________________
૮. શ્રીમની તવવિચારણા - પત્રોમાં
આવા દુષમકાળમાં સત્સંગને વિયોગ રહે તે સ્વાભાવિક છે, તે સમયે જીવનું શું કર્તવ્ય છે તે વિશે શ્રીમદ્ વિચાર કર્યો હતો અને તે વિચારે તેમણે મુમુક્ષુઓને લખેલા પત્રોમાં પણ વ્યક્ત કર્યા હતા.
જ્ઞાની પુરુષના સમાગમને અંતરાય રહેતું હોય તે વખતે તેની દશા, ચેષ્ટા તથા વચને સંભારવાં અને તેવા ગુણે પોતાનામાં પ્રગટાવવાને પુરુષાર્થ કરે. તે વિશે શ્રીમદ્દે લખ્યું છે કે –
સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે તે જોગનો વિરહ રહે, ત્યાં સુધી દઢભાવે તે ભાવના ઈરછી, પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વતી, પિતાને વિશે લઘુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દેષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરળપણે વર્યા કરવું અને જે કાર્ય કરી તે ભાવનાની ઉત્પત્તિ થાય, એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું.પ૯
સત્સમાગમના અભાવ પ્રસંગમાં તે વિશેષે કરી આરંભ-પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સં૫વાને અભ્યાસ રાખી, જેને વિશે ત્યાગ-વૈરાગ્યાદિ પરમાર્થ સાધને ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથ વાંચવાને પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પિતાના દોષ વારંવાર જેવા યોગ્ય છે.”૬૦
આ ઉપરાંત સત્સંગના વિયોગમાં, વીતરાગધ્રુતની અનુપ્રેક્ષા, આરંભ-પરિગ્રહની વૃત્તિ છેડવી, વગેરે કર્તવ્ય બતાવ્યાં છે. એ વખતે એ ખ્યાલ રાખવાને છે કે સમાગમનું બળ ઘટતાં અન્ય વસ્તુમાં વૃત્તિ ચાલી ન જાય. અન્ય ભાવમાં જીવ જતાં તેને અનાદિને અભ્યાસ હોવાથી પ્રતિબંધમાં પડી જવાને સંભવ રહે છે.
ભક્તિ
૧
ભક્તિનું માહાસ્ય દર્શાવતાં શ્રીમદે કહ્યું છે કે –
ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારે દૃઢ નિશ્ચય છે કે, ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તે ક્ષણવારમાં મેક્ષ કરી દે તે પદાર્થ છે.”૬૨
જ્ઞાનીની, પ્રભુની, તીર્થકરની, સદ્દગુરુની, સવની ભક્તિ કલ્યાણ કરવામાં ઉપકારી છે. મોક્ષ મેળવવા માટે ભક્તિ એ ધુરંધર માર્ગ છે. શુદ્ધ, સચ્ચિદાનંદસ્વરૂપ, સર્વ દૂષણરહિત,
પ. “શ્રી રાજચંદ્રનાં વિચારને ”, પૃ. ૧૭. ૬૦. “શ્રીમદ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૧, પૃ. ૫૩; અગાસ આવૃત્તિ, આંક ૬૮૩. ૬૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક : ૨૨૩, ૨૮૩, ૩૩૫, ૫૩૦, ૫૭૨,
૬૯૩ વગેરે. ૬૨. એજન, આંક ૨૦૧, પૃ. ૨૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org