________________
દર
શ્રીમદની છલાસિદ્ધિ બીજી બાજુ શ્રીમદે આ વિભાગ લખ્યો જ ન હતું તેવું માનનાર વર્ગ એ માટે કઈ સબળ પુરાવા આપતા નથી. તેઓ તે આજે મળતું નથી, માટે તેમણે લખ્યું જ નથી, એવો તર્ક દોડાવી શ્રીમદ્દ વિશે જાતજાતના આક્ષેપો કરે છે. તેમ કરનારાઓમાં મુનિ હર્ષચંદ્રજી મુખ્ય છે. તેઓ લખે છે કે –
પાંચ પ્રમાણ વિશે તેમણે લખ્યું છે. પણ એક પણ પ્રમાણ તેમણે આપ્યું નથી. શા માટે તેઓએ લખવું મૂકી દીધું છે ?..જે એક પણ પ્રમાણ આપવાનું હતું નહિ, તે શા માટે એક ગ્રંથ લખ્યો હોય તેમ મોટો ઘટાટોપ કર્યો હશે? પ્રતિમા તરફ રુચિ તેમને થઈ, તે તેમની મરજી, તેમની પાસે જે પ્રમાણ નથી તે પછી પ્રમાણ છે એમ કહેવાથી શું એ વાર્તા સિદ્ધ થઈ હશે?”૮ વળી, “છેવટની ભલામણ”ના ભાગ ઉપર ટીકા લખતાં તેઓ લખે છે કે –
“આમાં ક્યાં એકે પ્રમાણ જણાવ્યું છે ? છતાં તેઓ કહે છે કે પ્રમાણે હતાં તે બધાં જણાવી દીધાં, એમાં કેટલું સત્ય છે? પુસ્તકમાં ઉપરનાં વાક્યોની ઉપર પાંચ કુદડીઓ છાપી છે તે શું તે પાંચ પ્રમાણુની મૂકી હશે ? એ જગ્યાએ પાંચ પ્રમાણો મૂકવાં જોઈએ પણ એક્ટ પ્રમાણ બતાવી નહિ શકવાથી તે જગ્યાએ નિશાની મૂકી એ વિષયને પૂર્ણ કર્યો હશે એમ સમજવું પડે છે. આને બુદ્ધિ સમજવી કે તર્ક કરવાની પદ્ધતિ સમજવી?”૯
મુનિશ્રીનાં આ વચનો બેટા આક્ષેપકારી જણાયા વિના રહેતાં નથી. પુસ્તકમાં અપૂર્ણ કે અપ્રાપ્ય જણાવવા આવી કૂદડી મુકાય છે, તેને સત્ય રીતે ન સમજતાં આક્ષેપ કરવાના ઉપયોગમાં તે વસ્તુ લેવી તે એગ્ય લાગતું નથી. વળી આને શ્રીમદે નહિ, પણ તેમના અવસાન બાદ તેમના ભાઈ એ “શ્રીમદ્ રાજચંદ્ર” “ગ્રંથમાં પ્રસિદ્ધિ આપી હતી, તે હકીકત પણ ભૂલવા જેવી નથી. ગમે તે કારણસર પ્રતિમાની સિદ્ધિ કરતાં પ્રમાણે આપતા વિભાગ આ ગ્રંથમાંથી લુપ્ત થયે છે તે સત્ય હકીક્ત છે. પણ શ્રીમદે તે ભાગ લખ્યો જ નહિ હોય, અને બેટી બડાઈ હાંકવા છેવટની ભલામણ લખી નાખી હશે એવી કલ્પના તે, શ્રીમનું લખાણ જોતાં, સંભવતી નથી. આ ગ્રંથને જેટલે ભાગ મળે છે તેમાંથી તેમની સત્યપ્રિયતાની, નમ્રતાની, નિષ્પક્ષપાતીપણાની જ છાપ ઊઠે છે. વળી, આ સિવાયનાં બીજા લખાણમાંથી પણ એ જ છાપ ઊંઠ છે, એથી શ્રીમદ્દ બનાવટ કરે એ શક્ય લાગતું નથી.
શ્રીમદે પોતાને જે સાચું લાગ્યું તે વાચક વાંચી-વિચારીને યોગ્ય લાગે તે જ સ્વીકારે તેવી ભાવના સેવી હતી. વળી, આ ગ્રંથમાં તેમની સત્યપ્રિયતા, જૈનધર્મની શ્રેષ્ઠતાની શ્રદ્ધા વગેરે જોવા મળે છે. વસ્તુની રજૂઆત પણ તેમણે ખૂબ તર્કબદ્ધ અને સ્પષ્ટ રીતે કરી છે. તેથી આ આ ગ્રંથ આજે મળતા હોત તો અનેક મતમતાંતર મટી જાત એમ લાગ્યા સિવાય રહેતું નથી. ૨૨ વર્ષની નાની વયે લખાયેલા આ પ્રૌઢ ગ્રંથ શ્રીમદ્દની શક્તિને સાનંદાશ્ચર્ય ઉપજાવે તેવો પરિચય કરાવે છે.
૮. “શ્રી રાજચંદ્ર વિચાર નિરીક્ષણ, પૃ. ૧૦. ૯. એજન, ૫. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org