________________
૧૦. પ્રકીર્ણ ગળ-રચનાઓ
૪૯૧ “પ્રતિમાથી એકાંત ધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનના જ ભાગ સિદ્ધ કરવા માટે મેં આ લઘુ ગ્રંથમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણે જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં. તેમાં વાજબી ગેરવાજબીપણું, શાસ્ત્રવિચક્ષણ અને ન્યાયસંપન્ન પુરુષે જવાનું છે, અને પછી જેમ સપ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહિ, કારણ કે જે મનુષ્ય એક વાર પ્રતિમા પૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે, ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણું થોડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જે આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તે આપનાં અંત:કરણે વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મે તેમ કર્યું નહી. કેટલીક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધો કે તારા માટે તે ભાઈઓને સંલેશ વિચારો આવતા રહેશે; તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હૃધ્યામાં રહી જશે; માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધે. ત્યારે તેમાંથી ઘણું નિર્મળ વિચારની પ્રેરણા થઈ તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માને એ આગ્રહ માટે આ પુસ્તક કરવાને કંઈ હેતુ નથી....”
છેવટની ભલામણ”માં શ્રીમદે લખેલાં વચને પરથી આપણે જાણી શકીએ છીએ કે તેમણે આ ગ્રંથ પૂરો કર્યો હતો. અને કોઈના દિલને દુઃખ થાય એ હેતુથી અમુક વખત સુધી તે ગ્રંથ પ્રગટ કર્યો ન હતો. પણ થોડા વખત પછી બીજો વિચાર ઉદ્દભવતાં તે ગ્રંથ પ્રસિદ્ધ કરવા તેમણે નિર્ણય લીધો અને આ ગ્રંથને અંતભાગ “છેવટની ભલામણુ” તેમણે લખ્યો, પણ તે ગ્રંથ કદી પુસ્તક રૂપે પ્રગટ થયાની વિગત મળતી નથી. એટલે જે બધું મળે છે તે માત્ર હસ્તલખાણમાં જ છે, અને તે પણ અપૂર્ણ દશામાં મળે છે.
શ્રીમદ્દના પિતાના જ જણાવ્યા મુજબ, તેઓ પહેલાં પ્રતિમામાં માનતા નહોતા. પણ પાછળથી તેમને પ્રતિમામાં શ્રદ્ધા થઈ. તેથી જેઓ પ્રતિમા વિશે અશ્રદ્ધાળુ હતા તેમને શ્રીમદ્દ પ્રતિ ઇતરાજી થઈ. આવી વ્યક્તિઓ પણ સાચું સમજી શકે અને સત્ય પામી શકે એ હેતુથી પ્રમાણુ સાથે પ્રતિમાનું સમર્થન કરતો આ ગ્રંથ તેમણે લખ્યો. પરંતુ દુર્ભાગ્યે એમ થવું તો બાજુએ રહ્યું, પણ પ્રતિમાની સિદ્ધિ કરતે મૂળ ભાગ જ અપ્રાપ્ય બની ગયે ! કેટલીક રીતે વિચારતાં એમ બંધબેસતું લાગે છે કે, કઈ વિધીએ એ ગ્રંથનાં આ અગત્યનાં પાનાંઓ લુપ્ત કર્યા હશે અને તે વ્યક્તિ તેમ કરવા સમર્થ થઈ હશે, કારણ કે શ્રીમદ પિતાના લખાણ વગેરેની બાબતમાં ખૂબ જ નિઃસ્પૃહ હતા, પોતાની કરિ ૧૫
- પેતાની કૃતિઓ પ્રગટ કરવા તરફ કે કીર્તિ મેળવવા તરફ તેમનું લક્ષ જ નહોતું. એ પરથી એવું અનુમાન થઈ શકે છે કે શ્રીમદે “છેવટની ભલામણમાં જણાવ્યા મુજબ આ ગ્રંથમાં પ્રતિમાની સિદ્ધિ વિશેનાં પ્રમાણે જરૂર આપ્યાં હશે.
૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૧૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org