________________
૧૦. મકાણુ ગધથના
પણ અસ્તિકાય છે. એમ પાંચ અસ્તિકાય છે. જે પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણાથી આ ‘લાક’ની ઉત્પત્તિ છે, અર્થાત્ ‘લાક’ એ પાંચ અસ્તિકાયમય છે. ૧૬
આ પાંચ દ્રવ્ય સાથે છઠ્ઠા કાળદ્રવ્યને શા માટે અસ્તિકાય ગણાવેલ નથી તે સમજાવતાં શ્રીમદ્દે લખ્યુ છે કેઃ—
“ જિનાગમની એવી પ્રરૂપણા છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી,
જે પાંચ અસ્તિકાય કહ્યાં છે, તેની વર્તનાનુ નામ મુખ્યપણે કાળ છે. તે વનાનું ખીજું નામ પર્યાય પણ છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસખ્યાત પ્રદેશના સમૂહરૂપે જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતા નથી. એક સમય વતી લય પામે ત્યાર પછી ખીજો સમય ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે...તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યા નથી. ’૧૭
૪૯૫
આમ છ દ્રવ્યમાંથી પાંચ દ્રવ્યને અસ્તિકાય કહેલાં છે. તે પાંચેનું સ્વરૂપ શ્રી કુંદકુંદાચાર્ય તેમના “ ૫ચાસ્તિકાય ? નામના અર્ધમાગધી ગ્રંથમાં સમજાવ્યુ` છે. તેના અને અધ્યાયના ગુજરાતી અનુવાદ શ્રીમદ્દે વિ. સં. ૧૯૫૩માં કર્યા હતા.
પ્રથમ અધ્યાયમાં ૧૦૪ ગાથા છે અને દ્વિતીય અધ્યાયમાં ૬૯ ગાથા છે, આમ પ'ચાસ્તિકાયની કુલ ૧૭૩ ગાથાને અનુવાદ શ્રીમદ્દે કર્યા છે. તેમાંથી ૫૭, ૫૮, ૫૯, ૮૯, ૧૨૩, ૧૪૭ થી ૧૫૧, ૧૬૫, ૧૬૮ વગેરે મળી કુલ ૧૭ ગાથાના અનુવાદ મળતા નથી, બાકીની ગાથાઓના અનુવાદ મળે છે.
પહેલા અધ્યાયમાં પાંચ અસ્તિકાયનું સ્વરૂપ સમજાવેલું છે. તેમાં આરંભમાં શ્રી સનદેવને કુ દકુંદાચાર્ય નમસ્કાર કર્યા છે, તથા “પ ચાસ્તિકાય ” સામાન્ય સ્વરૂપ વર્ણવ્યું છે. તે પછી જીવ, પુદગલ, ધ, અધર્મ અને આકાશ એ પાંચનુ સ્વરૂપ વર્ણવ્યુ: છે. પૂર્વ પીઠિકાની ૨૬ ગાથા પછી લગભગ ૫૦ જેટલી, એટલે કે સૌથી વધુ ગાથા જીવ માટે રચાયેલી છે. દશેક જેટલી ગાથા પુગલ માટે, ૭, ૮ ગાથા ધર્મ અને અધર્મ માટે અને સાતેક ગાથા આકાશ માટે રચાયેલી છે. અને બાકીની આઠેક ગાથા તે સવ સખ'ધી છે. આમ પહેલા અધ્યાયમાં કુલ ૧૦૪ ગાથા છે.
શ્રીમદ્ આ બધી ગાથાઓના લગભગ શબ્દશઃ અને કેટલીક વાર મુક્ત અનુવાદ કર્યાં છે. અને સાથે સાથે મૂળ ગાથાને ભાવાર્થ પણ સરળતાથી ઉતાર્યા છે. આમ છતાં અનુવાદમાં ક્લિતા કે દુર્ગંધતા આવતી નથી. માત્ર અનુવાદ વાંચીએ તાપણું બધું સરળતાથી સમજી શકાય છે, અને મૂળ કૃતિ વાંચતા હોઈએ એવી છાપ આપણા પર પડે છે. “ ૫'ચાસ્તિકાય''ની પહેલી જ ગાથા છે કે :~~~~
૧૬. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ પૃ. ૫૦૮, આંક ૯૯૯. ૧૭. એજન, પૃ. ૫૦૭, આંક ૬૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org