________________
૮. શ્રીમની તત્ત્વવિચારણા – પત્રોમાં
ધ૨૯
જગતમાં અધાતિમાં પડતા જીવને ધારી રાખનાર, ટકાવી રાખનાર તત્ત્વ તે ધર્મ છે: શ્રીમદ્ ધર્મને આવા વિશાળ અર્થમાં સમજતા હતા. જે પરમ શાંતિ આપે તે ધર્મ, એવુ... પ્રતિપાદન કરતાં શ્રીમદ્દે શ્રી જૂડાભાઈને લખ્યું હતું કે : ---
“ પરમશાંતિપદને ઇચ્છિયે એ જ આપણા સર્વસમ્મત ધર્મ છે, અને એ જ ઈચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે. ૩૦
૪૩૭
આમ જે, આત્માને પરમ શાંતિ આપે, તેને અધાતિમાં પડતા બચાવી લે, સંસારના ક્ષય કરવામાં સહાય કરે, પરમ વૈરાગ્ય આપે વગેરે આધ્યાત્મિક સહાય આપે તે ધર્મ, એમ શ્રીમદ્ ઘણી જગ્યાએ સમજાવ્યુ` છે. જગતમાં જાતજાતના ધર્મ પ્રવર્તે છે, તેમાં સાચા ધ કયા ? તે કઈ રીતે જાણવુ ? તે જાણવાની રીત બતાવતાં શ્રીમદ્દે કહ્યું છે કે, જે ધર્મથી વૈરાગ્ય આવે, સંસાર ક્ષીણ થાય અને આત્માને પરમ શાંતિ મળે તે સાચા ધર્મો, તેનાથી ક્રોધ, માન, માયા લાભાદિ કષાયાના પણ નાશ થવા જોઈએ.
શ્રીમદ્ પાતાની આ કસાટીથી ઘણા ધર્મો તપાસ્યા હતા, અને તેમને અનેક રીતે ચકાસી જોતાં જૈનધર્મની ઉત્તમતા જણાઈ હતી. જનના સેવનથી, તીથ કરની આજ્ઞાએ ચાલવાથી આત્મ પમાય છે, સ`સારક્ષય થાય છે, તેવી તેમને ખાતરી થઈ હતી. અને તેથી તેમનું વલણ તે ધર્મ પ્રતિ વિશેષ જોવામાં આવે છે; તેની ઉત્તમતા બતાવતાં ઘણાં વચના પણ તેમના પત્રોમાં જોવામાં આવે છે. આમ છતાં અન્ય ધર્મ પ્રતિ તેમને દ્વેષ નહાતા. તેઓ પ્રત્યેક ધર્મમાંથી સાચાં તત્ત્વા લેવા સદાય તત્પર રહેતા હતા. વેદાંત, બૌદ્ધ, સાંખ્ય, વૈષ્ણવ સંપ્રદાય વગેરેમાંથી જે જે તત્ત્વા યાગ્ય લાગ્યાં હતાં તે સર્વા તેમણે સ્વીકાર કર્યા હતા. મેાક્ષ પામવા માટે જૈન દર્શનનું સેવન એક ઉત્તમ સાધન છે, તેમ તે વારવાર જણાવે છે. પણ તે સિવાય મેક્ષ જ ન થઈ શકે તેવુ' એકાંતિક વલગુ તેમનું ન હતું. તેએ સ ધર્મ પ્રતિ સમાન ષ્ટિ રાખવાવાળા હતા. જે ધમ થી આત્મા પમાય તે જ શ્રેષ્ઠ ધર્મ અને તે જ સ્વીકારવા તેવા તેમના અભિપ્રાય હતા.
ધર્મમાં દંખાતાં અનેક મતમતાંતરાથી દૂર રહેવાના બાધ તેમણે મુમુક્ષુઓને કર્યા છે, એ મતમતાંતરોમાં ગૂ ́ચવાયા સિવાય આત્માનું કલ્યાણ કઈ રીતે થાય તે જ વિચારવાના અનુરાધ તેમણે સદાય કર્યાં હોય તેમ તેમના પત્રો જોતાં જણાય છે. કચારેય મતભેદ વધારવા પ્રતિ તેમનું વલણ જોવામાં આવતુ નથી. તેમનું વલણ તો આ મતભેદો મટી સર્વ જીવા કઈ રીતે કલ્યાણના માર્ગ પર આવે તે તરફ જ જોવામાં આવે છે. દાખલા તરીકે
“ ગમે તે વાર્ટ અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હાય, ત્યાં પછી મતાંતરની કઈ અપેક્ષા શેાધવી ચેાગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય, તે અનુપ્રેક્ષા, તે દાન કે તે જ્ઞાન સર્વોપરી છે, ’ ૩૧
66
22.
શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ ૧, આંક : ૩૭, ૯૭, ૨૬૬, ૪૦૩, ૪૮૬, ૫૩૦ વગેરે. ૩૦, એજત, પૃ. ૭૦, આંક ૩૭. ૩૧, એજન, ૪, ૧૯૩, આંક : ૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org