________________
૮. શ્રીમની તત્વવિચારણ- પત્રોમાં પસાર કરે છે. કાનામાં શું દોષ છે તે શોધવામાં અને તેના ઉપર પ્રહાર કરવામાં જ લોકો લુબ્ધ બન્યા છે; વળી, પોતે જે કરે છે તે ઉત્તમ જ છે, તેવી માન્યતા પણ તેઓ ધરાવે છે, પરિણામે આત્મકલ્યાણને સાચા માર્ગ તેઓ અપનાવી શકતા નથી.
આ માર્ગમાં પણ યથાર્થ માર્ગ પામેલા, તને સાચી રીત સમજેલા, આત્મજ્ઞાન પામેલા પુરુ આંગળીને વેઢે ગણી શકાય તેટલા પણ રહેલ નથી. આને ખેદ તેમને વારંવાર થઈ આવતો હતો. માત્ર મતાગ્રહમાં પડેલા લેકેને જોઈ, તેમની આત્માર્થતા ઘટતી જોઈ તેમને બહુ દુઃખ થતું. લોકો તરવાના કામી જણાતા હતા, પણ સાચા માર્ગની અપ્રાપ્તિને લીધે તેઓ આવી ખોટી રીતે વર્તતા હતા તે શ્રીમદ્દને અભિપ્રાય હતો.
મુનિઓના આચારવિચાર પણ તીર્થકર પ્રભુએ જણાવ્યા હતા તે પ્રમાણે ન રહ્યા હોવાથી, તેમાં ઘણું શિથિલતા દેખાતી હોવાથી, તેમણે એક વખત લખ્યું હતું કે આધુનિક મુનિઓને સૂત્રાર્થ શ્રવણને ચાગ્ય પણ રહેલ નથી. અલબત્ત, તેમાં અપવાદ તે જરૂર હાય, પણ મોટા ભાગના મુનિઓ પોતે જ માર્ગને પામેલા ન હોય ત્યાં લોકોને શી રીતે માર્ગ પમાડે ? મુનિના આચારમાં શિથિલતા વધવાનું કારણ તેમણે યથાયોગ્યતા વિના દીક્ષા ગ્રહણ કરવી તે માન્યું છે. આમ સાચો માર્ગ પામ્યા વિના માર્ગ પ્રવર્તાવવામાં આવે તે મતમતાંતર વધે તે દેખીતું જ છે.
શ્રીમની મતમતાંતર વિશેની દષ્ટિ
ધર્મમાં પ્રવર્તતા અનેક મતમતાંતર અન વાડાઓ જોઈ ને શ્રીમદ્દનું દિલ બહુ દુભાતું હતું. તેઓ આ સર્વ મતમતાંતરની વિરુદ્ધ હતા. તેઓ હંમેશાં મુમુક્ષુઓને એક જ બોધ આપતા કે મતાંતરથી દૂર રહેવું, અને આત્માનું કલ્યાણ કરવામાં જ લક્ષ પરોવવું. મતમતાંતરથી કેઈનું ક્યારેય પણ કલ્યાણ થતું નથી.
વર્તમાન સ્થિતિમાં વર્તતા કર્મને લીધે કંઈ ન સમજાય તેવું બને, તેથી જુદા જુદા મત બાંધીને બેસી જવામાં કલ્યાણ નથી. જેમ અજ્ઞાન વધારે તેમ મતાંતર વધારે. કારણ કે, શ્રીમદે જણાવ્યું છે તેમ, કોટિ જ્ઞાનીનો એક અભિપ્રાય છે અને એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાય છે, જ્યાં જ્ઞાન છે ત્યાં મતાંતરને અવકાશ જ નથી, કારણ કે મેક્ષના માર્ગ બે નથી. આથી જ્ઞાન મેળવવાનો જ પ્રયત્ન કરો. જ્ઞાન થશે એટલે બધાં મતાંતરોનો આપોઆપ ખુલાસે થઈ જશે. નાનાં નાનાં મતાંતરો પાછળ લોકોને જિંદગી વેડતા જેઈને તેમને બહુ કરુણું આવતી. અજ્ઞાનને લીધે સાચે ખુલાસે મળે નહિ, અને ટે રસ્તે જ આખી જિંદગી વ્યતીત થઈ જાય, એ જોઈને તેમનું હૃદય કરુણાથી ભરાઈ જતું.
આવી સ્થિતિ જોયા પછી, તેઓ સવ મુમુક્ષુઓને આવાં મતાંતરથી દૂર રહેવાની જ ભલામણ કરતા. કેઈ કંઈ પુછાવે તો પણ તેમાં ન પડવાની અને આત્માને ઓળખવાને પુરુષાર્થ કરવાની સલાહ તઆ આપતા. આત્મા આળખાયા પછી આવા મતભેદોને અવકાશ. રહેતો નથી, તેમ તેમનું માનવું હતું. તેથી કઈ વસ્તુ ન સમજાય તો પણ ત્યાં અટકવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org