________________
૧૦. પ્રકીર્ણ ગળ-રચનાઓ
આ જ વસ્તુ “પંચાસ્તિકાય”ના બીજા અધ્યાયના શ્રીમદ્દે કરેલા અનુવાદ માટે પણ એટલી જ સાચી છે. તેમાં મોક્ષમાર્ગનું વર્ણન કરેલું છે. અને તે બતાવતી વખતે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ નવ તત્વનું સ્વરૂપ પણ સંક્ષેપમાં બતાવ્યું છે. તે નવે તવ સમજાવતાં સમજાવતાં જ શ્રી કુંદકુંદાચાર્યે મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે, અને તે સવનિ શ્રીમદે ગુજરાતી ભાષામાં ઉતાર્યા છે. એકેન્દ્રિયથી શરૂ કરી પંચેન્દ્રિય સુધીના કાયાવાળા જીવનું વર્ણન, આકાશ, ધર્મ, અધર્મ, પુદ્દગલ આદિમાં જીવ નથી તેથી તે અજીવ કહેવાય છે, તેનું વર્ણન, જીવે બાંધેલાં શુભ કર્મ તે પુણ્ય અને અશુભ કર્મ તે પાપનું વર્ણન, પાપને પ્રવેશવાનાં સ્થાનકો તે આશ્રવનું વર્ણન, તે સ્થાનકમાંથી પાપને આવતાં રેકવાં તે સંવરનું વર્ણન, પૂર્વે બાંધેલાં. કમને ભગવટે તે નિર્જરાના સ્વરૂપનું વર્ણન, જીવને થયેલા બંધના સ્વરૂપનું વર્ણન અને જીવની શુદ્ધદશા તે મોક્ષનું વર્ણન આ અધ્યાયમાં કરેલ છે. આ નવે તવની સમજ શ્રીમદ્દને ઘણું સારી હતી તેથી તેને અનુવાદ કરવામાં તેમને તેવી જ સરળતા રહે તે સ્વાભાવિક છે. તેમ છતાં કયારેક કેઈ શબ્દને અનુવાદ ન કર્યો હોય તેમ પણ જણાય છે. જુઓ ૧૧૨મી ગાથા –
" अदे जीवणिकाया पंचविहा पुढविकाइयादीया ।
मणपरिणामविरहिदा जीव अगे दिया भणिया ।। "२३ એનો અર્થ સમજાવતાં શ્રીમદે લખ્યું છે કે “એ પાંચ પ્રકારને જીવસમૂહ મનપરિણામથી હિત અને એકેન્દ્રિય છે, એમ સર્વ કહ્યું છે ”૨૪
આ અનુવાદ જોતાં ખ્યાલ આવશે કે “ પુ રૂવાટીવા” શબ્દના “પૃથ્વીકાયાદિ” એ અનુવાદ લીધે નથી અને “એમ સવરે કહ્યું છે તે શબ્દસમૂહ, જે મૂળમાં નથી તે ઉમે છે.
પરંતુ સામાન્ય રીતે તે મૂળને અનુવાદ સરળ ભાષામાં કરેલું જણાય છે. અને તે સરળતા આણવા કેટલીક વાર અધ્યાહાર રહેલ શબ્દ પણ સ્પષ્ટ કરે છે. જુઓ ૧૩૯મી ગાથા – .
" चरिया पमादबहुला कालुस्सं लालदा य विसयेमु ।
परपरिताबापवादा पावस्स य आसवं कुणदि ।।"२५ તેનો અનુવાદ કરતાં શ્રીમદે લખ્યું છે કે, “ઘણા પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઈન્દ્રિયવિષયમાં લુબ્ધતા, બીજા ને દુઃખ દેવું, તેને અપવાદ બોલ એ આદિ વર્તનથી જીવ પાપઆશ્રવ કરે છે.૨૬
૨૩. “પંચાસ્તિકાય”, ૫. ૧૭૨. ૨૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. પ૯૨, આંક ૭૬ ક. ૨૫. પંચાસ્તિકાય”, પૃ. ૨૦૩. ૨૬. “શ્રીમદ્ રાજચંદ”, અગાસ આવૃત્તિ પૂ. પ૦૪, આંક ૭૬ ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org