________________
૮. શ્રીમદની તત્વવિચારણા - પત્રોમાં બે નથી. જગતમાં અનેક મત પ્રવર્તે છે, પણ તે તે દેશ, કાળ આદિની ભિન્નતાને લઈને છે. ભૂતકાળમાં જે માગે જ્ઞાનીઓ મોક્ષ પામ્યા, વર્તમાનકાળે જે માગે મોક્ષ પામે છે અને ભવિષ્યકાળે જે માગે મોક્ષ પામશે તે જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતારૂપ મોક્ષમાર્ગ એક જ છે. તેમાં જાતિ, વેશ આદિને ભેદ નથી. તેથી તે શ્રીમદ્દે કહ્યું છે કે જે વાટેથી શ્રી મહાવીર તર્યા છે તે જ વાટેથી કૃષ્ણ તરશે, અને જે વાટેથી કૃષ્ણ તરવાના છે તે જ વાટેથી શ્રી મહાવીર તર્યા છે, એટલે કે માર્ગભેદ નથી.
જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતારૂપ માર્ગ મળવો એટલો સુલભ નથી, કારણ કે તે માર્ગ જ્ઞાનીને આશ્રયે રહીને આરાધવામાં આવે તે જ સફળ થાય છે. જ્ઞાની પુરુષે જે રસ્તા બતાવ્યો છે તે રસ્તે ચાલવામાં આવે તે જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. આથી જ્ઞાની પુરુષ મળ્યા પછી અને તેમનામાં શ્રદ્ધા થયા પછી માર્ગ પ્રાપ્તિ સુલભ છે. પણ જ્ઞાની પુરુષ મળવા કે તેમનામાં શ્રદ્ધા થવી તે અતિ દુર્લભ છે. મિથ્યાત્વ, અજ્ઞાન, સ્વચ્છદ, કષાય આદિ અવગુણે જીવમાં એવા પ્રવર્તતા હોય છે કે જીવને તે જ્ઞાની પુરુષની ઓળખાણ થવા દેતા નથી, અને તેથી માર્ગ પ્રાપ્તિ બહુ દુર્લભ બની જાય છે. તેથી તે જીવ અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, પણ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી શકતું નથી; અજ્ઞાનાદિને લીધે ભૌતિક સુખમાં જ લેભાઈ આત્માના સાચા સુખનો પરિચય પામી શકતું નથી.
આમ જે જ્ઞાનીને વેગ થાય તે મોક્ષમાર્ગ મળ બહુ સુલભ છે, અને તેથી જ્ઞાની પુરુષ મળે મોક્ષ હથેળીમાં છે તેમ શ્રીમદે એક પત્રમાં જણાવ્યું છે. અને એ જ કારણે શ્રીમદે પુરુષને “મૂર્તિમાન મોક્ષ” તરીકે પણ ગણવેલ છે. જ્ઞાની મળ્યા પછી પણ જ્ઞાન કે ક્રિયામાગે જવાથી મોક્ષ જલદીથી મળતું નથી, કારણ કે તેમાં “હું મોક્ષમાર્ગ આરાધું છું” વગેરે રૂપે અહંકાર આવવાને ઘણે સંભવ રહે છે. તેથી ભક્તિમાર્ગ એ મેક્ષ મેળવવા માટે ઉત્તમ ઉપાય છે. ભક્તિમાં સદ્દગુરુને ચરણે સર્વ સમપી દેવાનું છે, ભક્તનું પોતાનું કશું રહેતું નથી, તેથી અહંકાર, મમતા આદિ અવગુણેને આવવાને અવકાશ રહેતો નથી. વળી, તેનાથી નમ્રતા, વિવેક આદિ ગુણે પણ ખીલે છે, તેથી ભક્તિમાર્ગે જવાથી સહેલાઈથી મોક્ષ મળે તેમ શ્રીમદનું જણાવવું છે.
બંધન અને મુક્તિ એ જીવના મનના પરિણામ ઉપર આધાર રાખે છે. જેનાં રાગદ્વેષ ગયાં, અને જેની સહજસ્વરૂપ સ્થિતિ થઈ તેને મોક્ષ હાથવેંતમાં છે. અને જેને રાગદ્વેષ, અજ્ઞાન આદિ છે તેને કર્મબંધ વધતાં સંસારવૃદ્ધિ થાય છે. આમ બાહ્ય સ્થિતિ કરતાં આંતર પરિણામ ઉપર જ મોક્ષનો આધાર છે.
આમ મોક્ષ એટલે શું? તે કેવી રીતે મળે? તે ક્યારે મને કહેવાય? વગેરે વિશે શ્રીમદ્દે જુદી જુદી જગ્યાએ પોતાના વિચારો દર્શાવ્યા છે. આ મોક્ષ મેળવવા માટે મનુષ્યદેહની આવશ્યકતા છે, તેથી તેનું માહાત્મ્ય પણ શ્રીમદ્દે ઘણી વાર બતાવ્યું છે. ચારે ગતિમાં એક મનુષ્ય ગતિ જ એવી છે કે જ્યાં મોક્ષ મેળવવાનો પુરુષાર્થ કરી શકાય છે. મનુષ્ય દેહમાં જ વિવેકશક્તિ અને પુરુષાર્થ કરવાની શક્તિ મળે છે, તેથી અન્ય કોઈ દહે મુક્તિ મળતી નથી, અર્થાત્ દરેક મુક્તામાને છેલ્લો દેહ મનુષ્યદેહ હોય છે. ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org