________________
શ્રીમદુની જીવનસિદ્ધિ બદલે તેઓ આગળ વધવાની સૂચના મુમુક્ષુઓને આપતા હતા. તેમનું લક્ષ એક જ હતું કે લોકો સાચો માર્ગ પામે તો સારું, કે જેથી તેમના આત્માનું કલ્યાણ થાય. આથી તેમના લખાણમાં પણ મતભેદો મટે તેવા પ્રકારનું જ લખાણ જોવામાં આવે છે.
જિગતનું સ્વરૂપ
જગત એ ચેતન અને જડનું બનેલું છે. જેમ ચેતનમાં અમુક પ્રકારની શક્તિ છે, તેમ જડમાં પણ અમુક પ્રકારની શક્તિ છે. જ્યાં જડ અને ચેતન સાથે રહે છે તેને લોક કહે છે? અને જ્યાં એકલું અચેતન આકાશ છે તેને અલક કહે છે. જગતમાં મુખ્ય બે તત્ત્વ છેઃ જડ અને ચેતન. તેની સાથે બીજા સાત તા પણ છે : પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ. આ સાતે તો આમાની રિથતિ અનુસાર બતાવાયાં છે.
પદાર્થની રીતે જોઈએ તો જગત છ દ્રવ્યનું બનેલું છે. ૧. જીવાસ્તિકાય, ૨. પુદગલાસ્તિકાય, ૩. ધર્માસ્તિકાય, ૪. અધર્માસ્તિકાય, ૫. આકાશાસ્તિકાય અને ૬. કાળ. તેમાં પહેલાં પાંચ અસ્તિકાય આવે છે. આ પાંચે અસ્તિકાય અનાદિથી છે, અને અનાદિ કાળથી હોવા છતાં અનંત કાળ સુધી રહેવાનાં છે.
આમ જડ અને ચેતન ઉભયથી બનેલા આ જગતને શ્રીમ, તીર્થંકર પ્રમુના જણાવ્યા પ્રમાણે, અનાદિ-અનંત કહેલ છે. આ જગતની શરૂઆત કયારે થઈ તે કેઈથી જાણી શકાયું નથી. જોકે કેવળજ્ઞાનમાં તે દૃષ્ય હોવા છતાં તે કહી શકાયું નથી, તે અપેક્ષાએ જગતને અનાદિ ગણેલ છે. ભૂતકાળમાં અનંત જી મુક્તિમાં ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યકાળમાં અનંત જીવો મુક્તિ માં જવાના છે, તેમ છતાં આ જગતનો અંત આવવાને જ નથી. સંસાર તે જે પ્રમાણે ચાલે છે તે પ્રમાણે ચાલ્યા જ કરવાનો છે. અનાદિ કાળથી જીવ મુક્તિ પામતા આવ્યા છે, છતાં જગતનો અંત આવ્યો નથી, તેમ અનત કાળ પછી પણ તે જગત તે રહેવાનું જ છે. એ અપેક્ષાએ જગતને તેમણે અનંત ગણાવેલ છે. એક જીવની અપેક્ષાએ જગત અનાદિ-સાંત છે, કારણ કે તે જીવના સંસારની શરૂઆતને આદિ નથી, પણ તેની મુક્તિ થતાં તેના સંસારને અંત આવી જવાને છે, માટે તે સાંત છે. પણ જ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે એ કાઈ સમય આવવાનો નથી, કે જ્યારે સર્વ જીવો મુક્તિમાં ચાલ્યા જાય અને જગતમાં માત્ર જડ પદાર્થોનું જ અસ્તિત્વ રહે.
અનાદિઅનંત જણાતા જગતના કર્તા કોણ? – એ પ્રશ્ન ઘણું તત્વજ્ઞાનીઓએ વિચાર્યો છે. કેટલાકને મતે ઈશ્વર એ જગતનો કર્તા છે. તેણે આ જગત બનાવ્યું છે. તે વિશે શ્રીમદે પણ કેટલાક વિચાર કરેલ છે. તેમને જગતકતા તરીકે ઈશ્વર માન્ય નથી; શ્રી તીર્થકર પ્રભુએ એમ જણાવેલ છે અને શ્રીમદે તે માન્ય કરેલ છે. આત્માની સર્વકર્મ રહિત સ્થિતિ તે ઈશ્વરપણું છે. જ્ઞાન આદિ ઐશ્વર્યા જેનામાં હોય તે ઈશ્વર કહેવાય. તેને કોઈ પણ જાતનાં કર્મ હોતાં નથી. પુદગલાદિ પદાર્થો નિત્ય છે અને તે કઈ પણ વસ્તુમાંથી બનવા ગ્ય નથી, તેમ આત્મા પણ નિત્ય છે. તે સર્વને ઈશ્વરે બનાવ્યા છે, તેમ માનવું ચેગ્ય લાગતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org