________________
૮૨
શ્રીમની જીવનસિદ્ધિ
આત્યંતર પરિણામ અવલોકન
શ્રીમકે પિતાનું આત્યંતર પરિણામ અવલોકન ત્રણ પૃથક પૃથફ ડાયરીમાં લખેલું જોવા મળે છે. તે ત્રણ હસ્તધમાંથી બે વિલાયતના બાંધાની છે, તેમાંથી એકના પૂંઠા પર ઈ. સ. ૧૮૦નું અને બીજીના પૂંઠા પર ઈ. સ. ૧૮૯૬નું કેલેંડર છે; ત્રીજી દેશી બાંધાની છે અને તેમાં કેઈ વર્ષનું કેલેંડર નથી. આ ત્રણે હસ્તધમાં પૃષ્ઠસંખ્યા પણ જુદી જુદી છે. ૧૮૯૦ની સાલવાળીમાં ૧૦૦ પૃષ્ઠ, ૧૮૯૬ની સાલવાળીમાં ૧૧૬ પૃષ્ઠ અને અહીંની હરતને ધમાં ફક્ત ૬૦ પૃષ્ઠ છે. વિલાયતના બાંધાની બંને નેધબુક ૭” x૪”ના કદની છે, અને અહીંની નોંધબુક ૬” * ૪”ના કદની છે.
આ ત્રણેમાં કેટલાંક પાનાં લખાયેલાં છે, અને કેટલાંક કેરાં રહેલાં છે. વળી, એ ત્રણમાંથી કઈ પણ બુકમાં મિતિવાર લેખ નથી; કેટલાંક લખાણ પર મિતિ છે, તે કેટલાંક પર મિતિ જ નથી. વળી મિતિ જોવા મળે છે તે પણ ક્રમમાં નથી. ઉદાહરણ તરીકે – ઈ. સ. ૧૮૯૦ના કેલેંડરવાળી નાંધબુકમાં ૫૧મા પાના ઉપર વિ. સં. ૧૯૫૧ના પોષ વદને લેખ છે, અને ૬૨ મા પાના પર વિ. સં. ૧૯૫૩ના ફાગણ વદને લેખ છે, તે ૯૭માં પાના ઉપર ફરીથી વિ. સં. ૧૯૫૧ના મહા સુદ ૭ને લેખ છે. વળી, એક બુક પૂરી થયા પછી બીજી ચાલુ કરી હોય તેમ પણ નથી. ઈ. સ. ૧૮૯૦ પછી ૧૮૯૬ ની બુક છે, તે પરથી અનુમાન કરી શકાય કે તે સાલમાં શ્રીમદ્દે તે બુક ચાલુ કરી હશે. પણ ઈ. સ. ૧૮૬ એટલે કે વિ. સં. ૧૯૫ર પછીનું લખાણ આપણને વિ. સં. ૧૯૪૬- ઈ. સ. ૧૮૯૦-ની ડાયરીમાં જોવા મળે છે. વળી, એ બે પૂરી થતાં અહીંના બાંધાવાળી નેધપોથી તેમણે લીધી હોય તેમ પણ લાગતું નથી, કારણ કે ઈ. સ. ૧૮૯૬ વાળીમાં માત્ર ૨૭ પાનાં વાપરેલાં છે, અને બાકીનાં તમામ કેરાં પડ્યાં છે. આ ઉપરાંત વિ. સં. ૧૯૫૪નું લખાણ કે વિ. સં. ૧૯૫૩નું લખાણ બધી હસ્તમાં જોવા મળે છે. આ બધા પરથી એક જ અનુમાન થાય છે કે શ્રીમદ્ આ બધી નોંધપોથી પોતાની પાસે રાખતા હશે, અને જ્યારે કંઈ લખવા યોગ્ય જણાય ત્યારે તેમાંથી કઈ પણ નેધપોથી ઉપાડી ગમે તે પાનું ખેલી તેમાં તે ઉતારી લેતા હશે.
હસ્તધ ૧
આ હાથનેધ પર ઈ. સ. ૧૮૯૦– વિ. સં. ૧૯૪૬– નું કેલેંડર છે, અને તેમાં સે પાનાં છે. શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં આ હાથનોંધમાં જેટલાં પાનાં લખાયેલાં છે તેટલાં છપાયેલાં છે. તેમાં હાથનોંધનાં પૃષ્ઠોના અક જોઈએ છીએ તે ખ્યાલ આવે છે કે તેમાં વચ્ચે વચ્ચે ઘણું પાનાં કોરાં પડેલાં છે, અને માત્ર ૧૦૨ જેટલી બાજુએ લખાયેલી છે. તેમાં કોઈ જગ્યાએ આખા પાનામાં ચાર-છ વાક્યો જ છે, તે કેટલીક જગ્યાએ આખું પાનું પણ જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org