________________
૯. રાજનીશી, નોંધાથી ઇત્યાદિ
૪૨૭
આ હસ્તનાંધમાં લગભગ ૩૨ જેટલાં પાનાંઓ લખાયેલાં છે. પણ તેમાં કેટલાંક પાનાં પર તેા માત્ર બેચાર વચના જ લખાયેલાં છે. અહી' મુખ્યત્વે વિધેયાત્મક તથા નિશ્ચયાત્મક વચના છે; જેમ કે ઃ—
“ રાગદ્વેષના આત્યંતિક ક્ષય થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન જીવના સ્વભૂત ધર્મ છે. ૧૮ વગેરે
અને તેમાં પણ જૈનધર્મનાં તત્ત્વને લગતાં, આચારને લગતાં વચના મુખ્યત્વે છે, જેમાં વિશ્વની સ્થિતિ, જીવાની ઈચ્છા, જીવનું સ્વરૂપ, કેવળજ્ઞાનનું સ્વરૂપ વગેરે વિશેની પેાતાની વિચારણા શ્રીમદ્દે આપેલી છે. એ વિશે પોતે પાતાને બેય પણ આપ્યા છે. દાખલા તરીકે
“ સ્વપર ઉપકારનું મહત્ કાર્ય હવે કરી લે! ત્વરાથી કરી લે !
“ અપ્રમત્ત થા! અપ્રમત્તા થા !
66
શું કાળના ક્ષણવારના પણ ભરુ ંસા આય પુરુષોએ કર્યાં છે ? “હું પ્રમાદ ! હવે તું જા, જા.
૮ હું બ્રહ્મચર્ય ! હવે તુ' પ્રસન્ન થા, પ્રસન્ન થા.
“ હું વ્યવહારાય ! હવે પ્રખળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત થા.”૧ ૯ વગેરે.
અહી પાતે શું કરવાનુ છે તે વિશેના ઉપદેશ પેાતાને નડતાં તત્ત્વોને ઉદ્દેશીને જવાનું તથા પેાતાને સહાયરૂપ તત્ત્વાને ઉદ્દેશીને આવવાનુ જણાવ્યું છે. આ શ્રીમની શૈલીના વિશિષ્ટ નમૂના ગણી શકાય. આ હસ્તનેાંધમાં અવતરણા, આકૃતિએ વગેરેના પણ સમાવેશ થતા જોવા મળે છે.
આમ આપણે શ્રીમદ્દની રાજનીશી, હસ્તનેાંધનાં પાનાં તથા આ ત્રણ હસ્તનાંધ જોઈ એ છીએ ત્યારે તેમાંથી એક વિશિષ્ટ લક્ષણ નજરે તરી આવે છે. તેમાં આપણે મુખ્યત્વે આત્મચિંતનને જ સ્થાન અપાયેલુ જોઈએ છીએ. સંયમ તથા વૈરાગ્યમાં પેાતાના ચિત્તને વિશેષ દૃઢ કરવા તેમણે વેપાર કે ગૃહસ્થાશ્રમ કે અન્ય એવી કાઈ વાતને હસ્તનોંધમાં સ્થાન ન આપતાં તેમણે માત્ર આત્મચિંતનને જ સ્થાન આપ્યું છે. અને તે વાંચતાં તેમની અહારાત્ર ધર્મ પ્રીતિ વધતી જતી હતી તેની પ્રતીતિ થાય છે.
આ આત્મચિંતનની ગૂઢ વાતા તેમણે એટલી ટૂંકાણમાં લખી છે કે તે અન્યને સમજાવવી પણ મુશ્કેલ બને. વળી તેમની આત્મા વિશેની સર્વ વિચારણાના પરિચય આપણને તેમના પત્રા તથા અન્ય સાહિત્યમાંથી થાય છે, એ કારણે પણ આ હસ્તનેાંધાનું મૂલ્ય આપ્યુ અંકાય છે. શ્રીમદનુ અંતર ગ સૌથી વિશેષ સેાભાગભાઈના પત્રામાં ખૂલતું દેખાય છે, તેથી તેમના આત્મિક વિકાસ જાણવા માટે આ ડાયરી કરતાં પણ તે પત્રનુ મૂલ્ય ઘણુ વિશેષ રહે છે. આમ શ્રીમના સમગ્ર સાહિત્યની દૃષ્ટિએ જોતાં તેમની હસ્તનાંધાનુ મહત્ત્વ આપણા માટે બહુ રહેતું નથી.
૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮૨૫.
૧૯. એજન, પૃ. ૮૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org