________________
૪૩૮
શ્રીમદ્દની જીવનસિદ્ધિ
આમ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર સધના છે. અને જેનાથી આત્મા અન્યભાવ પામે તે ધર્મના પ્રકાર નથી. તેથી જેએ ધર્મ પામ્યા છે, તેમની પાસેથી જ સાથેા ધર્મ પામવા જોઈ એ.
કલાણુ૩૨
જે વડે સંસારથી મુક્તિ થાય, આત્મ પમાય અર્થાત્ આત્માનાં દુઃખેા જાય તેને શ્રીમદ્ કલ્યાણુ તરીકે ઓળખાવે છે. ભૌતિક સુખા કે વૈભવની પ્રાપ્તિને તેએ કલ્યાણુ કહેતા નથી. જુદી જુદી જગ્યાએ નાના નાના ફકરાએમાં શ્રીમદ્ આ કલ્યાણના માર્ગ બતાવ્યા છે.
આ બધાં લખાણેામાં શબ્દો જુદા જુદા છે, પણ ભાવાર્થ તા એક જ છે કે જ્ઞાનીની આજ્ઞાએ, સર્વસમર્પણભાવથી જી' વર્તે તે તેનું આત્મકલ્યાણ થાય. અન્ય કાઈ પણ ઇચ્છાથી નહિ પણ આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છાથી જ જે જ્ઞાનીપુરુષની આજ્ઞા પાળવામાં આવે તા તે કલ્યાણ થવા માટેનું બળવાન નિમિત્ત છે. તેમાં જીવને સત્પુરુષની પ્રતીત આવવી જોઈ એ. સાથે વૈરાગ્ય, શમ, વિવેક આદિ ગુણા પણ આવવા જોઈ એ. તે બધાની આત્માથે સાધન કરવામાં ન આવે તેા તે સંસારા થઈ જાય છે, અને તેનું ફળ સૌંસારનું મળે છે. એવી જાતની સાધના તેા પૂર્વે અનેક વાર કરી છે, પણ તેથી જીવનું કલ્યાણ થયું નથી, માટે આત્માનું કલ્યાણ થાય તે હેતુએ એ સર્વ ગુણ્ણા વિકાસવવા ચાગ્ય છે. અને એ માટે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાના સર્વોત્તમ ઉપાય બતાવતાં શ્રીમદ્દે લખ્યુ છે કેઃ
“જ્ઞાનીને આળખે!; આળખી એએની આજ્ઞા આરાધા. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે.’૩૩
આરંભ, પરિગ્રહ, અસત્સંગ એ આદિ કારણેા જીવનું કલ્યાણુ થવામાં આડે આવતા · બળવાન પ્રતિબંધ છે, તેથી તેનાથી છૂટવાના, અને જેમ બને તેમ અપપરિચય રાખવાને ખાધ શ્રીમદ્રે કર્યા છે. શ્રીમદું લખ્યું છે કેઃ~~~
“જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય, એ કલ્યાણ વિશેના મેાટા નિશ્ચય છે, એવા સર્વ મહાત્મા પુરુષેના અભિપ્રાય જણાય છે. ૩૪
આમ કલ્યાણ કરવા માટે જ્ઞાની પુરુષની આજ્ઞાએ પ્રવર્તન કરવું એ સર્વ જ્ઞાનીઓને મતે સચોટ ઉપાય છે.
ત્યાગ – સસ ગરિત્યાગપ
શ્રીમદ્દે ત્યાગના અર્થ સમજાવતાં એક પત્રમાં કહ્યું છે કેઃ—
૩૨. શ્રીમદ્ રાજચં: ”, અગાસ આવૃત્તિ ૧, આંક : ૪૩૦, ૪૪૪, ૪.૬, ૯૧૩ વગેરે, ૩૩. “ શ્રીમદ્ રાજચંદ્ર આવૃત્તિ પ, ખંડ ૧, પૃ. ૬૪,
૩૪.
“ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૮૪. ૩૫. એજત, આંક : ૭૧, ૫૬૯, ૬૫૭, ૬૬૩થી ૬૬પ વગેરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org