________________
છે. ફેજનીશ, નેધથી ઇત્યાદિ
t૮૫
પ્રમાણ વધ્યું હશે. પણ આ બધાં વચનને તેમને અભિપ્રેત અર્થ સમજ બહુ મુશ્કેલ છે, કારણ કે તેમાં મિતિ કે અર્થસ્પષ્ટતા આપેલ નથી. અર્થસ્પષ્ટતા ન હોવાને લીધે તેમણે ચેલી આકૃતિઓ પણ સમજાતી નથી. આ હસ્તધને ગાળે વિ. સં. ૧૯૪૯થી વિ. સં. ૧૯૫૭. સુધીને ગણું શકાય, કારણ કે આ નોંધ પર અંગ્રેજી વર્ષ ૧૮૯૦નું કૅલેંડર છે, તે પહેલાં તે તેમાં તે લખાણ થયું જ ન હોય તે સ્વાભાવિક છે.
હસ્ત નોંધ ૨
આ હસ્તiધ પણ કઈ સાલથી લખાવી શરૂ થઈ, તથા કઈ સાલ સુધી લખાઈ તે વિશે માહિતી મળતી નથી. આ હસ્તાંધ પર અંગ્રેજી વર્ષ ૧૮૯૬નું કૅલેંડર છે, તે પરથી એમ અનુમાન કરી શકાય કે વિ. સં. ૧૫ર પછી તે લખાવી શરૂ થઈ હેવી જોઈએ. અને તે પણ વિ. સં. ૧લ્પ૭ અર્થાત્ શ્રીમના દેહાંત સુધી લખાઈ હોય એમ ગણી શકાય.
આ હસ્તનધમાં ૧૧૬ પાનાં છે, પણ તેમાંના મોટાભાગનાં પાનાં પણ કેરાં પહેલાં છે. વળી, આ લખાણ જોઈએ તો મુખ્યત્વે એક જ બાજુ – જમણી બાજુ થયું છે, એટલે કે પૃષ્ઠ ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩ વગેરે એકી અંકની બાજુએ લખાણ થયું છે. વચ્ચે વચ્ચે એકી અકનાં પાનાંઆ કેરાં પડ્યાં છે, જ્યારે આગળના પાનાનું અનુસંધાન હોય ત્યારે જ ડાબી બાજુ થોડું ઘણું લખાણ થયેલું જોવા મળે છે, પણ આવાં બહુ ઓછાં પાનાં જેવા મળે છે. દાખલા તરીકે પૃ. ૩૦, ૩૨, ૩૪ એ ત્રણ જ પાનાં પર ડું લખાણ થયેલું છે.
જથ્થાની રીતે જોઈએ તે પહેલી હસ્તધના પ્રમાણમાં અહીં લખાણ ઘણું ઓછું થયું છે. વળી પદ્યમાં લખાણ તે જોવા જ મળતું નથી. પ્રશ્નાર્થ વાક્યો પણ સામાન્ય રીતે દેખાતાં નથી. અહીં વિશેષ સ્પષ્ટ વક્તવ્ય જોવા મળે છે, નમસ્કારાદિ વચન પણ મળે છે, પણ એ બધાં સંક્ષેપમાં છે. કેટલીક જગ્યાએ શાસ્ત્રો કે અન્ય ગ્રંથોમાંથી લેવાયેલાં અવતરણે પણ મળે છે.
શ્રીમદે પોતે વિચારેલી વસ્તુઓ અહીં એટલી બધી ટૂંકાણમાં મૂકેલી છે કે કેટલીક વખત તે તેનો અર્થ સ્પષ્ટ થતો નથી; જેમ કે –
“ આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય છે. તે પ્રભાવને વિશે મહતુ અંતરાય છે. દેશકાળાદિ ઘણા પ્રતિફળ છે.” વગેરે.૧૩
જૈન ધર્મની વર્તમાન સ્થિતિને લગતું આ લખાણ છે એ સમજાતું હોવા છતાં કઈ અપેક્ષાથી, કઈ રીતે શ્રીમદ વિશેષપણે સમજાવવા માગે છે તે જાણવું મુશ્કેલ છે. પણ આવું ઓછું છે, મુખ્યત્વે તે પોતાને બેધદાયક, સ્વરૂપચિંતનાત્મક, ધર્મબોધક, નાનાં નાનાં સુવચને જ વિશેષ જોવા મળે છે, જેમ કે - ૧૩. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮૨૨.
આ વચને સમજાવવાનો પ્રયત્ન કરતા એક લેખ રા. સુશીલે “રાજચંદ્રના જગત પ્રત્યેના સંદેશાઓ” નામે લખ્યો છે, તે લેખ “શ્રી રાજયંતી વ્યાખ્યાને” માં પ્રગટ થયેલ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org