તે, આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિને ત્યાગ કરી, જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે મુમુક્ષુની આજ્ઞાએ પત્રાદિ લખવાનો નિષેધ નથી. પત્રાદિ લખવાથી જ્યાં આત્મહિતનો નાશ થતો હોય ત્યાં તેની ના કહી છે. પણ
જ્યાં આત્મહિતને પોષણ મળતું હોય ત્યાં તેવી ના કહી નથી. આમાં મૂળ સંયમના હેતુને પિષણ થાય તે આચાર મુનિએ પાળવો જોઈએ, તે જિનાગમને અભિપ્રાય શ્રીમદે જણાવ્યો છે.
પદશનની મીમાંસા
બદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જેન અને મીમાંસા – પૂર્વ તથા ઉત્તર– એ પાંચ દર્શન ઉપરાંત ચાર્વાક સહિત છ દર્શન શ્રીમદ્દે ગણાવ્યાં છે. પહેલાં પાંચ દર્શન આસ્તિક એટલે આત્મા, બંધ, મોક્ષ આદિને સ્વીકાર કરનાર છે. નૈયાયિકના જેવો અભિપ્રાય વૈશેષિક છે, અને સાંખ્ય જે ચોગને અભિપ્રાય છે, તેમાં સહજ ભેદ છે તેથી તે દેશના જુદાં ગણેલ નથી. પૂર્વ અને ઉત્તર એમ મીમાંસા. દર્શનના બે ભેદ છે, તેમાં વિચારને પણ તફાવત છે, છતાં મીમાંસાથી બંનેનું ઓળખાણ થતું હોવાથી બંનેને શ્રીમદ્દે એકમાં ગણવેલ છે. પૂર્વમીમાંસા “જેમિની” તરીકે અને ઉત્તર મીમાંસા “વેદાંત” તરીકે પ્રસિદ્ધ છે.
બૌદ્ધ અને જન સિવાયનાં બાકીનાં દર્શને વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે. તેથી તે વેદાશ્રિત દર્શને છે; બૌદ્ધ અને જૈન સ્વતંત્ર દશને છે.
દરેક દર્શન જગતને અનાદિ માને છે. બૌદ્ધાદિ જગકર્તા ઈશ્વરને માનતા નથી. તૈયાયિકના મતે તટસ્થપણે ઈશ્વર ર્તા છે, વેદાંતે ઈશ્વરને કલ્પિતપણે સ્વીકાર્યો છે, જેમના મતથી ઈશ્વર નિયંતાપ છે. આમ દરેક દર્શનને જગત પ્રત્યેનો અભિપ્રાય શ્રીમદ્ વિચાર્યું છે.
બૌદ્ધદર્શન આત્માને ક્ષણિક માને છે, નિયાયિક આત્માને અનેક માને છે, સાંખ્યને મતે અસંખ્ય આત્મા નિત્યપ છે, જેનના મતે આત્મા અનંત દ્રવ્ય, પરિણામી અને અસંખ્યાત પ્રદેશ છે, વગેરે સર્વ દર્શનનો આત્મા વિશેનો અભિપ્રાય પણ તેમણે વિચાર્યું છે.
આ બધાં દર્શને આત્માનું નિરૂપણ કરતાં હોવા છતાં તેમાં ભેદ જણાય છે, તેના કારણરૂપે નજીવી બાબતને આગ્રહ, પ્રવર્તક જીવોનું અજ્ઞાન વગેરે જણાવેલ છે. અને આ છયે દર્શનમાં શ્રીમદે જનધર્મને તેની વિચારણા, ન્યાય, સર્વજ્ઞતા, પવિત્રતા, દયા આદિને લીધે શ્રેષ્ઠ ગણાવ્યો છે, પણ તેની શ્રેષ્ઠતા તેમણે સર્વધર્મની વિચારણા કર્યા પછી જ સ્વીકારી હતી.
૮૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક : ૧૧, ૭૧૩ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org