________________
શ્રીમદના જીવનસિદ્ધિ ગઈ કાલે રાતે એક અદભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષની સમીપે આ જગતની રચનાનું સ્વરૂ૫ વર્ણવ્યું હતું, પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયો હતો. હવે પછી તે સંબંધી અધિક.”૩
આ સ્વપ્ન કયું હશે, અને શ્રીમદે તે કયાં ઉતાર્યું હશે તે વિશે વિચારતાં શ્રીમદની “આત્યંતર અવલોકન”ની હાથનેધ–૧ પર નજર ઠરે છે. એનાં પાનાં ૯ થી ૧૫ સુધીમાં કઈ સ્વપ્નનું વર્ણન હોય તેવું લખાણ જોવા મળે છે. તેમાં જગતમાં કેણુ સુખી અને કે દુઃખી એ જોવાની ઈચ્છા તેમને થાય છે. તે જિજ્ઞાસા પૂરી કરવા ઘણા આત્માઓ તેમની પાસે આવે છે. તેમ છતાં એકેદ્રિય, બેઈન્દ્રિયાદિ જો તેમની પાસે આવતા નથી. તેમ થવાનું કારણ તેમને નેપથ્યમાંથી સમજાય છે કે તેઓ બધા બહુ દુઃખી હોવાથી તેમની પાસે આવી શક્તા નથી. પછી દિવ્યદૃષ્ટિથી એ બધા જીનું પરાધીનપારું, કંપ ઈત્યાદિ તેઓ પ્રત્યક્ષ જુએ છે. અને એ જ દૃષ્ટિથી આખું જગત જોતાં કોઈ પણ જીવ તેમને સુખી દેખા નહિ. ચક્રવતી, દેવ આદિના દુઃખ માટે શંકા થઈ તે તેના સમાધાન માટે તેઓ તેના અંતઃકરણમાં પ્રવેશી એ દુઃખ પ્રત્યક્ષ કરે છે. આમ સર્વ જીવ તેમને કેઈ ને કઈ પ્રકારે દુઃખી જણાયા. આથી સુખી કોણ તે જાણવાની તેમને તીવ્ર અભિલાષા થઈ.
પછી કોઈ દિવ્ય અંજન જ તેઓ સિદ્ધ લેકમાં ગયા. ત્યાં સર્વ આત્માઓ પરમ આનંદમાં વિરાજતા હતા. આ પદ કઈ રીતે પમાય, તે સમજાવવા તેમની પાસે ચેથાથી શરૂ કરી બારમા ગુણસ્થાને (૧૧મા સિવાય) વર્તતી વ્યક્તિઓ તેમની પાસે આવી. અને અનુક્રમે તેમણે પોતાની સ્થિતિ દર્શાવી. પછી એક વૃદ્ધ, પણ દિવ્ય પુરુષની સહાયથી તે બધાના અંતઃકરણમાં પ્રવેશી તેમની સ્થિતિ તપાસી તે બધામાં એક એકથી ચડતી સુખની લહેરે વહેતી હતી. એ માર્ગને જ પોતાના કલ્યાણમાર્ગ તરીકે તેમણે સ્વીકારી લીધું.
આ આખો વિભાગ તેમના સ્વપ્નને જ ચિતાર દેખાય છે. વળી, જગતના સુખી કે દુખી જીવોના અંતઃકરણની વાત જાણવી તે એક અદ્દભુત રચના – જીવની સુખી-દુખી સ્થિતિ- તથા સિદ્ધનાં સુખને પ્રત્યક્ષ કરાવ્યાં છે, જે તેમનાં “જેમાં બે એક પુરુષની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું.” એ વચનને સમજવાની ચાવી બની રહે છે. વળી, મહાવીરદેવે આ લોક દુઃખે કરીને આર્ત છે, માત્ર સિદ્ધગતિમાં જ સુખ છે, એમ જે શિક્ષા આપી છે તે પણ અહીં સપ્રમાણ થતી દેખાય છે. આમ અનેક રીતે વિચારતાં લાગે છે કે, શ્રીમદે જે સ્વપ્નની નોંધ રજનીશીમાં લીધી છે, તે સ્વપ્ન તે
રેજનીશીમાં લીધી છે, તે સ્વપ્ન તે હાથનેધમાં આપેલ સ્વપ્ન લેવું જોઈએ. વળી, શ્રીમને જ્યારે જે પાનું ખૂલે તે પાને પિતાના વિચારેક અનુભવો વગેરે લખી લેવાની ટેવ હતી, તેથી એક વસ્તુ વિશે લખાણ બે જુદી જુદી ડાયરીમાં કેમ સંભવે તેવી શંકા થવાનું કારણ રહેતું નથી. આ ઉપરાંત જે ડાયરીમાં આ સ્વપ્નની નેંધ જોવા મળે છે તે પણ ઈ. સ. ૧૮૯૦ની અર્થાત્ વિ. સં. ૧૯૪૬ની છે. આમ એ રીતે પણ એક જ વર્ષ આવે છે, જે ઉપરની માન્યતાનું સમર્થન કરે છે.
૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org