________________
શ્રી મદની જીવનસિદ્ધિ રીતિ જોવા મળતી નથી. આ લેખથી આપણે તેમને લગભગ ૧૫ વર્ષ સુધીનો આત્મિક વિકાસ જાણું શકીએ છીએ એ દૃષ્ટિએ જોતાં તેમનું આ ઘણું જ મહત્ત્વનું લખાણ ગણી શકાય.
શ્રીમદુના સ્વહસ્તાક્ષરની ધબુક
કઈ મુમુક્ષુભાઈ પાસેથી પ્રાપ્ત થયેલ શ્રીમના સ્વહસ્તાક્ષરની એક નોંધબુક “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં આંક ૧૬૦ નીચે છપાઈ છે. આ નિધબુકમાં માત્ર ૩૧ પાનાં જ લખાયેલાં છે. અને તેમાં પણ કેટલેક પાને તે માત્ર એકાદ વાકય જ છે. ત્રણ-ચાર પાનાં
જ એવાં છે કે જેમાં વધારે લખાણ હોય. - આ નાં ધબુક લખવાની કઈ મિતિ આપેલી નથી. અને શ્રીમદ્દ “શુદ્ધજ્ઞાન થયું તે પૂર્વેનું આ લખાણ ગણી, આ ગ્રંથના સંપાદકોએ તેને શુદ્ધ સમતિ થયા પહેલાંના વર્ષે, એટલે કે ૨૩મા વર્ષે મૂકેલ છે. શ્રીમદ્દને તેમના પિતાના જણાવ્યા પ્રમાણે રમે વર્ષે શુદ્ધ સમકિત થયું હતું.
આ ધબુકમાં શ્રીમના વ્યક્તિત્વની કે જેના દર્શનની કેઈ છાપ નથી, પણ મુખ્યત્વે વેદાંતને લગતી વાત છે. ચૈતન્ય, આત્મા, પરમાત્મા વગેરેને લગતાં છૂટક છૂટક વચનો અહીં મળે છે. તેમાં ભક્તિનું માહાસ્ય અને “હરિ” શબ્દ પ્રયોગ વારંવાર જોવા મળે છે. જે ત્રણચાર પાનાં લંબાણથી લખાયેલાં જોવા મળે છે તે વેદાંતના કોઈ ગ્રંથના અનુવાદરૂપે લખેલાં હોય એમ લાગે છે. અને એ પરથી લાગે છે કે અહીં અપાયેલાં વચને તેમની વિચારણાના પરિણામરૂપ નહિ પણ કેઈ ગ્રંથના ઉતારારૂપ છે. કાળ, કર્મ, નામ, જ્ઞાન, ધ્યાન, જપ, તપ, ગંધ, આકાશ, પૃથવી, વાયુ, અગ્નિ, દેવ, બ્રાહ્મણ, મનુષ્ય સવને અહીં બ્રહ્મા કહેલ છે, અને એ લખાણની શૈલી કેઈ અનુવાદ જેવી છે.
શ્રીમદે લખેલાં આ પૃષ્ઠા તેમની ૨૩ વર્ષની વયે નહિ પણ ૧૬-૧૭ વર્ષની વય પહેલાં લખાયેલાં હોય તેમ વિશેષ લાગે છે. આ નેધબુક શ્રીમન્ના હસ્તાક્ષરમાં જ છે. વળી તેઓ વેદાંતમાં નહોતા માનતા તેમ પણ નથી, માત્ર તેમને જનધર્મ પ્રતિ પક્ષપાત હેતે તેટલું જ. તેઓ વેદાંતનાં ઘણાં પુસ્તક વાંચતા અને કેટલાક સારા ગ્રંથો અન્યને પણ વાંચવા ભલામણ કરતા. તે પરથી સ્પષ્ટ થાય છે કે વેદાંતના સિદ્ધાંત વિશે તેમણે લખ્યું હોય તે સંભવિત છે. અહીં અપાયેલાં પાનાંમાં માત્ર વેદાંતની જ વાતો છે, જેનમાર્ગને કશે. ઉલ્લેખ નથી, તેથી તે લખાણ ક્યા સમયે થયું હશે, તે વિશે પ્રશ્ન જરૂર સંભવે છે.
વિ. સં. ૧૯૪૭માં એટલે કે ૨૮મે વર્ષે શ્રીમદ્દન શુદ્ધ સમકિત થયું હતું, અને તે પછીથી તેઓ જૈનદર્શન તરફ જ વળી ગયા હતા. એથી શુદ્ધ વેદાંતનાં વચને તેઓ વિ. સં૧૯૪૭ પછીથી ન લખે તે સ્વાભાવિક છે. આથી આ પાનાં તેમણે કયા સમય સુધીમાં લખ્યાં હશે તે વિચારતાં એ સ્પષ્ટ જ છે કે આ વચને વિ. સં. ૧૯૪૭ પહેલાં લખાયેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org