________________
૧૦. પ્રકી ગદ્ય-રચનાઓ
૪૩
જ સંયતિમ ૧૦
શ્રીમદ વિ. સં. ૧૯૪પના વૈશાખ માસમાં, તેમના રરમા વર્ષે, “દશવૈકાલિક સૂત્ર”ના ચોથા અને છઠ્ઠા અધ્યયનના કેટલાક ભાગનું ભાષાંતર કર્યું હતું. “દશવૈકાલિક સૂત્ર”માં જનધર્મનાં સૂત્રે, મુનિને પાળવાના નિયમે, આહારશુદ્ધિ, ગુરુભક્તિ, આદર્શ સાધુ વગેરે વિશે લખાયેલું છે. આ સૂત્રમાં ગદ્ય તેમ જ પદ્ય બંનેનો ઉપગ થયેલ છે. સૂત્રના ચેથા અધ્યયનમાં બે વિભાગ છેઃ પહેલા ગદ્ય વિભાગ અને પછીને પદ્ય વિભાગ. પદ્ય વિભાગમાં ૨૯ ગાથાઓ આપેલી છે. આ ગાથાઓમાં ક્રિયાઓ કઈ રીતે કરવી જોઈએ કે જેથી પાપના બંધ ન પડે, અહિંસા અને સંયમમાં વિવેકની આવશ્યક્તા છે, જ્ઞાનથી શરૂ કરી મુક્તિ. પ્રાપ્તિ સુધીના કમપૂર્વક બધી ભૂમિકાએ કયા સાધકની સદ્દગતિ અને કયા સાધકની અસદગતિ થાય તેનું વર્ણન કરેલું છે. શ્રીમદ્ ૧ થી ૨૪ ગાથાઓનું કે મુક્તિ-પ્રાપ્તિ સુધીની ભૂમિકાના વર્ણન સુધીની ગાથાઓનું ભાષાંતર કરેલ છે.
છા અધ્યયનમાં મોક્ષના ઈચ્છુકે પાળવાના નિયમે, શ્રમણજીવનના અતિ ઉપયોગી ૧૯ નિયમે, અહિંસા શા માટે, સત્ય અને અસત્ય વ્રતની ઉપગિતા કેવી અને કેટલીક મૈથુનથી કેટલા દોષ આવે, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની શી આવશ્યકતા છે, રાત્રિભોજન શા માટે વર્ષ છે, ભિક્ષુઓને કયા કયા પદાર્થો અકથ્ય છે વગેરેનું વર્ણન આપેલું છે. આ અધ્યયનમાં કુલ ૬૯ ગાથાઓ છે; તેમાંથી શ્રીમદે ૯ થી ૩૬ ગાથાઓ સુધીનું ભાષાંતર કર્યું છે, એટલે કે લગભગ અડધા અધ્યયનનું જ ભાષાંતર કર્યું છે.
આ બંને અધ્યયનનાં ભાષાંતરો તેમણે “સંયતિધર્મ” એ શીર્ષક નીચે સંકલિત કર્યા છે. એમાં મુનિએ કયા ધર્મ પાળવા આવશ્યક છે તેનું વર્ણન તથા છ કાયના જીવની રક્ષાથે કયા નિયમનું પાલન મુનિ કરે તેનું વર્ણન છે. આ અનુવાદ અગ્નિકાયના જીવન રક્ષણ માટે મુનિ શ કરે ત્યાં સુધી કરેલ છે. વાયુકાયના જીવ, વનસ્પતિકાયના જીવ અને અન્ય ત્રસકાયના જીવનું રક્ષણ કરે તે વગેરે વિશેના વર્ણનને અનુવાદ શ્રીમદે કરેલ નથી.
શ્રીમદે અનુવાદ લગભગ શબ્દશ: અને છતાં મૂળ ભાવ જાળવીને કર્યો છે. એ અનુવાદમાં તેમણે ભાગ્યે જ શબ્દો વધાર્યા છે. એમની અનુવાદક તરીકેની શક્તિનો અહીં પરિચય થાય છે. અર્ધમાગધી ભાષા તેઓ શીખ્યા ન હતા, છતાં સારી રીતે સમજી શકતા એટલું જ નહિ, એનો અનુવાદ પણ તેમણે ચોકસાઈથી કર્યો છે. માત્ર બે જ અધ્યયન – અને તે પણ અપૂર્ણ –ને તેમણે કરેલો આ અનુવાદ જોતાં એમ લાગ્યા સિવાય નથી રહેતું કે જે તેમણે આખા સૂત્રગ્રંથને અનુવાદ કર્યો હોત તો ઉત્તમ કાર્ય થયું ગણાત. શ્રીમદે કરેલા અનુવાદના એકબે નમૂના જોઈએ –
जयं चरे जय विठे जयमासे जयं स ।
जयं भुजगा भासंता, पावं कम्म न बंध ।। १५ ૧૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૧૮૫, આંક ૬૦. ૧૧. “દશવૈકાલિકસૂત્ર, અ. ૪, ગાથા ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org